બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Find out what the High Court said when both the daughters were not present at the hearing in the Nityanand Ashram controversy case.

અમદાવાદ / નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી યુવતીઓ કોર્ટમાં હાજર ન થતા હાઈકોર્ટે કેન્દ્ર સરકારને કર્યો આદેશ

Mehul

Last Updated: 06:53 PM, 28 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નિત્યાનંદ આશ્રમમાંથી બે યુવતીઓ ગુમ થવાનો મામલો છેલ્લા ત્રણ વર્ષથી. યુવતીઓએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ હાજર થવાનો ઇનકાર કરી દેતા યુવતીઓના આ વલણ પર હાઇકોર્ટ નારાજ.

  • લોપામુન્દ્રા અને નિત્યનંદિતાનો ગૂમ થવાનો કેસ 
  • બંને યુવતીઓએ હાઈકોર્ટ સમક્ષ હાજર થવા ઇનકાર કર્યો 
  • કેન્દ્ર સરકારને આ મુદ્દે જવાબ રજૂ કરવા HCનો આદેશ 

નિત્યાનંદ આશ્રમમાંથી બે યુવતીઓ ગુમ થવાનો મામલો છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહ્યો છે. ત્યારે યુવતીઓએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ હાજર થવાનો ઇનકાર કરી દેતા યુવતીઓના આ વલણ પર હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું કે, બંને યુવતીઓ વિદેશમાં રહીને કોર્ટની અવગણના કરે છે. યુવતીઓના અવગણનાના વલણ પર હાઇકોર્ટની કેન્દ્ર સરકારને ટકોર કરતા કેન્દ્ર સરકારને આ મુદ્દે જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

હાઈકોર્ટે પૂછ્યું કે, ભારતીય એમ્બેસી આ દીકરીઓને કોર્ટ સમક્ષ હાજર કરવા મુદ્દે શું કરી રહી છે. બન્ને યુવતીઓ લોપામુન્દ્રા અને નિત્યનંદિતાએ વકીલ દ્વારા હાઇકોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો જેમાં ઓનલાઇન હાજર થવા ઇન્કાર કર્યો હતો. ગુમ થયેલી યુવતીઓના પરિવારે HCમાં હેબિયર્સ કોપર્સની અરજી કરી છે.  

 નિત્યાનંદ સામે વર્ષ 2016માં દુષ્કર્મની ફરિયાદ થઇ હતી. ત્યારે હવે નિત્યાનંદ વિદેશ ભાગી ગયો હોવાનું પોલીસનું માનવું છે. નિત્યાનંદ એવા દેશમાં છૂપાયો હોવાની શક્યતા છે જ્યાં પ્રત્યાર્પણ સંધિ ન કરી હોય. ઉપરાંત યુવતીનું પણ પોલીસને લોકેશન હજુ સુધી નથી મળ્યું. પેડ પ્રોક્સી સર્વરને ક્રેક કરવું મુશ્કેલ હોવાથી પોલીસને લોકેશન નથી મળી રહ્યાં. અને યુવતીઓ આરોપ ન હોવાથી તેમની સામે લૂક આઉટની પણ કાર્યવાહી ન થઇ શકે

નિત્યાનંદ આશ્રમ મુદ્દે હેબિયસ કોર્પસના મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. હાઇકોર્ટે જણાવ્યુ હતું કે જનાર્દન શર્માની બંને પુત્રીઓને કોર્ટમાં રજૂ કરો. પુત્રીઓને શોધીને કોર્ટમાં રજુ કરવામાં આવે. તપાસ એજન્સીને કોર્ટે કહ્યું કોર્ટમાં હાજર કરો. તો આ તરફ આશ્રમના વકીલે જણાવ્યુ હતું કે  યુવતીઓ પુખ્ત વયની છે, પોતાનો નિર્ણય લઈ તે લઇ શકે છે. 
અમારી ચિંતા પોલીસ તપાસ પર છે. તો આ મામલે ફરીયાદીના વકીલે જણાવ્યુ હતું કે બંને યુવતીઓએ 30 વીડિયો જાહેર કર્યા છે. તો હાઇકોર્ટે જણાવ્યુ હતું કે  વીડિયો સાથે અમારે કોઈ લેવાદેવા નથી. કોર્ટમાં યુવતીઓને રજૂ કરવામાં આવે. યુવતીઓને હાજર કરવા પોલીસને કોર્ટે આદેશ કર્યો છે. 

નિત્યાનંદ વિરૂધ્ધ લખાઈ ફરિયાદ

અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમના વિવાદનો મામલે પોલીસે તપાસ તેજ કરી છે અને તપાસના તાર કર્ણાટક સુધી લંબાવ્યા છે જો કે પોલીસને હજુ સુધી નિત્યાનંદનું લોકેશન નથી મળ્યું.  પોલીસે નિત્યાનંદ સામે અત્યારસુધી થયેલા તમામ કેસની વિગત મંગાવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ