બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Following input from NIA and Central IB, Gujarat ATS detains 6 terror outfit suspects from Godhar

સફળતા / ગુજરાતમાં સ્લીપર સેલ એક્ટિવ થતાં ATSની મોટી કાર્યવાહી, ગોધરામાં 6 શંકાસ્પદ લોકોની અટકાયત, જાણો વિગત

Dinesh

Last Updated: 06:46 PM, 7 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat ATS News: NIA અને સેન્ટ્રલ IBના ઈનપુટના પગલે ગુજરાત ATSએ ગોધરમાંથી આતંકી સંગઠનનાં 6 શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે

  • ગુજરાત ATSની મોટી કાર્યવાહી
  • ગોધરાથી 6 શંકાસ્પદ લોકોની અટકાયત
  • ISKPના સ્લીપર સેલ એક્ટિવ થયાની માહિતી


રાજ્યમાં ફરી એકવાર ગુજરાત  ATSની મોટી કાર્યવાહી સામે આવી છે. આતંકી સંગઠનનાં સ્લીપર સેલ એક્ટિવ મુદ્દે એટીએસના હાથે સફળતા લાગી છે. ગોધરમાં 6 શંકાસ્પદ લોકોની અટકાયત કરાઈ છે. પોરબંદર ,સુરત બાદ હવે ગોધરામાં પણ ATSનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. 

ગૃહ મંત્રાલયના આદેશ બાદ ISKP મોડ્યુલની તપાસ NIAને સોંપાઈ, ગુજરાત ATSએ આતંકી  હુમલા કાવતરાનો કર્યો હતો પર્દાફાશ | ISKP module probe handed over to NIA  after Home Ministry ...

NIA અને સેન્ટ્રલ IBના ઈનપુટ
અત્રે જણાવીએ કે, NIA અને સેન્ટ્રલ IBએ ગુજરાત એટીએસને ઇનપુટ આપ્યા હતા.  ISKP ટેરેરિસ્ટ ઓર્ગેનાઈઝનાં સ્લીપર સેલ એક્ટિવ હોવાની પણ માહિતી મળી હતી. ઇનપુટનાં પગલે ATSએ સર્વેલન્સ હાથ ધર્યું હતું. જે સર્ચમાં એક મહિલા સહિત 6 લોકોની અટકાયત કરી છે. અગાઉ પણ સુરતથી ISKP સાથે સંકળાયેલી મહિલાની ધરપકડ કરાઈ હતી.

અગાઉ પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી
ઉલ્લેખનીય છે કે, પોરબંદરથી પણ અગાઉ ISKPનાં 3 આતંકી ઝડપાયા હતા. ISKP ઇસ્લામિક સ્ટેટ ફોર ખુરાસાન પ્રોવીન્સના સ્લીપર સેલ એક્ટિવ થયા હોવાની આશંકાને પગલે તપાસ એજન્સીઓ એલર્ટ જોવા મળી રહી છે. પકડાયેલ શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથ ધરાઈ છે. ISKP મોડ્યુલર સાથે જોડાયેલા લોકોની સઘન તપાસ શરૂ કરાઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ