બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / For the Election Commission, 'one nation one election' in 2024 is challenging, demanding more time

One Nation One election / 2024માં ચૂંટણી કમિશન માટે 'એક દેશ એક ચૂંટણી' છે પડકારજનક, હજુ વધારે સમયની કરી માંગ

Megha

Last Updated: 10:01 AM, 23 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક દેશ એક ચૂંટણીને લઈને કાયદા પંચની તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન ભારતના ચૂંટણી પંચ એટલે કે ECIએ નવી સિસ્ટમ લાગુ કરવા માટે એક વર્ષનો સમય માંગ્યો છે.

  • વન નેશન વન ઈલેક્શનને લઈને કાયદા પંચની તૈયારીઓ ચાલી રહી છે 
  • ECIએ નવી સિસ્ટમ લાગુ કરવા માટે એક વર્ષનો સમય માંગ્યો
  • એકસાથે ચૂંટણી યોજાય તો કેટલા EVM મશીનોની જરૂર પડશે?

વન નેશન વન ઈલેક્શન એટલે કે એક દેશ એક ચૂંટણીને લઈને કાયદા પંચની તૈયારીઓ ચાલી રહી છે. હાલમાં કાયદા પંચ રિપોર્ટ તૈયાર કરવાના અંતિમ તબક્કામાં છે. આ દરમિયાન એવા અહેવાલ છે કે ભારતના ચૂંટણી પંચ એટલે કે ECIએ નવી સિસ્ટમ લાગુ કરવા માટે એક વર્ષનો સમય માંગ્યો છે. આ માટે પંચે પર્યાપ્ત ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) બનાવવા જેવા ઘણા કારણો દર્શાવ્યા છે. 

Why should all the elections in the country be held at once? Where in the world is the rule of one country one election...

કેટલા EVM મશીનોની જરૂર પડશે?
2024 અને 2029માં એકસાથે ચૂંટણી યોજાય તો ચૂંટણી પંચે કાયદા પંચને મશીનોની સંખ્યા અંગે જાણ કરી છે. અંહિયા મહત્વનું છે કે વોટિંગ મશીનમાં ત્રણ ભાગો હોય છે, જેમાં કંટ્રોલ યુનિટ, બેલેટ યુનિટ અને VVPATનો સમાવેશ થાય છે. 2024 સુધીમાં વધુ 11.49 લાખ કંટ્રોલ યુનિટ, 15.97 લાખ બેલેટ યુનિટ અને 12.37 લાખ VVPATની જરૂર પડશે અને આ બધા માટે 5200 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ સાથે જ વન નેશન વન ઈલેક્શન  માટે 2029માં ECIને 53.76 લાખ બેલેટ યુનિટ, 38.67 લાખ કંટ્રોલ યુનિટ અને 41.65 લાખ VVPATની જરૂર પડશે. તેનું મુખ્ય કારણ મતદાન મથકો અને મતદારોની વધતી સંખ્યા છે.

Preparations for 'One Nation One Election' started in the country

ચૂંટણી પંચ શેનાથી ચિંતિત છે
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચ વૈશ્વિક સ્તરે સેમિકન્ડક્ટર અને ચિપ્સની અછતથી ચિંતિત છે. સાથે જ કાયદા પંચ સાથેની બેઠકમાં ECIએ પણ આ મુદ્દો ઉઠાવ્યો છે. મુખ્યત્વે EVM અને VVPAT એટલે કે વેરીફાઈબલ, પેપર ઓડિટ ટ્રેઈલ મશીનોમાં વપરાય છે. હવે ખાસ વાત એ છે કે 2024માં થનારીલોકસભા ચૂંટણીમાટે ECને લગભગ 4 લાખ મશીનની જરૂર છે. મશીનોની વર્તમાન જરૂરિયાતમાં વિધાનસભાની ચૂંટણીનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

આ પહેલા પણ ચૂંટણી પંચે સંસદની સ્થાયી સમિતિ સમક્ષ સેમિકન્ડક્ટરની અછતનો ઉલ્લેખ કર્યો છે. અહેવાલ મુજબ, ECI ઉત્પાદન વધારવા માટે ખાનગી ઉત્પાદકો પાસે મશીનો બનાવવાની વિરુદ્ધ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પંચને આશંકા છે કે લોકોનો વિશ્વાસ અને ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા પર નોંધપાત્ર અસર થશે.

શું છે વન નેશન-વન ઈલેક્શન
વન નેશન-વન ઈલેક્શન એટલે દેશમાં લોકસભા અને વિધાનસભા, રાજ્યસભાની ચૂંટણીઓ એકીસાથે યોજવી, હાલમાં પાંચ વર્ષ પૂરા થયા બાદ લોકસભા અને  વિધાનસભાની ચૂંટણીઓ કરાય છે પરંતુ એક જ સમયે આખા દેશમાં ચૂંટણીઓ થાય તો ઘણો બધો ખર્ચ બચી જાય તેથી સરકાર વિશેષ સત્રમાં વન નેશન, વન ઈલેક્શનની વેતરણમાં છે. 

એકી સાથે ચૂંટણી યોજવા શું કરવું પડે 
રિજિજુએ જણાવ્યું હતું કે એક સાથે ચૂંટણી યોજવા માટે બંધારણની પાંચ કલમોમાં સુધારો કરવાની જરૃર પડશે. આ પાંચ કલમોમાં સંસદના ગૃહના સમયગાળાને લગતી કલમ 83, રાષ્ટ્રપતિ દ્વારા સંસદ ભંગ કરવાની કલમ 84, રાજ્યોની વિાધાનસભાના સમયગાળા સાથે સંકળાયેલી કલમ 172, રાજ્ય વિધાનસભા ભંગ કરવા સાથે સંકળાયેલી કલમ 174, રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા સાથે સંકળાયેલી કલમ 356માં સુધારો કરવાની જરૃર પડશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ