બ્રેકિંગ ન્યુઝ
Megha
Last Updated: 12:32 PM, 30 January 2024
ADVERTISEMENT
આજે રાજસ્થાનના ડેપ્યુટી CM દિયા કુમારીનો જન્મદિવસ છે, લોકો સવારથી જ તેમને શુભકામનાઓ આપી રહ્યા છે. આ સાથે જ હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે દિયા કુમારી તલવારબાજી કરી રહ્યા છે. જો કે આ વિડીયોમાં કેટલી સચ્ચાઈ છે તેના વિશે ફેક્ટ ચેક કરવામાં આવ્યું હતું. જેમાં બહાર આવ્યું કે આ વિડીયોમાં તલવારબાજી કરતાં આ મહિલા રાજસ્થાનના ડેપ્યુટી CM દિયા કુમારી નથી.
ADVERTISEMENT
વાત એમ છે કે રાજસ્થાનના ડેપ્યુટી સીએમ દિયા કુમારીના નામે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો અને આ વીડિયોમાં ભગવાન રામને સમર્પિત ગીતો વગાડવામાં આવી રહ્યા છે અને આ દરમિયાન એક મહિલા તલવાર સાથે પોતાના કરતબો બતાવતી જોવા મળે છે. તેને જોવા લોકોની ભીડ જામી છે. આ વિડીયોને જોઇને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મહિલા દિયા કુમારી છે.
“शत्रुदल में मच गई हाहाकार, जब उठाया तीर तलवार”
— Dr. Sudhanshu Trivedi Satire (@Sudanshutrivedi) January 28, 2024
ये राजस्थान की उप मुख्यमंत्री @KumariDiya जी है इनको तलवार ऐसे भांजते हुए लग रहा है मानों कोई राजस्थान की वीरांगना है । अद्भुत है 🔥🙏
pic.twitter.com/AWcNGrUydI
ADVERTISEMENT
આ વાયરલ વીડિયોમાં દેખાતી મહિલા, તેનો પહેરવેશ અને હેરસ્ટાઈલ બિલકુલ દિયા કુમારી જેવી જ દેખાઈ રહી છે અને આ માટે લોકો વિડીયો શેર કરીને કહી રહ્યા હતા કે આ તલવારબાજી રાજસ્થાનના ડેપ્યુટી સીએમ દિયા કુમારી કરી રહ્યા છે. જો કે ફેક્ટ ચેકમાં કઇંક બીજું જ બહાર આવ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સત્ય એ છે કે આ વાયરલ વીડિયો દિયા કુમારીનો નહીં પરંતુ ગુજરાતી મહિલા છે જેનું નામ છે નિકિતાબા રાઠોડ. રિપોર્ટ્સ અનુસાર અનેક મીડિયાએ ગુજરાતી મહિલા નિકિતાબા રાઠોડ સાથે આ વિશે વાત કરી હતી અને વાયરલ વીડિયોનું સત્ય બહાર આવ્યું હતું.
વધુ વાંચો: ગુજરાતમાં બમ્પર ભરતી: GSSSB એ કર્યું મોટું એલાન, 4300 નહીં હવે આટલા પદો પર થશે ભરતી
ADVERTISEMENT
રિપોર્ટ્સ અનુસાર નિકિતાબા રાઠોડે પોતે જ કહ્યું છે કે આ વીડિયો એમનો વિડીયો છે. આ વિશે વાત કરતાં એમને કહ્યું કે “આ વીડિયો 22 જાન્યુઆરીનો છે, જે દિવસે અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. તે દિવસે અમદાવાદના નરોડામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 11 હજાર દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. અહીં દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. ત્યાંના લોકોની વિનંતી પર મેં લગભગ અઢી મિનિટ સુધી મારું કૌશલ્ય બતાવ્યું. હું લગભગ પાંચ વર્ષથી ક્ષત્રિય સમાજના બાળકોને મફતમાં તલવારબાજી કરતાં શીખવી રહી છું."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.