બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ex bjp mla son rams his lamborghini into railing on mumbai bridge booked

એક્સિડન્ટ / બાંદ્રા-વર્લી સી લિન્ક પર લેમ્બોર્ગિનીનો અકસ્માત: ભાજપના પૂર્વ ધારાસભ્યનો દિકરો ચલાવી રહ્યો હતો સુપરકાર, કેસ દાખલ

Malay

Last Updated: 09:31 AM, 3 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Accident In Mumbai: ભાજપના પૂર્વ ધારાસભ્યના દિકરાએ ફૂલ સ્પીડમાં લેમ્બોર્ગિની કાર ચલાવી બાંદ્ર-વર્લી સી લિન્ક પર સર્જ્યો અકસ્માત, પોલીસે ફરિયાદ નોંધી હાથ ધરી કાર્યવાહી.

  • પૂર્વ ધારાસભ્યના પુત્રની કરતૂત આવી સામે 
  • બેફામ લેમ્બોર્ગિની કાર ચલાવી સર્જ્યો અકસ્માત
  • બાંદ્રા-વર્લી સી લિન્ક રેલિંગ સાથે અથડાવી કાર

Accident In Mumbai: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં બેફામ ડ્રાઈવિંગ કરવા બદલ ભાજપના પૂર્વ ધારાસભ્યના દિકરા સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, પૂર્વ ધારાસભ્ય નરેન્દ્ર મહેતાના દિકરાએ શનિવારે બાંદ્રા-વર્લી સી લિન્કની રેલિંગ સાથે લેમ્બોર્ગિ કાર અથડાઈ હતી.

ટ્રકની પાછળ ઘૂસી કાર, આર્મી જવાન અને પત્નીનું માથું ધડથી અલગ થઈ ગયું,  ગુજરાતમાં રહે છે પરિવાર | Horrific road accident: The roof of the car  disappeared, the army jawan and his
ફાઈલ ફોટો

સ્ટિંયરિંગ પર કાબૂ ગુમાવતા રેલિંગ સાથે અથડાઈ કાર
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મીરા-ભાયંદરના પૂર્વ ધારાસભ્ય નરેન્દ્ર મહેતાનો પુત્ર  તક્ષીલ સવારે લગભગ 7.30 વાગ્યે વર્લી તરફ જઈ રહ્યો હતો, ત્યારે તેણે તેની લક્ઝરી કાર પરનો કાબૂ ગુમાવતા કાર રેલિંગ સાથે અથડાઈ હતી. અધિકારીએ જણાવ્યું કે, અકસ્માતમાં તક્ષિલનો જમણો હાથ દાઝી ગયો હતો, પરંતુ અન્ય કોઈ પણ વ્યક્તિને ઈજા થઈ નથી.

પોલીસ સ્ટેશન લઈ જવાઈ કાર
અકસ્માત બાદ રોડ ટ્રાફિક જામ ન થાય તે માટે વર્લી પોલીસ (Worli Police) કારને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. અધિકારીએ જણાવ્યું કે, તક્ષિલ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 279 (ફૂલ સ્પીડમાં ડ્રાઇવિંગ) અને 336 (અન્યના જીવન અથવા વ્યક્તિગત સુરક્ષાને જોખમમાં મૂકવી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે

એન્જિનિયર દંપતીનું કારની ટક્કરે મોત
આવો જ એક અકસ્માતનો બનાવ ઝારખંડના ધનબાદમાંથી પણ સામે આવ્યો છે. આ ઘટનામાં BCCLમાં કામ કરતા એક એન્જિનિયર દંપતીનું ફોર્ચ્યુનર કારની ટક્કરથી મોત થયું છે. હાલ ધનબાદ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

ફાઈલ ફોટો

ફોર્ચ્યુનર કારચાલકે મારી ટક્કર
બીસીસીએલમાં સર્વેયર તરીકે કામ કરતા રાણા દાસ અને તેમના પત્ની માનસી દાસનું કારની ટક્કરથી મોત થયું હતું. રાણા દાસના ભાઈએ જણાવ્યું કે, તેમના ભાઈ અને ભાભી તેમના પુત્ર ઋષભને ડૉક્ટર પાસે ગઈ ગયા હતા. તેઓ જ્યારે હોસ્પિટલથી બાઈક પર ઘરે પરત આવી રહ્યા હતા, ત્યારે રસ્તામાં બે ફોર્ચ્યુનર કારના ચાલકો રેસ લગાવી રહ્યા હતા. આ દરમિયાન ફોર્ચ્યુનર કારે (JH 10 CF 0045) બાઇકને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મારાભાઈ અને ભાભીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ