બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Explain about the blood sample found from Aftab's flat

શ્રદ્ધા મર્ડર કેસ / આફતાબના ફ્લેટમાંથી મળેલા બ્લડ સેમ્પલને લઈ ખુલાસો, ફોરેન્સિક રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ

Priyakant

Last Updated: 08:45 AM, 23 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફોરેન્સિક લેબોરેટરીના રિપોર્ટ મુજબ શ્રદ્ધા વોકરના પિતા પાસેથી લીધેલા લોહીના સેમ્પલ અને ફ્લેટમાંથી લીધેલા સેમ્પલ......

  • દિલ્હીના શ્રદ્ધા હત્યા કેસની તપાસ દરમ્યાન મોટો ખુલાસો 
  • આરોપી આફતાબના ફ્લેટમાંથી મળેલા બ્લડ સેમ્પલ શ્રદ્ધાના જ હોવાનું ખૂલ્યું 
  • બ્લડ સેમ્પલ શ્રદ્ધાના જ હોવાની સેન્ટ્રલ ફોરેન્સિક લેબોરેટરીના રિપોર્ટમાં પુષ્ટિ  

દિલ્હીના શ્રદ્ધા હત્યા કેસની તપાસ ચાલી રહી છે. આ દરમિયાન ફોરેન્સિક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, આરોપી આફતાબ પૂનાવાલાના ફ્લેટમાંથી મળેલા બ્લડ સેમ્પલ શ્રદ્ધાના જ છે. સેન્ટ્રલ ફોરેન્સિક લેબોરેટરીના રિપોર્ટમાં પુષ્ટિ કરવામાં આવી છે કે, ઓક્ટોબરમાં આફતાબ પૂનાવાલાના દક્ષિણ દિલ્હીના ફ્લેટમાંથી મળેલા લોહીના નિશાન તેની ગર્લફ્રેન્ડ શ્રદ્ધાના હતા. આફતાબ પર તેની પ્રેમિકાની હત્યા કર્યા બાદ મૃતદેહના 35 ટુકડા કરવાનો આરોપ છે. ફોરેન્સિક લેબોરેટરીના રિપોર્ટ મુજબ શ્રદ્ધા વોકરના પિતા પાસેથી લીધેલા લોહીના સેમ્પલ અને ફ્લેટમાંથી લીધેલા સેમ્પલ મેચ થયા છે.

મહત્વનું છે કે, શ્રદ્ધાના પિતાના બ્લડ સેમ્પલ સાથે બ્લડ સેમ્પલનું મેચિંગ પોલીસના દાવાને પ્રસ્થાપિત કરે છે કે, કથિત ગુનો છતરપુરમાં ભાડાના ફ્લેટમાં કરવામાં આવ્યો હતો, જ્યાં શ્રદ્ધા અને આફતાબ બંને સાથે રહેતા હતા. 15 ડિસેમ્બરના રોજ પોલીસે જણાવ્યું હતું કે, દક્ષિણ દિલ્હીના જંગલમાંથી મળેલા હાડકાંના ડીએનએ વોકરના પિતાના હાડકા સાથે મેળ ખાય છે, જે 27 વર્ષીય શ્રદ્ધાના મૃત્યુની પુષ્ટિ કરે છે.

નોંધનીય છે કે,  આરોપીઓએ પુરાવા દૂર કરવા માટે ઘરની ઘણી સફાઈ કરી હતી, પરંતુ ફોરેન્સિક નિષ્ણાતોએ લોહીના ડાઘા શોધી કાઢ્યા હતા. લેટેસ્ટ CFSL રિપોર્ટ પુષ્ટિ કરે છે કે, બાથરૂમ, રસોડામાં અને પલંગની નીચે ટાઇલ્સ પર જોવા મળેલા લોહીના ડાઘએ શ્રદ્ધાનું લોહી હતું. પોલીસનો દાવો છે કે, આરોપી પૂનાવાલાએ 18 મેના રોજ ગુસ્સામાં શ્રદ્ધા વોકરની હત્યા કરી હતી અને પછી શરીરના ટુકડા કરી નાખ્યા હતા. આરોપીઓએ મૃતદેહના ટુકડા દક્ષિણ દિલ્હીના જુદા જુદા ભાગોમાં ફેંકી દીધા હતા.

આરોપીએ જામીન અરજી પાછી ખેંચી

શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબ પૂનાવાલાએ સાકેત કોર્ટમાંથી પોતાની જામીન અરજી પાછી ખેંચી લીધી છે. આફતાબના વકીલે આ માહિતી આપી છે. આ તરફ દિલ્હી પોલીસે આરોપી આફતાબની વોટ્સએપ ચેટ અને કોલ ડિટેલ્સ એક્સટ્રેક્ટ કરી છે. પોલીસ હવે આફતાબના અવાજના નમૂના લઈને કેસની તપાસમાં તેનો ઉપયોગ કરવા માંગે છે, જેના માટે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ