બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Former RBI Governor S Venkataramanan passes away at 92 in Chennai

BIG BREAKING / RBIના પૂર્વ ગવર્નર એસ વેંકટરમણનનું નિધન, 92 વર્ષની વયે ચેન્નઇમાં લીધા અંતિમ શ્વાસ

Kishor

Last Updated: 03:36 PM, 18 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

92 વર્ષની વયે ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર એસ વેંકટરમણનનું આજે નિધન થતા પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

  • RBIના પૂર્વ ગવર્નર એસ વેંકટરમણનનું નિધન
  • વેંકટરમણનનું લાંબી બિમારી બાદ આજે ચૈન્નઈમાં નિધન થયું
  • પરિવારમાં શોકની લાગણી પ્રસરી 

ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર એસ વેંકટરમણનનું લાંબી બિમારી બાદ આજે સવારે નિધન થયું છે. 92 વર્ષની વયે તેઓએ અંતિમ શ્વાસ લીધા છે.. વેંકટરમણનનું લાંબી બિમારી બાદ આજે ચૈન્નઈમાં નિધન થયું છે.. વેંકટરમણનનુ નિધન થતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

વેંકટરમણનના પરિવારમાં બે દિકરીઓ છે

તમને જણાવી દયે કે વેંકટરમણન 18માં આરબીઆઈ ગવર્નર હતા. તે 1990થી 1922 સુધી આ પદ પર હતા. તેને 1985 સુધી નાણા મંત્રાલયમાં સચિવના રૂપમાં કાર્ય કર્યુ હતું.. વેંકટરમણનના પરિવારમાં બે દિકરીઓ છે. એકનું નામ ગિરિજા અને બીજી દિકરીનું નામ સુધા છે.. તેમની દિકરી ગિરિજા વૈદ્ધનાથનક તામિલનાડુની પૂર્વ મુખ્ય સચિવ રહી ચુકી છે.વેંકટરમણન 1931માં નાગરકોઈલમાં જન્મ્યા હતા. જે સમયે ત્રાવણકોર રિયાસતનો નાગરકોઈલ એક ભાગ હતો.તેમને આ દરમિયાન દેશમાં કેન્દ્રીય બેંકની કમાન સંભાળી હતી.તે સમયે આપણો દેશ ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યું હતું.

આરબીઆઈએ પોતાની વેબસાઈટ પર વેંટરમણનના કાર્યકાલ વિશે જણાવતા કહ્યું કે તેમના કાર્યકાળ દરમિયાન દેશને વૈશ્વિક મોરચે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેમના મેનેજમેન્ટે દેશને બેલેન્સ ઓફ પેમેન્ટ કટોકટીમાંથી બહાર કાઢ્યો હતો.  મળતી માહિતી મુજબ વેંકટરમણના કાર્યકાળ દરમિયાન ભારતે IMFના સ્થિરીકરણ કાર્યક્રમને અપનાવ્યો હતો... જ્યાં રૂપિયાનું અવમૂલ્યન થયું અને આર્થિક સુધારાના કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ