બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Everyone was surprised to see the meal planned in Pramukhswami Nagar

સંચાલન / પ્રમુખસ્વામી નગરમાં જમવાનું આયોજન જોઈને સૌ કોઈ ચકિત, લાખો ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે ગોઠવાઈ ખાસ આ વ્યવસ્થાઓ

Dinesh

Last Updated: 11:30 PM, 19 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણીનો રંગ બરાબર જામ્યો છે, લાખોની સંખ્યામાં અહીં લોકો આવતા હોવા છતાં ભોજન ખુટતું નથી

  • 600 એકર જમીન પર લગભગ 40 કરતાં વધારે ડોમ 
  • 30 જેટલાં પ્રેમવતી પ્રસાદમ સેન્ટર બનાવાયા 
  • સવારે 3 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી રસોડું રહે છે ચાલું 

અમદાવાદમાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણીનો રંગ બરાબર જામ્યો છે. શનિ રવિની રજાઓમાં લાખો લોકોએ પ્રમુખસ્વામી નગરની મુલાકાત લીધી છે. પ્રમુખ સ્વામી નગર અનેક આકર્ષણોથી ભરેલું છે પરંતુ જે સૌને મંત્રમુગ્ધ કરી નાખે છે તે અહીંનું આયોજન અને વ્યવસ્થા છે. આ નગરની મુલાકાતે આવનારા લોકો માટે પ્રેમવતી રેસ્ટોરન્ટ ઊંભુ કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ પ્રકારના નાસ્તાથી લઈને ભોજન સહિતની વસ્તુઓ મળી રહી છે અને કમાલ એ છે કે લાખોની સંખ્યામાં અહીં લોકો આવતા હોવા છતાં ભોજન ખુટતું નથી. 

600 એકર જમીન પર લગભગ 40 કરતાં વધારે ડોમ 
600 એકર જમીન પર લગભગ 40 કરતાં પણ વધારે અલગ અલગ પ્રકારના ડોમ બનાવવામાં આવ્યા છે. જેમાં 30 જેટલાં પ્રેમવતી પ્રસાદમ સેન્ટર બનાવવામાં આવ્યા છે. આ દરેક સેન્ટર મહિલા સંચાલિત છે. અહીં માત્ર મહિલા સ્વયંસેવકો કામ કરે છે. દરેક સેન્ટર પર ગણતરીની મીનીટોમાં લોકોને વસ્તુ મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. પ્રેમવતી પ્રસાદમમાં બે શીફ્ટમાં મહિલાઓ કામ કરી રહી છે. અહીં કેટલીક મહિલાઓ એવી પણ છે જે પોતાની નોકરી પણ છોડીને આવી છે તો સેવાકાર્ય માટે કેટલીક મહિલાઓએ મહિનાઓ સુધી રજા લીધા વિના કામ કર્યું છે.

30 જેટલાં પ્રેમવતી પ્રસાદમ સેન્ટર બનાવાયા 
અહીં રોજના 1 લાખથી વધુ મુલાકાતીઓનો અંદાજ લગાવાઈ રહ્યો છે. ત્યારે આટલા બધા લોકો સુધી ભોજન પહોંચાડવા માટે હાઈફાઈ ટેક્નોલોજીવાળા મશીનથી ભોજન તૈયાર કરવામાં આવે છે જેને કારણે ખૂબ જ ઓછા સમયમાં ભોજન તૈયાર થઈ જાય છે. આ માટે સવારે 3 વાગ્યાથી રસોડું શરૂ થઈ જાય છે, જે રાત્રિના 10 વાગ્યા સુધી ધમધમે છે. બીજી તરફ  પ્રેમવતીમાં જેટલી પણ મહિલાઓ સેવા આપી રહી છે એ માટે એમને શતાબ્દી મહોત્સવ શરૂ થાય એ પહેલાં અંદાજે બે મહિના સુધી આ ક્ષેત્રના વિવિધ નિષ્ણાતોએ ટ્રેનિંગ આપી હતી. આ જ કારણ છે કે અહીં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે છતા પણ સુચારુ રીતે આયોજન થઈ રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ