બ્રેકિંગ ન્યુઝ
Chintan Chavda
Last Updated: 09:10 PM, 23 June 2025
બોલિવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન છેલ્લા 5 દશકાથી ફિલ્મો કરી રહ્યો છે. તેને દરેક દશકાનો એક્ટર માનવામાં આવે છે, કારણ કે તેને સમય અનુસાર પોતાનામાં બદલાવ કર્યા છે. આજે સોશિયલ મીડિયાનો સમય છે તો તે પોતે સોશિયલ મીડિયાનો ભાગ છે. અને માત્ર ભાગ નથી પરંતુ આના માધ્યમે પોતાના ફેન્સ સાથે જોડાયેલો રહે છે. ગત રાત્રે અમિતાભે ઘણા ફેન્સ સાથે વાતચીત કરી. આ દરમિયાન અમિતાભ બચ્ચને એક ભૂલ કરી જે તેમણે સ્વીકારી અને માફી પણ માંગી.
ADVERTISEMENT
તાજેતરમાં અમિતાભ બચ્ચને એક્સ પર ફેન્સ સાથે વાતચીત દરમિયાન ઘણા સવાલોના જવાબ આપ્યા. તેને ફોનની કોલર ટ્યુન વિશે પણ વાત કરી જેમાં તેની 40 સેકન્ડની રેકોર્ડીંગ ચાલે છે. ત્યારે પુત્ર અભિષેક બચ્ચનની અપકમિંગ ફિલ્મનું પ્રમોશન પણ કર્યું. સામાન્ય રીતે અમિતાભ પોતાની વાત હિન્દીમાં જ લખવાનું પસંદ કરે છે, તેણે આ દરમિયાન હિન્દીમાં એક જોડણીની ભૂલ કરી. પરંતુ જ્યારે અભિનેતાને આ વાતની ખબર પડી ત્યારે તેને પોતાની ભૂલ સ્વીકારી અને માફી પણ માંગી.
T 5419 - जी हाँ हिज़ूर, मैं भी एक प्रशंसक हूँ 👇🏽👇🏽👇🏽
— Amitabh Bachchan (@SrBachchan) June 22, 2025
तो !!! ???
ADVERTISEMENT
અમિતાભે કોઈ વ્યક્તિ સાથે વાતચીત દરમિયાન લખ્યું, -'જી હા હિઝુર, હું પણ એક પ્રશંસક છું, તો!!!???' અમુક કલાકો પછી, જ્યારે અભિનેતાને ખ્યાલ આવ્યો કે તેને કંઈક ખોટું લખ્યું છે, ત્યારે તેને તરત જ આગલી પોસ્ટમાં પોતાની ભૂલ સુધારી. તેને લખ્યું- 'હુઝુર, હિઝુર નહીં, સોરી ટાઇપો.' આ સિવાય, અમિતાભ તેના પુત્ર અભિષેક બચ્ચનની આગામી ફિલ્મ કાલિધર લાપતાનું પ્રમોશન પણ કરતા જોવા મળ્યો.
ADVERTISEMENT
વધુ વાંચો: VIDEO:અનુપમા સીરીયલનો સેટ ભડભડ સળગ્યો, ભયાનક આગનો વીડિયો સામે આવ્યો
કઈ ફિલ્મોનો હિસ્સો છે અમિતાભ બચ્ચન?
ADVERTISEMENT
અમિતાભ બચ્ચનની વાત કરીએ તો, તે અગાઉ સાઉથ ફિલ્મ વેટ્ટાઈયાનમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ 2024 માં રિલીઝ થઈ હતી. 2024 ની શરૂઆતમાં, તે પૈન ઈન્ડીયામાં બનેલી ફિલ્મ કલ્કી 2898 એડીમાં અશ્વત્થામાની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની એક્શનને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આગામી પ્રોજેક્ટ્સ વિશે વાત કરીએ તો, અહેવાલો અનુસાર, અમિતાભ હવે ફિલ્મ રામાયણ પાર્ટ 1 માં જોવા મળશે. આમાં, તે જટાયુની ભૂમિકા ભજવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.