બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ગુજરાત / અમદાવાદ / Formation of SIT in former Home Minister Vipul Chaudhary Money Laundering Case

ગેરરીતિ / પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની મુશ્કેલીમાં વધારો, કેસની તપાસ માટે SITનું ગઠન, 800 કરોડની ગફલાબાજીનો છે કેસ

Vishnu

Last Updated: 04:38 PM, 16 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિપુલ ચૌધરીના મની લોન્ડરિંગ કેસની તપાસ માટે DIG મકરંદ ચૌહાણની અધ્યક્ષતામાં DYSP આશુતોષ પરમાર, 3 PIની ટીમ બનાવાઇ

  • વિપુલ ચૌધરી ગેરરીતિ કેસમાં SITની રચના
  • ગાંધીનગરમાંથી અડધી રાત્રે વિપુલ ચૌધરીની થઈ હતી ધરપકડ
  • 1 DIG, 1 DYSP, 3 PIનો SITમાં સમાવેશ 

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ગાંધીનગર સ્થિત તેમના બંગલેથી અડધી રાત્રે ફિલ્મી ઢબે ધરપકડ કરવામાં આવી છે. ત્યારે સમગ્ર મુદ્દે રાજકારણ ગરમાઈ ચૂક્યું છે. આરોપ પ્રત્યારોપના દોર વચ્ચે પોલીસ તપાસમાં 800 કરોડ રૂપિયાનું ગફલુ થયું હોવાનું ખૂલ્યું છે. જે બાદ હવે વિપુલ ચૌધરીનું મુશ્કેલીમાં વધારો થયો છે. ગેરરીતિ કેસમાં SITની રચના ગુજરાત સરકાર દ્વારા કરી દેવામાં આવી છે.

DIG મકરંદ ચૌહાણની અધ્યક્ષતામાં SITની રચના 

  • 1 DYSP, 3 PIનો SITમાં સમાવેશ 
  • DYSP આશુતોષ પરમારનો ટીમમાં સમાવેશ
  • હાર્દિક ચાવડા, જે.એમ.ગઢવી, તોરલ પટેલનો સમાવેશ

800 કરોડ રૂપિયાનું કૌભાંડ છે: મકરંદ ચૌહાણ,  ACBના ઝોનલ ડાયરેક્ટર
ત્યારે ACBના ઝોનલ ડાયરેક્ટર મકરંદ ચૌહાણનું સમગ્ર મામલે નિવેદન સામે આવ્યું છે. તપાસ મુજબ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. જેમાં પોલીસ જણાવ્યા અનુસાર 800 કરોડ રૂપિયાનું કૌભાંડ છે. વિપુલ ચૌધરી, પવન ચૌધરી, ગીતાબેન ચૌધરી સામે ગુનો નોંધાયો છે. CA શૈલેષ પરીખ સામે પણ ફરિયાદ દાખલ થઈ છે. 

'એપ્રિલ 2022માં હોમ ડિપાર્ટમેન્ટમાં રિપોર્ટ સબમિટ થયો'
વધુ વિગત પ્રમાણે વિપુલ ચૌધરીના પત્ની અને પુત્ર પણ ડમી કંપનીના ડાયરેકટર હતા. સ્પેશિયલ ઓડિટ થયું હતું. ઓડિટ દરમિયાન હિસાબ આપી શક્યા ન હતા. જે બાદ વિપુલ ચૌધરીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. તે બાદ ઓડિટ A અને B ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમ છતાં પણ બંને ટીમની તપાસમાં આર્થિક ગેરરીતિ સામે આવી હતી. એપ્રિલ 2022માં હોમ ડિપાર્ટમેન્ટમાં રિપોર્ટ સબમિટ થયો હતો. જે બાદ કાર્યવાહીના ભાગ રૂપે મની લોન્ડરિંગ કેસમાં વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ પોલીસે એ પણ કહ્યું છે કે મામલામાં બોર્ડ ઓફ ડિરેક્ટરની સંડોવણી હશે તો તેમની પણ ધરપકડ કરાશે.

કેવી રીતે આચર્યું કૌભાંડ?
વિપુલ ચૌધરી 2005માં દૂધસાગર ડેરીમાં ચેરમેન હતા ત્યારે 2005 થી 2016 સુધીના સમયગાળા દરમ્યાન આર્થિક ગેરરીતિ આચરી હતી, મહેસાણા ACB દ્વારા અલગ-અલગ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યા છે. સરકારના નિયમનું ઉલ્લંઘન કરી વિપુલ ચૌધરીએ મિલ્ક કુલરની ખરીદી કરી હતી. ટેન્ડર પ્રક્રિયા વગર 485 કરોડનું બાંધકામ કરાવ્યું હતું. દૂધસાગર ડેરીના ચેરમેન પદેથી હટાવાયા  હતા પણ કાનૂની લડાઈ લડવા તે દૂધ સાગર ડેરીના ચોપડે ખર્ચ કર્યો હતો. તેમજ બારદાનની ખરીદી કરી રૂ.13 લાખની ગેરરીતિ આચરી હતી. દૂધસાગર ડેરીના પ્રચાર માટે પણ કૌભાંડ કરી નાખ્યું હતું. અલગ અલગ 31 કંપનીઓનું રજિસ્ટ્રેશન કર્યું હતું અને ખોટી કંપનીઓ બનાવીને કરોડોનું ટ્રાન્જેક્શન કર્યું હતું.

અર્બુદા સેનાના કાર્યકરોનો વિરોધ
તો બીજી તરફ વિપુલ ચૌધરીની ધરપકડ પર મહેસાણામાં અર્બુદા સેનાના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે. સમર્થકોએ ધરપકડનો વિરોધ નોંધાવી રહ્યા છે. ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોઘજી દેસાઈએ કહ્યું છે કે  સાગર દાણ કેસ પૂર્ણ થવાના આરે છે. કોઈ પુરાવા ન મળતા ખોટો કેસ ઉભો કરી દેવામાં આવ્યો છે. સાદા ડ્રેસમાં ધરપકડ કરવાનો શુ મતલબ છે?

મહેસાણા ACB પોલીસ મથકે ફરિયાદ બાદ વિપુલ ચૌધરી સાથે CAની કરી છે ધરપકડ
આ મામલે મહેસાણા ACB પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે આ ફરિયાદ બાદ વિપુલ ચૌધરી અને તેમના CAની ધરપકડ કરાઈ છે. જોકે વિપુલ ચૌધરીના પુત્રની પણ આ મામલે સંડોવણી ખુલી શકે તેવી શક્યતા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ