બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / સ્પોર્ટસ / Final match between Chennai Super Kings and Gujarat Titans at Narendra Modi Stadium

IPL-2023 / અમદાવાદમાં જ્યાંથી શરૂઆત થઈ હતી ત્યાં જ આજે અંત, હાર્દિક સેના અને ધોનીના જવાનો વચ્ચે ખેલાશે ફાઈનલ જંગ

Kishor

Last Updated: 09:18 AM, 28 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઇપીએલ 2023નો ફાઇનલ મેચ રમવા જઇ રહ્યો છે. જેને લઈને ચાહકો અધિરા બન્યા છે.

  • IPL-2023 : જ્યાંથી શરૂઆત થઈ હતી ત્યાં જ અંત
  • ક્વોલિફાયર-1માં ચેન્નઈ સામે થયેલા પરાજયનો બદલો લેવા હાર્દિક સેના તૈયાર
  • અમદાવાદમા હાલ ક્રિકેટ ફીવર

IPL-2023નો ફાઇનલ મહામુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે. દિલચસ્પ વાત એ છે કે IPL-2023ની શરૂઆત ગત 31 માર્ચે ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચથી જ થઈ હતી, હવે 73 મેચ બાદ IPLની 16મી સિઝનનો પણ અંત આ જ બંને ટીમના ટકરાયા બાદ આજે રમાનારી ફાઇનલથી થશે. આ ઉપરાંત બીજો પણ એક સંયોગ છે કે ગુજરાત અને ચેન્નઈએ લીગ સ્ટેજનો અંત પોઇન્ટ ટેબલમાં પ્રથમ અને બીજા સ્થાને રહીને કર્યો હતો. બંને ટીમ વચ્ચે IPL-2023ની પહેલી ક્વોલિફાયર મેચ પણ રમાઈ હતી, જેમાં ચેન્નઈ સુપર કિંગ્સે બાજી મારી લીધી હતી અને લીગ સ્ટેજમાં ટેબલ ટોપર હોવા છતાં ગુજરાત ટાઇટન્સે બીજી ક્વોલિફાયર-2માં રમવું પડ્યું હતું.

 


બંને વચ્ચેનો મુકાબલો 1-1 ની બરોબરી પર
આ સિઝનમાં સીએસકે અને ગુજરાતની ટીમ ત્રીજી વાર એકબીજા સામે ટકરાશે. હાલ બંને વચ્ચેનો મુકાબલો 1-1 ની બરોબરી પર છે. ચેન્નઈ સુપર કિંગ્સ IPLમાં 10મી વાર ફાઇનલ રમવા ઊતરશે. આ દરમિયાન ચેન્નઈ ચાર વાર ચેમ્પિયન બની ચૂકી છે, જ્યારે ગુજરાતની ટીમે વર્તમાન સિઝનમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે.  ક્વોલિફાયર-1માં CSK સામે થયેલા પરાજયનો બદલો લેવા હાર્દિક સેના આજે મેદાનમાં ઊતરશે. IPLની ઓપનિંગ મેચમાં પણ અમદાવાદીઓએ દુનિયાનું સૌથી મોટું નમો સ્ટેડિયમ છલકાવી દીધું હતું. હાલ અમદાવાદમાં ક્રિકેટ ફિવર છવાયેલો છે. ત્યારે આજે સ્ટેડિયમમાં માનવ મહેરામણ હિલોળે ચડશે.

ગુજરાતની તાકાત છે આ ત્રણ ખેલાડીઓ, છેલ્લી ઘડીએ બાજી પલટી નાખે તેવી આવડત,  ધોની માટે બનશે ટેન્શન | The first qualifier match of IPL 2023 will be  played between Gujarat Titans and


ક્લોઝિંગ સેરેમનીમાં કિંગ, જોનિતા, રેપર ડીવાઇન, DJ ન્યૂક્લિયા મહેફિલ જમાવશે

 IPL-2023નો ફાઇનલ મુકાબલો આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે. ફાઇનલ મુકાબલા પહેલાં ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રેપર ડિવાઇન અને ફેમસ સિંગર જોનિતા ગાંધી પોતાના અવાજનો જાદુ વિખેરશે. IPLના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ અંગેની જાણકારી આપવામાં આવી છે. આ રંગારંગ કાર્યક્રમમાં રેપર ડિવાઇન અને જોનિતા ઉપરાંત રેપર કિંગ અને ડીજે ન્યૂક્લિયા પણ પરફોર્મ કરશે. 

ચેમ્પિયન ટીમ પર થશે પૈસાનો વરસાદ! હારી ગયા તો પણ મળશે કરોડો રૂપિયા, જાણો  કેટલી છે IPLની પ્રાઇઝ મની | IPL 2023 Prize Money Money will rain on the IPL  champion, the

રેપર કિંગ અને ડીજે ન્યૂક્લિયા ક્લોઝિંગ સેરેમનીના કાર્યક્રમની શરૂઆત કરશે.  રેપર કિંગ 'રોક્કો' નામથી પણ જાણીતો છે, જે એમટીવી-2019 હસન ટોપ-૫ ફાઇનલિસ્ટમાં સામેલ હતો. 24 વર્ષીય કિંગનો જન્મ 10 ઓક્ટોબર, 1998 ના રોજ થયો હતો. ન્યૂક્લિયાની વાત કરવામાં આવે તો તે મ્યુઝિક પ્રોડ્યુસર છે. જોનિતા બોલિવૂડમાં ઘણાં સુપર હિટ ગીત આપી ચૂકી છે. ડિવાઇન પણ રેપર અન સિંગર છે. ડિવાઇન અને જોનિતાનું પરફોર્મન્સ IPLના મિડ-શોમાં પણ જોવા મળશે. ક્લોઝિંગ સેરેમની સાંજે 6 વાગ્યાથી શરૂ થશે. ન્યૂક્લિયા 6:30 વાગ્યાથી દર્શકોનું મનોરંજન કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ