બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / five government app you should always keep in your phone arogya setu mparivahan digilocker umang and mygov
ADVERTISEMENT
ભારતમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરનારાની સંખ્યા ઝડપથી વધી રહી છે. પરિવારમાં અનેક સ્માર્ટફોન યૂઝર્સ છે અને જે રીતે સ્માર્ટફોન જરૂરી બની રહ્યો છે ત્યારે અનેક એપ્સ તમારી મદદ કરી શકે છે.તમે તેની મદદથી દોસ્ત અને પરિવાર સાથે વાત કરી શકો છો અને મનોરંજનનું સાધન પણ બને છે. તો જાણો કયા સરકારી એપ તમારા ફોનમા હોવા જરૂરી છે અને તેનાથી તમને શું લાભ થઈ શકે છે.

ADVERTISEMENT
UMANG App
Umang નો અર્થ છે Unified Mobile Application For New-Age Governance. જો તમારું પીએફ એકાઉન્ટ છે તો તમે તેની સાથે જોડાયેલી તમામ જાણકારી અહીં મેળવી શકો છો. આ સાથે આ એપની મદદથી તમે પીએફ એકાઉન્ટનું બેલેન્સ પણ ચેક કરી શકો છો અને ક્લેમને ટ્રેક કરી શકો છો. આ ઉપરાંત હેલ્થકેર, ફાઈનાન્સ, હાઉસિંગ, ખેતી અને ખેડૂત સાથેની જાણકારી પણ મેળવી શકો છો.
MyGop App
આ એપની મદદથી તમે સરકારી ક્રિયાની જાણકારી લઈ શકો છો. સાથે જ તમે તમારું મંતવ્ય પણ તેમાં આપી શકો છો. તમામ વિભાગ અને મંત્રાલયોને જરૂરી ફીડબેક અને આઈડિયા આપવાનો વિકલ્પ પણ અહીં મળે છે. આ ભારત સરકારના સામાન્ય લોકો માટે ખાસ એપ છે.
ADVERTISEMENT

Arogya Setu
ભારત સરકારે કોરોના કાળમાં આ એપને લોન્ચ કરી હતી. ત્યારથી તેનું મહત્વ વધ્યું છે. સરકાર દરેક વ્યક્તિને એપને ડાઉનલોડ કરવા માટે રહે છે. સ્ટેશન, એરપોર્ટ કે અન્ય જગ્યાઓએ જવા માટે આ એપનું તમારા ફોનમાં હોવું જરૂરી છે. કોરોના દર્દીને ટ્રેક કરવા માટે તેનો ઉપયોગ કરાય છે. જાન્યુઆરીથી દેશમાં કોરોનાના વેક્સીનેશનનું અભિયાન ચાલી રહ્યું છે. આ એપની મદદથી કોવિડ પોર્ટલ પર ગયા વિના જ વેક્સીન લેવા માટે રજિસ્ટ્રેશન કરી શકાય છે.
ADVERTISEMENT
.jpg)
mParivahan App
આ એપની મદદથી તમે ટ્રાન્સપોર્ટ સેક્ટરની સાથેની જાણકારી મોબાઈલ પર જ મેળવી શકો છો. તમે આ એપની મદદથી કાર અને બાઈકની ડિટેલ્સ પણ જાણી શકો છો. અહીં ગાડીના કાગળ પર રાખી શકાય છે. સાથે જેની પાસે આ એપ છે તેને શેર પણ કરી શકાય છે.
ADVERTISEMENT
Digilocker App
આ એપ ભારત સરકારની મહત્વની ડિજિટલ ઈન્ડિયા મુહિમમાં મુખ્ય કડી છે. ડિજિટલ ગર્વનેંસની દિશામાં આ જરૂરી બન્યું છે. આ એપ પર તમે એકાઉન્ટ બનાવીને તમામ ડોક્યુમેન્ટ રાખી શકો છો. માર્કશીટ, સર્ટિફિકેટ સહિત તમામ સરકારી કાગળને અહીં અપલોડ કરી શકાય છે. તેના જરૂરી કાગળને લઈને સાથે રાખવાથી મુશ્કેલીથી રાહત મળે છે. આ સાથે તેના ખોવાવાનો ડર રહેતો નથી. જ્યાં જરૂરી હોય ત્યાં તમે મોબાઈલથી આ કાગળનો ઉપયોગ કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.