બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ભારત / former haryana cm manohar lal khattar could become governer of punjab

હરિયાણા / CMના બદલામાં મનોહરલાલ ખટ્ટરને આ મોટો હોદ્દો ! વિદાય આપવા તો નથી અપાયોને?

Hiralal

Last Updated: 05:05 PM, 13 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિયાણાના સીએમ પદેથી રાજીનામું આપનાર મનોહરલાલ ખટ્ટર પંજાબના રાજ્યપાલ બની શકે છે.

હરિયાણાં ગઈ કાલે મનોહરલાલ ખટ્ટરે સીએમ પદેથી રાજીનામું આપ્યું હતું જેના બીજા દિવસે કર્નાલના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. સીએમ-ધારાસભ્ય પદેથી રાજીનામાને રાજનીતિમાંથી તેમની વિદાય સાથે જોડવામાં આવી રહ્યું છે. આ વાતનું બીજું પ્રમાણ એ છે કે પીએમ મોદીના ખટ્ટરના વખાણના બીજા જ દિવસે તેમણે સીએમ પદેથી રાજીનામું આપ્યું હતું. એટલે હવે તેમની સન્માનજનક વિદાય અપાઈ રહ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. 

બની શકે પંજાબના રાજ્યપાલ 
મનોહરલાલ ખટ્ટરને પંજાબના રાજ્યપાલ બનાવી શકે છે. જેની જાહેરાત આગામી દિવસોમાં થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ હાઈકમાન્ડ દ્વારા તેમને પંજાબના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવે તેવી શક્યતા છે. મનોહર લાલ ધારાસભ્ય રહેતી વખતે રાજ્યપાલ બની શકે તેમ નહોતા, તેથી તેમને રાજીનામું અપાવવામાં આવ્યું છે. 
 જો ભાજપ આ દાવ ખેલશે તો તેનાથી પંજાબની આમ આદમી પાર્ટીની સરકારનું ટેન્શન વધી જશે. હાલ બનવારી લાલ પુરોહિત પંજાબના રાજ્યપાલ છે. પુરોહિત અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.

પંજાબના રાજ્યપાલે રાજીનામું આપ્યું પણ ન સ્વીકારાયું 
હવે જો મનોહર લાલને આ જવાબદારી મળશે તો તેઓ પંજાબના રાજ્યપાલ તરીકે ચંદીગઢની સાથે હરિયાણા પર પણ નજર રાખશે. પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે 2 ફેબ્રુઆરીએ રાજીનામું આપી દીધું હતું. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને મોકલેલા રાજીનામાના પત્રમાં તેમણે આ પદ છોડવાનું કારણ વ્યક્તિગત ગણાવ્યું હતું. જો કે રાજ્યપાલનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું ન હતું. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પુરોહિતનું રાજીનામું ન સ્વીકારવું એ હરિયાણામાં ઉલટફેર કરવાના ભાજપના ગેમ પ્લાનનો એક ભાગ હતો.જો કે આ અંગે નિવેદન જારી કરીને પુરોહિતે કહ્યું હતું કે આ રાજીનામું સંપૂર્ણપણે વ્યક્તિગત છે. 

ખટ્ટર સાડા નવ વર્ષ સુધી સીએમ રહ્યાં 
મનોહરલાલ ખટ્ટર લગભગ સાડા નવ વર્ષ સુધી હરિયાણાના મુખ્યમંત્રી પદ પર રહ્યા અને ત્યારબાદ મંગળવારે અચાનક રાજીનામું આપી દીધું. આ સાથે જ હરિયાણામાં જનનાયક જનતા પાર્ટીને ગઠબંધનમાંથી બહાર કરી દેવામાં આવી હતી. હવે ભાજપ અપક્ષ ધારાસભ્યોની મદદથી સરકાર ચલાવી રહી છે અને નાયબ સિંહ સૈનીને નવા સીએમ બનાવ્યાં છે.  90 સભ્યોની વિધાનસભામાં તેને 48 સભ્યોનું સમર્થન મળ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ