બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / દારૂડિયા જમાઈને ઉપરાછાપરી છરીના ઘા મારી પિતાએ દીકરીને વિધવા બનાવી દીધી, ઘટના શોકિંગ

અમદાવાદ / દારૂડિયા જમાઈને ઉપરાછાપરી છરીના ઘા મારી પિતાએ દીકરીને વિધવા બનાવી દીધી, ઘટના શોકિંગ

Last Updated: 08:56 AM, 23 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શહેરકોટડામાં સસરાએ છરીના ઘા ઝીકીને જમાઈની હત્યા કરી દીધી. દીકરી પાસે દારૂ પીવા પૈસા પડાવતા કંટાળીને સસરાએ જમાઈનું કાસળ કાઢી નાખ્યું. શહેરકોટડા પોલીસે હત્યા કેસમાં જમાઈની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી. જાણો શું બન્યું.

અમદાવાદ: અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં બુધવારે હત્યાનો મામલો સામે આવ્યો છે, જેમાં સસરાએ છરીના ઘા ઝીંકીને જમાઈનું કાસળ કાઢી નાખ્યું. શહેરકોટડા પોલીસે ઘટના સ્થળે પહોંચીને હત્યાનો ગુનો નોંધીને આરોપી સસરાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર મામલે મળતી માહિતી મુજબ, આરોપી વિનુભાઈ ડોડીયાએ પોતાના જમાઈની છરીના ઘા ઝીકીને કરપીણ હત્યા કરી દીધી છે. આરોપી વિનુભાઈ ડોડીયાએ પોતાની જ દીકરીને વિધવા બનાવી દીધી.

સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો શહેરકોટડામાં વિસ્તારમાં આવેલી અશોક મીલની ચાલીમાં આરોપી વિનુભાઈ ડોડીયાએ પોતાના જમાઈ જીતેન્દ્ર ઉર્ફે જીગો પરમાર પર છરીથી હુમલો કરીને હત્યા કરી દીધી. જીતેન્દ્ર ઉર્ફે જીગો પરમારને દારૂ પીવાની લત હતી, અને તે દારૂ પીવા માટે અવારનવાર આરોપીની દીકરી એટલે કે પોતાની પત્ની જયા ડોડિયા પાસે પૈસાની માંગણી કરતો હતો. જો તે પૈસા ન આપે તો મારપીટ પણ કરતો હતો. ત્યારે બુધવારે બપોરે અઢી વાગે પણ જીગો જયા પાસે દારૂના પૈસા માંગવા ગયો અને તેની સાથે મારપીટ કરી. આ વાતથી કંટાળીને આરોપીએ વિનુભાઈ ડોડીયાએ જમાઈની છરીના ઘા ઝીકીને હત્યા કરી દીધી. સ્થાનિક લોકોએ હત્યાને લઈને શહેરકોટડા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને હત્યાનો ગુનો નોંધીને આરોપી સસરાની ધરપકડ કરી છે.

shaherkotda-murder-1

પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક જીતેન્દ્ર ઉર્ફે જીગાએ 7 વર્ષ પહેલાં જયા ડોડીયા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેમની દોઢ વર્ષની દીકરી પણ છે. પતિ જીતેન્દ્ર બેકાર હોવાથી પોતાનું અને દીકરીનું ભરણપોષણ માટે જ્યાબેન પોતાના પિતા વિનુભાઈ ડોડીયાના ઘરે આવી ગઈ હતી. આરોપી વિનુભાઈ કટલરીની વસ્તુઓ વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે જયાબેન પણ છૂટક મજુરી કરે છે. મૃતકને દારૂ પીવાની લત હતી. જેથી અવાર નવાર પોતાના સાસરે આવીને પત્ની જ્યાબેન પાસે પૈસાની માંગણી કરતો હતો. જો જયા પૈસા ના આપે તો તેને મારતો પણ હતો. ઘટનાના દિવસે પણ જીતેન્દ્ર પૈસા લેવા સાસરે આવ્યો. અને બંને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા ઉશ્કેરાયેલા સસરા વિનુભાઈએ છરીના ઘા ઝીકીને જમાઈની હત્યા કરી દીધી હતી.

વધુ વાંચો: 38 વખત આતંકી નુસરથના ભારતમાં આંટાફેરા, સ્થાનિક વ્યક્તિની સાંઠગાંઠ પર ATSનો ખુલાસો

શહેરકોટડા પોલીસે હત્યા કેસમાં મૃતક જીતેન્દ્રનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. જ્યારે આરોપી સસરા વિનુભાઈની ધરપકડ કરી લીધી છે. આ હત્યા પાછળ ઘરકંકાસ જ છે કે અન્ય કોઈ અદાવત છે, તે મુદ્દે પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Crime Ahmedabad Murder
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ