બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / વડોદરા / Even today the great outrage of the Jain society

શાંત સમુદ્રમાં ત્સુનામી / આજે પણ જૈન સમાજનો મહાઆક્રોશ: જાણો શું છે બે પવિત્ર-પર્વનોનો વિવાદ જેની રક્ષા કાજે લોકો રસ્તા પર ઉતર્યા

Priyakant

Last Updated: 11:56 AM, 2 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગિરીરાજ પર બની રહેલા ગેરકાયદે દબાણો અને મકાનોને અટકાવવાની માગ સાથે રેલી, સમેત શિખરને પર્યટન સ્થળ તરીકે વિક્સવવાનો પણ વિરોધ

  • પાલીતાણામાં મંદિરમાં તોડફોડના વિરોધને લઇ રેલી
  • વડોદરા અને રાજકોટમાં જૈન સમાજે યોજી રેલી
  • સમ્મેદ શિખરની પવિત્રતા સુનિશ્ચિત કરવાનો પણ મહારેલીનો હેતુ
  • ગઈકાલે પણ સમગ્ર દેશમાં જૈન સમાજે યોજી હતી રેલી
  • રેલી યોજીને જૈન સમાજે સરકારને આપ્યું હતું 3 દિવસનું અલ્ટીમેટમ

જૈન સમાજ દ્વારા સમગ્ર દેશ અને રાજ્યના વિવિધ શહેરમાં રેલી યોજવામાં આવી છે. ગઇકાલે અમદાવાદમાં શેત્રુંજય મહાતીર્થની રક્ષા માટે મહારેલી યોજાઈ હતી. ગિરીરાજ પર બની રહેલા ગેરકાયદે દબાણો અને મકાનોને અટકાવવાની માગ સાથે રેલીનું આયોજન કરાયું હતું.અમદાવાદના પાલડી ચાર રસ્તાથી RTO સર્કલ સુધી રેલી યોજવામાં આવી હતી ત્યારે સુરતમાં પણ જૈન સમાજે રેલી કાઢી વિરોધ નોંધાવ્યો. પાલીતાણામાં જૈન મંદિર પર હુમલાના વિરોધમાં આરોપીને સજા આપવાની માગ સાથે રેલીનું આયોજન કરાયું. આ તરફ હવે આજે વડોદરા અને રાજકોટમાં પણ રેલી નિકાળી વિરોધ કરાયો હતો. 

વડોદરામાં જૈન સમાજ દ્વારા મહારેલી યોજાઇ હતી. સમેત શિખરને પર્યટન સ્થળ જાહેર કરાતા વિરોધ કરાયો હોવાનું સામે આવ્યું છે. આજે માંડવી ગેટથી કલેકટર કચેરી સુધી રેલી યોજાઇ હતી. જે બાદમાં હવે યશકલ્યાણવિજય મહારાજનું નિવેદન સામે આવ્યું છે.

યશકલ્યાણવિજય મહારાજે જણાવ્યું હતું કે, સમગ્ર જૈન સમાજમાં આક્રોશ છે, અમારી શાંતિની પરીક્ષા ન કરશો,  શાંત છીએ એનો મતલબ અમે સક્ષમ નથી ? સરકારે અમારી માંગણીઓનો વહેલી તકે ઉકેલ લાવવો જોઈએ. આ સાથે સરકારને 3 દિવસનું અલ્ટીમેટમ આપી માગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારાઈ છે. 

રાજ્કોટમાં પણ આજે જૈન સમાજની મહારેલીનું આયોજન કરાયું હતું. મહત્વનું છે કે, પાલીતાણામાં મંદિરમાં તોડફોડ મુદે વિરોધ કરવામાં આવ્યો છે. આ સાથે સમેત શિખરને પર્યટન સ્થળ તરીકે વિક્સવવાનો પણ વિરોધ થઈ રહ્યો છે.

આજે સવારે 10 વાગ્યે મણિયાર દેરાસરથી જૈન સમાજ દ્વારા  રેલી યોજી કલેકટરને આવેદન પત્ર આપવાની કવાયત શરૂ કરાઇ હતી. આ સાથે 3 દિવસમાં માંગણી નહીં સ્વીકારવા પર જૈન સમાજે ધરણા પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી હતી. 

અમદાવાદમાં જૈન સમાજના લોકો રસ્તા પર
ગુજરાતમાં અમદાવાદ, સુરત, ભાવનગર જેવા વિવિધ મહાનગરોમાં સમસ્ત જૈન સમાજ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં અમદાવાદના પાલડી ચાર રસ્તાથી સવારે 9 વાગ્યે રેલી શરૂ કરવામાં આવી હતી જે 6 કિમી જેટલુ અંતર કાપીને બપોરે RTO સર્કલ કલેક્ટર કચેરીએ પહોંચી હતી જ્યાં જૈન સમાજના  ગુરુઓ અને ગચ્છાધિપતિઓએ વિશાળ મેદનીને સંબોધિત કરવાની સાથે સાથે સરકારને પણ 3 દિવસનું અલ્ટીમેટમ આપી દીધુ હતુ.  

સુરતમાં સમસ્ત જૈન સમાજ દ્વારા મહારેલી યોજાઈ
સુરતમાં જૈન સમાજ દ્વારા મહારેલી આયોજન કરાયું છે. પાલીતાણા જૈન મંદિર પર હુમલાને લઇ રેલીનું આયોજન કરવામાં આવી છે. મંદિરમાં તોડફોડ કરનારાને સજા આપવાની માગ સાથે રેલી યોજાઈ હતી. સુરતના વનિતા આશ્રમથી રેલી યોજાઈ હતી. મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો રેલીમાં જોડાયા હતાં. 

દેશભરમાં સમસ્ત જૈન સમાજ દ્વારા મહારેલી
છેલ્લા ઘણા સમયથી જૈન સમાજ દ્વારા સંમ્મેદ શિખરને પર્યટન સ્થળ જાહેર કરવા અંગે અને ગિરીરાજ શિખર પર તોડફોડ, ગેરકાયદેસર બાંધકામ, દબાણ અને અસામાજિક તત્વોના ત્રાસ સામે રેલીઓ અને આવેદન પત્રો પાઠવવામાં આવી રહ્યાં છે ત્યારે પોતાનો અવાજ સરકાર સુધી પહોંચે તે માટે આજે ગુજરાત સહિત દેશભરમાં સમસ્ત જૈન સમાજ દ્વારા મહા રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ