બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / five people killed in car accident on Yamuna express way

દુર્ઘટના / ફરી એકવાર યમુના એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માત, 4 મહિલા સહિત 5ના મોત, પોલીસે હાથ ધરી તપાસ

Khyati

Last Updated: 12:09 PM, 12 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નોઇડા આવી રહેલા બે પરિવારને નડ્યો ગમખ્વાર અકસ્માત, કાર ચાલકે કાર પર કાબૂ ગુમાવતા કાર આગળ ડંપરને ટકરાઇ, ઘટના સ્થળે પહોંચ્યો પોલીસનો કાફલો

  • યમુના એક્સપ્રેસ વે પર અકસ્માત
  • 4 મહિલા અને 1 પુરુષનું મોત
  • કાર ચાલકે કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત 


ફરી એકવાર યમુના એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં 4 મહિલા અને એક પુરુષ મોતને ભેટ્યા છે. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ ઇજાગ્રસ્તોની સ્થિતિ ગંભીર છે. નોઇડાના જેવર પોલીસ સ્ટેશન સ્થિત યમુના એક્સપ્રેસ વે પર આગ્રાથી નોઇડા જતી વખતે 40 કિલોમીટર પહેલા માઇલસ્ટોન પાસે આ દુર્ઘટના બની. મળતી માહિતી અનુસાર બોલેરો કારે કાબૂ ગુમાવતા કાર ડંપરમાં જઇને ઘુસી ગઇ.

દુર્ઘટનામાં 5ના મોત 2 ઘાયલ

વહેલી સવારે 5 વાગે આ દુર્ઘટના બની. અકસ્માતમાં કારમાં સવાર સાત લોકો ઘાયલ થયા હતા. ઘટનાને પહલે જેવર પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઇ જવા તજવીજ હાથ ધરી હતી. જ્યાં તબીબોએ 4 મહિલા અને એક પુરુષને મૃત જાહેર કર્યા હતા. જ્યારે સારવાર લઇ રહેલા અન્યબેની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ પોલીસે માર્ગ અકસ્માતને લઇને વધુ તપાસ શરુ કરી છે. 

બે પરિવાર નોઇડા આવી રહ્યા હતા

એડીસીપી ઝોન 3નો વિશાલ પાંડેએ જણાવ્યું કે પૂના અને કર્ણાટકથી બે પરિવાર બોલેરો કારમાં સવાર થઇને આગરાથી નોઇડા આવી રહ્યા હતા. સવારે લગભગ પાંચ વાગ્યાની આસપાસ જેવર ટોલ પ્લાઝા પાસે બોલેરો કાર બેકાબૂ બની હતી. સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવી દેતા આગળ જઇને ડંપરમાં ઘૂસી ગઇ.  કારમાં સવાર તમામ સાત લોકો ઘાયલ થયા હતા. 

ડમ્પરનો કબ્જો લઇને શરુ કરી તપાસ

નારાયણ રામચંદ્ર કોલેકર, શ્રીમતી સુનિતા રાજુ ગુસ્તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. હાલ બે ઇજાગ્રસ્તોની કૈલાસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યારે અન્ય 5 ચંદ્રકાંત નારાયણ બુરાડે, શ્રીમતી સ્વર્ણ ચંદ્રકાંત બુરાડે, શ્રીમતી માલણ વિશ્વનાથ કુંભાર, શ્રીમતી રંજના ભરત પવાર, શ્રીમતી નુવંજન મુજાવરને મૃત જાહેર કર્યા હતા.  પોલીસે અકસ્માત સ્થળેથી વાહનોને હટાવીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો છે અને ડમ્પરનો કબજો લઈ અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ