બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / eye boosting exercise ankh roshni tej weak eye sight

હેલ્થ ટિપ્સ / શું આંખે ધૂંધળું દેખાઇ રહ્યું છે? તો રોજ સવારમાં શરૂ કરો આ 3 યોગાસન, મહીનામાં જ સ્પષ્ટ દેખાવાનું શરૂ

Manisha Jogi

Last Updated: 02:26 PM, 18 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગભગ તમામ ઉંમરના લોકો ઈલેક્ટ્રોનિક ગેજેટ સાથે વધુ સમય પસાર કરે છે. જેના કારણે આંખની સમસ્યા થવા લાગે છે. આ યોગાસન કરવાથી તમારી આંખોની રોશની તેજ થશે.

  • ડિજિટલ યુગમાં સ્ક્રીન એક મહત્ત્વપૂર્ણ સાધન બની ગઈ છે
  • જેના કારણે લોકોની આંખોની રોશની પર અસર તઈ રહી છે
  • આ યોગાસનથી આંખોની રોશની તેજ થશે

આજના ડિજિટલ યુગમાં સ્ક્રીન એક મહત્ત્વપૂર્ણ સાધન અને જરૂરિયાત બની ગઈ છે. આંખોનું આરોગ્ય જોખમમાં છે. લગભગ તમામ ઉંમરના લોકો ઈલેક્ટ્રોનિક ગેજેટ સાથે વધુ સમય પસાર કરે છે. જેના કારણે આંખની સમસ્યા થવા લાગે છે. બીજી તરફ ખરાબ લાઈફસ્ટાઈલ, ડાયાબિટીસ અને થાઈરોઈડ જેવી બિમારીના કારણે આંખની રોશની સાથે સંબંધિત સમસ્યા જેમ કે, ડાયાબિટીક રેટિનોપેથી, મેક્યૂલર એડિમા, મોતિયો અને ગ્લૂકોમા થઈ શકે છે. અહીંયા અમે તમને કેટલાક એવા યોગાસન જણાવી રહ્યા છે, જેની મદદથી તમારી આંખોની રોશની તેજ થશે. 

આંખોની રોશની માટે યોગાસન
પાલ્મિંગ

હાથની હથેળીઓ જ્યાં સુધી ગરમ ના થાય ત્યાં સુધી રગડો અને આંખો બંધ કરીને આંખો પર મુકો. તમારી હાથની ગરમીથી આંખોને આપો, જેથી માંસપેશીઓને આરામ મળે છે. 

બ્લિંકિંગ
આંખો પટપટાવવી ખૂબ જ સરળ છે અને લાભદાયી પણ છે. જેનો અભ્યાસ કરવા માટે આંખો ખોલીને આરામથી બેસો. લગભગ 10 વાર ઝડપથી આંખ પટપટાવો. હવે તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો અને 20 સેકન્ડ સુધી આરામ કરીને આંખો બંધ કરી લો. સતત પાંચ વાર આ પ્રકારે કરો. વધુ સમય સુધી સ્ક્રીન સામે જોવાથી તણાવ થાય છે, તે તણાવ દૂર કરવા માટે આંખો પટપટાવવી જોઈએ, જેથી આંખોને રાહત મળે છે. 

આઈ રોટેશન
માથુ હલાવ્યા વગર, આંખો દરેક દિશામાં ફેરવો. 5-10 મિનિટ સુધી ક્લોકવાઈઝ અને ત્યારપછી કાઉન્ટર ક્લોકવાઈઝ તરફ આંખો ફેરવો. આંખો ફેરવવાથી આંખોની માંસપેશીઓ ફ્લેક્સિબલ થાય છે અને લોહીનું પરિભ્રમણ થાય છે. ઉપરાંત આંખોની રોશનીમાં સુધારો થાય છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાંત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ