ઈન્ટરનેટ પર એકથી એક ફાઈટના વીડિયો વાયરલ થાય છે. જેમાં આપણને કાંટાની ટક્કર જોવા મળે છે. આવો એક વીડિયો ખૂબ ચર્ચામાં આવી રહ્યો છે, જેમાં કોબ્રા અને નોળીયાની વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.
વાયરલ વીડિયોમાં કોબ્રા અને નોળીયાની વચ્ચે કાંટાની ટક્કર
બંનેમાંથી કોઈ પણ હાર માનવા તૈયાર નથી
છેલ્લે કોબ્રા અને નોળીયો જમીન પર હતાશ સ્થિતિમાં દેખાય છે
કોબ્રા અને નોળીયાની વચ્ચે કાંટાની ટક્કર
વીડિયોમાં જોઇ શકાય છે કે કોબ્રા નોળીયાનો ખેલ ખત્મ કરવા માટે જેવો પકડે છે, તેવો નોળીયો કિંગ કોબ્રાના ગળાને બરોબર પકડી લે છે. કોબ્રા અને નોળીયાને જોઈને કોઈ કહી શકે નહીં કે આખરે કોની જીત થશે. બંનેમાંથી કોઈ પણ હાર માનવા તૈયાર નથી. વીડિયોમાં જોઇ શકાય છે કે કિંગ કોબ્રા નોળીયાને અનેક વખત ડંખ મારે છે, પરંતુ નોળીયો પાછળ હટતો નથી અને આકરી ટક્કર આપે છે. વીડિયોના અંતમાં કોબ્રા અને નોળીયો જમીન પર હતાશ સ્થિતિમાં પડેલા દેખાય છે. એવુ લાગે છે કે બંને લડતા-લડતા પોતાનો જીવ ગુમાવી બેઠા. આ ટક્કરમાં કોઈ જીત પણ ના થઈ અને કોઈની હાર પણ ના થઇ. પરંતુ બંને પોતપોતાની જીવની બાજી હારી ગયા.
આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોને એક લાખથી પણ વધુ લોકો જોઇ ચૂક્યા છે. એટલું જ નહીં, 5 હજારથી વધુ લોકોએ તેને લાઇક કર્યો છે અને કેટલાંક યુઝર્સે કોમેન્ટ સેક્શનમાં પોતાની પ્રતિક્રિયા આપી છે.