બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:57 PM, 16 February 2024
ADVERTISEMENT
શેરમાર્કેટમાં આજે એસ્કોનેટ ટેકનોલોજીનો IPO ખુલ્યો છે. પહેલા દિવસે જ આ કંપનીનો IPO ફુલ થઈ ગયો છે. આ કંપનીનો IPOને ગ્રે માર્કેટમાં જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. ગ્રે માર્કેટમાં આ કંપનીના શેર 63 ટકાથી વધુ બેનેફિટ સાથે ટ્રેડ કરી રહ્યા છે. આ કંપનીનો IPO 20 ફેબ્રુઆરી સુધી ખુલ્લો રહેશે.
કંપનીના શેર 135 રૂપિયાથી વધુ કિંમતે લિસ્ટ થઈ શકે છે
એસ્કોનેટ ટેકનોલોજીસના IPOની પ્રાઈસ બેન્ડ 80થી 84 રૂપિયા છે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર 53 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે. એસ્કોનેટ ટેકનોલોજીસ કંપનીના શેર 137 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. જે રોકાણકારોને આ કંપનીના શેર એલોટ થશે, તે રોકાણકારોને 63 ટકાથી વધુ રિટર્ન આપી શકે છે. આ કંપનીના શેરનું ફાઈનલ એલોટમેન્ટ 21 ફેબ્રુઆરી 2024ના રોજ થશે અને 23 ફેબ્રુઆરીના રોજ કંપનીના શેર લિસ્ટ થશે.
ADVERTISEMENT
કંપની IPO સબસ્ક્રાઈબ
એસ્કોનેટ ટેકનોલોજીનો IPO પહેલા દિવસે 9.21 ગણો સબસ્ક્રાઈબ થયો છે. કંપનીના IPOમાં રિટઈલ ઈન્વેસ્ટર્સનો કોટા 15.38 ગણો સબસક્રાઈબ થયો છે. નોન ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સનો કોટા 5.40 ગણો સબસક્રાઈબ થયો છે. ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશનલ બાયર્સનો કોટા 1.26 ગણો સબસ્ક્રાઈબ થયો છે. કંપનીના IPOમાં રિટેઈલ ઈન્વેસ્ટર્સ 1 લૉટ માટે રોકાણ કરી શકે છે. IPOના એક લૉટમાં 1,600 શેર છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.