even mukesh ambani and virat kohli are not among the top most earners of country
આવક /
છેલ્લાં વર્ષમાં માત્ર 3 વ્યક્તિઓએ 500 કરોડથી વધુ કમાણી કરી, યાદીમાં અંબાણીનું નામ નથી
Team VTV07:21 PM, 15 Oct 19
| Updated: 09:11 PM, 15 Oct 19
ભારત વિશ્વમાં અર્થતંત્ર દ્રષ્ટીએ ગતિ કરી રહ્યું છે ત્યારે ભારતમાં ગયા નાણાકીય વર્ષમાં કેટલા વ્યક્તિઓએ કેટલી કમાણી કરી છે તેના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.વિસ્તૃત અહેવાલમાં ઇન્કમ ટેક્સ રીટર્ન માટે અરજી કરાયેલા આંકડા રજુ કરવામાં આવ્યા છે.
ભારતની માથાદીઠ આવક આશરે બે હજાર ડોલર
ભારતના સૌથી ધનિક વ્યક્તિ આ લીસ્ટમાં ટોપ બેન્ડમાં નથી
ત્રણ લોકો જ એવા છે જેમણે પાછલા એક વર્ષમાં 500 કરોડ કે વધુની કમાણી કરી છે
ભારતમાં ખૂબ ઓછા લોકો આવકની દ્રષ્ટિએ સૌથી વધુ કમાણી કરી જાય છે
ભારત દેશમાં આશરે 56 લાખ લોકો 10 લાખ રૂપિયા વાર્ષિક કમાય છે .દેશના નાણા મંત્રાલયના 2018-19 ના ઈનકમ ટેક્સની માહિતી મુજબ એક લાખથી ઓછા લોકો વાર્ષિક એક કરોડથી વધુ કમાય છે.
જેમ જેમ આવકના આંકડાઓમાં ઉપર જતા જઈએ તેમ તેમ કમાણી કરનાર લોકોની સંખ્યા ઘટતી જાય છે. માત્ર 77 લોકો એવા છે જેમને 100 કરોડ રૂપિયા કમાય છે.
ત્રણ લોકો જ એવા છે જેમણે પાછલા એક વર્ષમાં 500 કરોડ કે વધુની કમાણી કરી છે. જોકે અમેરિકામાં 205 લોકો એવા છે જેમણે એક વર્ષમાં 500 કરોડથી વધુની આવક કરી છે. ભારતની માથાદીઠ આવક આશરે બે હજાર ડોલર છે જ્યારે અમેરિકાની માથાદીઠ આવક આશરે 62 હજાર ડોલર છે જે ભારત કરતા 30 ગણું વધારે છે.
જાણીને આશ્ચર્ય થશે કે ભારતના સૌથી ધનિક વ્યક્તિ આ લીસ્ટમાં ટોપ બેન્ડમાં નથી. સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીએ પોતાની આવકને 11 વર્ષ માટે 15 કરોડ નક્કી કરી દીધી છે.
વિરાટ કોહલીએ ગયા વર્ષે 200 કરોડ સુધીની કમાણી કરી
ભારતના સૌથી વધુ વેતન મેળવતો ખેલાડી અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ગયા વર્ષે 200 કરોડ સુધીની કમાણી કરી છે. જ્યારે બોલીવુડ અભિનેતા અક્ષય કુમારે 462 કરોડ રૂપિયા કમાયા હતા.
પરંતુ હવે સવાલ એ થાય છે કે એ કોણ છે જે દેશમાં 500 કરોડથી પણ વધુ કમાય છે. તે રાજ હજુ સુધી અકબંધ છે. દેશમાં ગયા વર્ષે એક કરોડ ચાલીસ લાખ લોકોએ ઇન્કમ ટેક્સ રીટર્ન અઢીથી ત્રણ લાખની આવકમાં ભર્યું છે.