બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Flooding situation due to rain in Sabarkantha

અષાઢી આફત / એકસાથે 100 લોકોનું સ્થળાંતર, ગામ સંપર્ક વિહોણાં, રસ્તાઓ જળમગ્ન... અનરાધાર વરસાદથી જુઓ સાબરકાંઠાના કેવાં હાલ

Dinesh

Last Updated: 04:36 PM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારે વરસાદના પગલે ઇડર શહેર તેમજ હાઇવે પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, ઇડર - હિમતનગર સ્ટેટ હાઇવે રોડ પાણીમાં ગરકાવ થયો છે

  • સાબરકાંઠામાં વરસાદથી જળબંબાકારની સ્થિતિ
  • ઇડરમાં બે કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો
  • તલોદમાં ભારે વરસાદના કારણે 5 ડીપ બંધ કરાયા 

રાજ્યમાં ઠેર ઠેર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના પગલે ક્યાંક લોકોને મુશ્કેલીનો સામે કરવો પડી રહ્યો છે તો ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠામાં વરસાદના પગલે જળબંબાકાર  જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદની તોફાની બેટિંગને લઇ ઇડરમાં આભ ફાટ્યો હોય તેવા દ્ર્શ્યોનું નિર્માણ થયું છે તો બીજી તરફ તલોદમાં 5 ડીપ બંધ કરાયા છે. 

100 લોકોનું સ્થળાંતર કરાયુ
સાબરકાંઠાના તલોદમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. ભારે વરસાદને લઈ છત્રીસા ગામ બેટમાં ફેરવાયુ છે જેને લઈ તાલુકા વિકાસ અધિકારી સહિતનુ વહીવટી તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. પાણી ભરાતા 100 લોકોનું સ્થળાંતર કરાયુ હતું અને 40 પશુઓને રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
 

ઇડરમાં જળબંબાકાર જેવી સ્થિતિ
ભારે વરસાદના પગલે ઇડર શહેર તેમજ હાઇવે પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઇડર હિમતનગર સ્ટેટ હાઇવે રોડ પાણીમાં ગરકાવ થયો છે જેના પગલે સ્ટેટ હાઇવે પરથી પસાર થતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે તેમજ સાપાવડાથી કૃષ્ણનગર સુધી ભારે ટ્રાફિક જામ થયો છે. ભારે વરસાદને પગલે રોડ પર પાણી ભરાતા ડાઇવર્જન પણ અપાયું છે. ઇડરમાં બે કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારની મોટાભાગની સોસાયટીઓમાં પાણી ભરાયા છે

હિંમતનગર-અંબાજી માર્ગ પર પાણી ફરી વળ્યા
સાબરકાંઠામાં વરસાદે અનેક મુશ્કેલીઓ ઉભી કરી છે. તલોદ, પ્રાંતિજ, હિંમતનગર બાદ ઈડરમાં પણ ભારે વરસાદ તારાજી સર્જી છે. ભારે વરસાદને લઈ હિંમતનગર-અંબાજી માર્ગ પર પાણી ફરી વળ્યા હતી જેના પગલે વાહન ચાલકો અટવાયા હતાં.

તલોદમાં 5 ડીપ બંધ કરાયા
તલોદમાં ભારે વરસાદના કારણે 5 ડીપ બંધ કરાયા છે, વરસાદની ધમાકેદાર બેટિંગને લઈ સાબરકાંઠા વહીવટી તંત્ર સાબદુ  બન્યું છે. તમામ ડીપ ઉપર અવરજવર બંધ કરાઈ છે. જિલ્લાના મોટાભાગના જળાશયોમાં પાણીની આવક નોંધાઈ છે. પ્રાંતિજ-તલોદમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તલોદમાં પ્રથમ વરસાદમાં મોરલ ડુંગરી તળાવ ઓવરફ્લો થતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાયો છે. 

બરકાંઠામાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ
વરસાદના પગલે સાબરકાંઠામાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. ભારે વરસાદના પગલે સલાલ નાળું ઉભરાયું છે તેમજ હિંમતનગરમાં ST બસ પાણીમાં ફસાઈ છે.

ઢીંચણસમા પાણી ભરાયા
સાબરકાંઠાના હિંમતનગરમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ઢીંચણસમા પાણી ભરાતા ટ્રાફિકજામના દ્રશ્યો સામે આવ્યા છે. ટ્રાફિકજામ થતા રસ્તા પર એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી. હિંમતનગરના બસ સ્ટેન્ડ અને ડૉક્ટર હાઉસ વિસ્તારમાં ટ્રાફિકજામ થયું હતું.

હાથમતી નદીમાં નવા નીરની આવક
હિંમતનગર-વિજાપુર રોડ પર પાણી ભરાતા ટ્રાફિકની સમસ્યા ઉભી થઈ હતી. હાથમતી નદી ઉપરના પુલ પર પાણી ફરી વળ્યા હતા. રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદના કારણે હાથમતી નદીમાં નવા નીરની આવક પણ થઈ છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ