બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ભારત / Falsely portraying husband as womaniser extreme cruelty by wife: Delhi High Court

મોટો ચુકાદો / 'નપુંસક' પતિને મર્દાનગીનો ટેસ્ટ કરવા લઈ ગઈ પત્ની, કલ્પ્યું ન હોય તેવું રિઝલ્ટ આવ્યું, ચીફ જસ્ટિસ ખળભળ્યાં

Hiralal

Last Updated: 08:13 PM, 2 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કપલ છૂટાછેડા કેસમાં દિલ્હી હાઈકોર્ટે એક મોટો ચુકાદો આપતાં એવું કહ્યું કે પતિને મર્દાગની ટેસ્ટની ફરજ પાડવી ક્રૂરતા છે.

  • કપલ છૂટાછેડા કેસમાં દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો 
  • પતિને મર્દાગની ટેસ્ટની ફરજ પાડવી ક્રૂરતા
  • પતિને જાહેરમાં બદચલન ન કહી શકાય 

એક મોટા ચુકાદામાં દિલ્હી હાઈકોર્ટે એવું ઠરાવ્યું છે કે પતિ સામે લગ્નેતર સંબંધોના ખોટા આક્ષેપો કરવા અને તેને જાહેરમાં ચારિત્ર્યહીન સાબિત કરવો ક્રૂરતા સમાન છે. જસ્ટિસ સુરેશ કુમાર કૈટની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે પતિ અપેક્ષા રાખે છે કે તેની પત્ની તેનું સન્માન કરે અને જરૂરિયાતના સમયે તેનું સુરક્ષા કવચ બને. આમ કરવાને બદલે સતત પતિના ચારિત્ર્ય અને પ્રામાણિકતા પર સવાલ ઉઠાવવાથી તેને માનસિક પીડા થઈ શકે છે.

શું હતા પત્નીના આરોપ 
પત્નીએ ફેમિલી કોર્ટના છૂટાછેડાના આદેશ સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને પતિ પર લગ્નેતર સંબંધનો આરોપ લગાવ્યો હતો, જે તે સાબિત કરી શકી ન હતી. આવી સ્થિતિમાં, કોર્ટે પત્નીની અરજી નામંજૂર કરી હતી અને ફેમિલી કોર્ટના આદેશને માન્ય રાખ્યો હતો. કોર્ટે કહ્યું, "મિત્રની પત્ની સાથે પતિ વિરુદ્ધ લગ્નેત્તર સંબંધોના ખોટા આરોપો લગાવવા, જે તેની છાપ ખરડી શકે છે તે ક્રૂરતા સિવાય બીજું કશું નથી. 

મર્દાનગી ટેસ્ટમાં પાસ થયો પતિ 
કોર્ટે નોંધ્યું હતું કે પત્નીએ દાવો કર્યો હતો કે તેનો પતિ નપુંસક છે અને તેને મર્દાનગી ટેસ્ટ માટે દબાણ કર્યું હતું જોકે મર્દાનગી ટેસ્ટમાં તે ફિટ હોવાનું જણાયું હતું. કોર્ટે આદેશમાં કહ્યું કે, પત્નીએ પોતાના બાળકને પણ પતિથી અલગ કરી દીધું, જે માનસિક ક્રૂરતા સમાન છે.

બાળકોને દૂર જતા જોઈને દુ:ખ થાય છે : હાઇકોર્ટ
કોર્ટે કહ્યું છે કે પિતા માટે તેના બાળકને દૂર જતા અને સંપૂર્ણપણે તેની વિરુદ્ધ જતા જોવા કરતાં વધુ પીડાદાયક કંઈ નથી. કોર્ટે કહ્યું, 6 વર્ષમાં આવા કૃત્યો સહન કર્યા બાદ પતિને પણ ઘણી વખત આત્મહત્યા કરવાના વિચારો આવ્યા હતા. કોઈપણ સફળ લગ્ન પરસ્પર આદર અને વિશ્વાસ પર આધારિત હોય છે અને જો કોઈ સંબંધમાં એક ચોક્કસ સ્તરથી ઉપર સમાધાન થઈ રહ્યું છે, તો તેનો અર્થ એ છે કે સંબંધનો અંત આવવાનો જ છે.

ઓફિસમાં જઈને પતિ સામે બદચલનના આક્ષેપો પણ ક્રૂરતા 
હાઈકોર્ટે એક ઉદાહરણ આપતાં એવું કહ્યું કે અમારી સામે, એક કેસ છે જેમાં પત્નીએ જાહેરમાં પતિને ત્રાસ આપ્યો છે અને અપમાનિત કર્યો છે. પતિને હેરાન કરવાના કેસમાં પત્ની એટલી હદે ગઈ કે પતિની ઓફિસની મિટિંગ દરમિયાન તેણે તમામ કર્મચારીઓ અને મહેમાનોની સામે બેવફાઈના આક્ષેપો કર્યા હતા. તેણે ઓફિસમાં કામ કરતી મહિલા કર્મચારીઓને પણ હેરાન કરી હતી અને પતિને ચારિત્ર્યહીન સાબિત કરવામાં કોઈ કસર છોડી ન હતી. પતિ સાથેની આવી વર્તણૂક ક્રૂરતા સમાન છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ