બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ધર્મ / fasting rules of indira ekadashi dos and donts

સાવધાન / એકાદશી વ્રતમાં ભૂલથી પણ ના કરતા આ 5 ભૂલો, પુણ્યની જગ્યા પર થશો પાપના ભાગીદાર

Arohi

Last Updated: 05:47 PM, 21 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સનાતન ધર્મમાં એકાદશી વ્રતને ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે કરવામાં આવે છે. તેના શુભ પરિણામો મેળવવા માટે અમુક નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે

  • સનાતન ધર્મમાં એકાદશી વ્રતનું ખૂબ મહત્વ 
  • શુભ પરિણામો માટે પાલન કરો આ નિયમો 
  • દર મહિને 2 અને વર્ષમાં આવે છે 24 એકાદશી 

હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે એકાદશીનું વ્રત કરવામાં આવે છે. આજે આશો મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ છે. જે ઈન્દિરા એકાદશી તરીકે ઓળખાય છે. પંચાંગ અનુસાર દર માસમાં 2 એકાદશીના વ્રત હોય છે અને આખા વર્ષમાં કુલ 24 એકાદશીના વ્રત હોય છે. જેમાં નિયમ પ્રમાણે વિશ્વના તારણહાર ગણાતા ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભક્તને તેનું ફળ મળે છે. 

સનાતન પરંપરામાં એકાદશીના ઉપવાસને લઈને કેટલાક નિયમો પણ જણાવવામાં આવ્યા છે, જેને અવગણવાથી વ્યક્તિએ પુણ્યને બદલે પાપનો ભાગીદાર બનવું પડે છે. આવો જાણીએ એકાદશી વ્રત સાથે જોડાયેલી પાંચ મોટી ભૂલો, જેનાથી વ્યક્તિનું વ્રત તૂટી જાય છે.

એકાદશીના વ્રત વખતે ન કરતા આ ભૂલો 

  1. એકાદશી વ્રતના દિવસે ન મોડા સુધી સુવુ ન જોઈએ અને દિવસમાં પણ કોઈ પણ સમયે સુવુ ન જોઈએ. આ દિવસે વ્રત કરનાર વ્યક્તિએ કાળા વસ્ત્રો ભૂલથી પણ ન પહેરવા જોઈએ. ભગવાન વિષ્ણુના વ્રત દરમિયાન પીળા વસ્ત્રો પહેરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી આ રંગના કપડાં પહેરવાનો પ્રયાસ કરો. ભગવાન વિષ્ણુની પૂજામાં તેમના મંત્રનો જાપ હંમેશા ચંદન અથવા તુલસીની માળાથી કરવો જોઈએ, નહીં તો વ્યક્તિને પુણ્યની પ્રાપ્તી થતી નથી.
  2. એકાદશીનો ઉપવાસ કરનાર વ્યક્તિએ ઉપવાસના દિવસે ચોખા, લસણ, ડુંગળી, માંસ મંદિર વગેરેનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ. એકાદશી વ્રતના દિવસે ચણા અને ચણાના શાકભાજીનું સેવન પણ ન કરવું જોઈએ.
  3. એકાદશી વ્રતના દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિને અન્નનું દાન કરવું અને ભોજન કરવાથી ઘણું પુણ્ય ફળ મળે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે વ્રત કરનાર વ્યક્તિએ ભૂલથી પણ આજના દિવસે કોઈનું આપેલું અન્ન દાનમાં ન લેવું જોઈએ અને ન તો કોઈએ આપેલું ભોજન કરવું જોઈએ. જો તમારે મજબૂરીમાં ખોરાક લેવો પડે છે તો તેની કિંમત કોઈને કોઈ રૂપે જરૂર ચુકવી દો. 
  4. એકાદશી વ્રતના દિવસે વ્યક્તિએ સ્ત્રી સંબંધને ટાળીને બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ. વ્રત કરનાર વ્યક્તિ ભૂલથી પણ પોતાના મનમાં કોઈને લઈને કામ, ક્રોધ કે ઈર્ષ્યાની ભાવનાઓ ન લાવવી જોઈએ. 
  5. એકાદશી વ્રતના દિવસે પાન અને ઝાડને લઈને પણ નિયમો જણાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે એકાદશી પર કોઈ પણ વૃક્ષ પરથી પાંદડા કે લાકડું ન તોડવું જોઈએ. આવી સ્થિતિમાં ઈન્દિરા એકાદશીના દિવસે દાતણ માટે લાકડી કે પૂજા માટે તુલસીના પાન ન તોડો. ભગવાન વિષ્ણુની પૂજા કરવા માટે એક દિવસ પહેલા તુલસીના પાન તોડી લેવા જોઈએ. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ