બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / મનોરંજન / Facts About urdu shayar joun elia

Happy B'day / દુઃખ દર્દના તમાશા જોવામાં દુનિયાને મજા આવે છે અને જૌન લોકોને એ જ બતાવતા હતા

Kinjari

Last Updated: 05:05 PM, 14 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉર્દુ શાયરીના બગીચામાં અનેક ફૂલો હાજર છે, નવા ફૂલ ખીલતા ગયા પરંતુ કેટલીક ખુશ્બુ આજે પણ એટલી જ તાજા છે. આજે પણ એ ખુશ્બુની સુવાસથી દિલ-દિમાગ અને શરીરના દરેક કોષમાં નવી ઉર્જા ભરાઇ જાય છે. ફૂલોના આ બગીચામાં એક ક્યારેય ન કરમાય તેવું ફૂલ ખીલ્યુ જે આજે પણ સુગંધ ફેવાલી રહ્યું છે. તે ફૂલનું નામ જૌન એલિયા.. કે જેને દુનિયાએ તેના મોત બાદ વધુ યાદ કર્યો.

  • જૌન એલિયાનો જન્મદિવસ 
  • 18 વર્ષ પહેલા થયુ હતુ દેહાંત 
  • ઉર્દુ સાહિત્યનું એક અણમોલ રતન

ઉર્દુ શાયરી જો એક શહેર હોય તો તેની દિવાલો પર જૌને ઇશ્કના કિસ્સા લખ્યા હતા, જેના આંગણામાં અહેસાસના દિવા પ્રગ્ટ્યા હતા. જેના ગુંબજ પર મહોબ્બતના ઝંડા લહેરાઇ રહ્યાં હતા...જેની જમીનમાંથી શાયરી જન્મ લેતી હતી..જેને પ્રકાશથી ડર લાગતો હતો...

ક્યારેક લાંબા વાળની લટોને ચહેરા પર લાવી દેતો તો ક્યારેક ફ્રસ્ટ્રેટ થઇને શેર સંભળાવતો હતો... ક્યારેક ઝનૂની થઇને મહેફીલ લૂંટી લેતો હતો તો ક્યારેક બોલતા બોલતા રડી પડતો હતો... કંઇક આવો હતો જૌન એલિયા. 

उस की उम्मीद-ए-नाज़ का हम से ये मान था
कि आप उम्र गुज़ार दीजिए उम्र गुज़ार दी गई

જૌન એલિયાની પર્સનાલિટી એટલી જ અજીબ હતી જેટલી તેમની શાયરી. તે ખુબ જ સાદગી સાથે જીવનની વાતો રજુ કરતા હતા. આ શાયર દુનિયામાંથી ગયા તેને 18 વર્ષ થઇ ગયા છે પરંતુ આજે પણ તે આપણી સાથે હોય તેવું જ લાગ્યા કરે છે. 

મોત બાદ મળી પોપ્યુલારિટી
જૌનને પસંદ કરનારા લોકો તેમની શાયરીને જેટલી પસંદ કરતા હતા તેનાથી વધારે તેમના અંદાજ પર ફિદા હતા. જીવનની નાની નાની હકીકતથી લઇને અનુભવના ઉંડાણ સુધી તેમની શાયરી બધુ જ દર્શાવે છે. 

तुम जब आओगी तो खोया हुआ पाओगी मुझे
मेरी तनहाई में ख़्वाबों के सिवा कुछ भी नहीं
मेरे कमरे को सजाने की तमन्ना है तुम्हें
मेरे कमरे में किताबों के सिवा कुछ भी नहीं

તેમના રુમમાં રાખેલી પુસ્તકો ઇનકારની તાલિમ આપતી હતી. તે જ રૂમમાં બેસીને વિદ્રોહની લાગણીને કાગળ પર ઉતાર્યા કરતા હતા. તે દુઃખમાંથી બહાર જ નહોતા આવવા માંગતો અને દુઃખની દવા લેવી તેમનો મંજૂર નહોતી માટે જ તેમણે લખ્યું કે...

चारासाज़ों की चारा-साज़ी से दर्द बदनाम तो नहीं होगा
हाँ दवा दो मगर ये बतला दो , मुझ को आराम तो नहीं होगा

તેમણે તેમના દુઃખ, દર્દ અને તડપને એટલો પ્રેમ કર્યો કે તેમને ચાહવાવાળા લોકો પણ જૌન જેવા દુઃખ તેમને મળે તેવી દુઆ કરવા લાગ્યા. લોકો તેમની શાયરીને સમજવા માટે તેમના દુઃખમાં દુઃખી થવા લાગ્યા. 

उम्र गुज़रेगी इम्तिहान में क्या
दाग़ ही देंगे मुझ को दान में क्या
अपनी महरूमियाँ छुपाते हैं
हम ग़रीबों की आन-बान में क्या
ये मुझे चैन क्यूँ नहीं पड़ता
एक ही शख़्स था जहान में क्या

જૌને જીવનના રસને બદલવા માટે તેમણે દારૂ સાથે પ્રેમ કરી લીધો... તેમણે એટલો દારૂ પીધો કે બાદમાં દારૂ જ તેમને પીવા લાગી.

જૌન એક એવા શાયર હતા જેમનો અંદાજ કોઇ આજ સુધી અપનાવી નથી શક્યુ અને ના જુના કોઇ પણ શાયર સાથે તેમનો અંદાજ મળતો આવતો હતો. તેમની શાયરીમાં ઇશ્કનો એક અલગ જ અંદાજ જોવા મળતો હતો. 

हो रहा हूँ मैं किस तरह बरबाद
देखने वाले हाथ मलते हैं
क्या तकल्लुफ़ करें ये कहने में
जो भी ख़ुश है हम उस से जलते हैं

પોતાના આ અલગ અંદાજને કારણે જ જૌન અત્યાર સુધીના શાયરોમાં સૌથી વધુ વંચાયેલા શાયરોમાં સામેલ છે. 

જૌનનું જીવન 
જૌન એલિયા 14 ડિસેમ્બર 1931ના રોજ ભારતના અમરોહામાં પેદા થયા, વિભાજન બાદ 1957માં તે પાકિસ્તાન જતા રહ્યાં. 8 નવેમ્બર 2002માં લાબી બિમારી બાદ જૌનનું નિધન થઇ ગયુ હતુ. છેક સુધી તેમને તેમના વતન હિન્દુસ્તાનની યાદ સતાવતી રહી. ખાસ કરીને તેમના વતન અમરોહાની વાત તેમની શાયરીઓમાં આવતી રહી, તે બોર્ડર પર બેસીને કહેતા કે....

मत पूछो कितना गमगीं हूं गंगा जी और जमुना जी
ज्यादा मैं तुमको याद नहीं हूं गंगा जी और जमुना जी
अपने किनारों से कह दीजो आंसू तुमको रोते हैं
अब मैं अपना सोग-नशीं हूं गंगा जी और जमुना जी
अमरोहे में बान नदी के पास जो लड़का रहता था
अब वो कहाँ है? मैं तो वहीं हूँ गंगा जी और जमुना जी

જ્યારે પણ કોઇ તેમને જન્મદિવસની શુભકામનાઓ આપી ત્યારે તે કહેતા કે, 

क्या कहा आज जन्मदिन है मेरा,
जौन तो यार मर गया कब का

ये जौन की यादें हैं,बाते हैं, ज़िक्र है,ट जौन होना मज़ाक नहीं कमाल है

ये है जब्र इत्तेफ़ाक़ नहीं
जौन होना कोई मज़ाक़ नहीं

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ