બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / England vs India 1st ODI LIVE Score: Rohit Sharma, Jasprit Bumrah Shine In India's 10-Wicket Win Over England

વિજયી શરુઆત / બુમરાહ-રોહિતનાં ઘાતક પ્રદર્શનનો ભોગ બન્યાં અંગ્રેજો, પહેલી વનડેમાં ભારતે ઈંગ્લેન્ડને 10 વિકેટથી પછાડ્યું

Hiralal

Last Updated: 03:24 PM, 17 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાનમાં રમાયેલી પહેલી વનડે મેચમાં ઈંગ્લેન્ડને હરાવીને ભારતે વિજયી શરુઆત કરી દીધી છે.

  • ઈંગ્લેન્ડ સામેની પહેલી વનડમાં ભારતનો ભવ્ય વિજય
  • 10 વિકેટથી ઈંગ્લેન્ડને હરાવ્યું 
  • પહેલા બેટિંગ કરીને ઈંગ્લેન્ડે 25 ઓવરમાં 110 રન કર્યાં 
  • જસપ્રીત બુમરાહનો તરખાટ, 6 વિકેટ ઝડપી
  • ઈંગ્લેન્ડને 110 રન પર ઓલઆઉટ કરી દીધું 
  • 48 વર્ષ બાદ ભારતે ઈંગ્લેન્ડને પરાજય આપ્યો

પહેલી વનડેમાં ભારતે ઈંગ્લેન્ડને 10 વિકેટથી પરાજય આપીને શુભ શરુઆત કરી છે. ભારતની ઘાતક બોલિંગને કારણે ઈંગ્લેન્ડ 25 ઓવરમાં 110 રન પર ઓલઆઉટ થઈ ગયું હતું. 

48 વર્ષ બાદ ભારતે ઈંગ્લેન્ડને હરાવ્યું 
ભારતે 48 વર્ષ બાદ ઈંગ્લેન્ડને વનડેમા પરાજય આપ્યો છે. આ પહેલા 1974ની સાલમાં ભારત અંગ્રેજોની સામે પહેલી વનડે મેચ રમ્યું હતું અને તેમાં તેનો વિજય થયો છે.  

3 મેચોની સીરિઝમાં ભારત 1-0થી આગળ
પહેલી વનડેમાં જીતની સાથે ભારત 3 મેચોની સીરિઝમાં 1-0થી આગળ થયું છે. 

ઈંગ્લેન્ડની ટીમ ટોસ જીતીને પહેલા બેટિંગ માટે ઉતરી હતી. પરંતુ ઈંગ્લેન્ડના ક્રિકેટરો જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીની ઘાતક બોલિંગનો શિકાર બન્યા હતા. ઈંગ્લેન્ડની ઓપનિંગ જોડીને સાવ સસ્તામાં આઉટ કરાવી દીધી હતી. એટલું જ નહી પરંતુ જસપ્રીત બુમરાહે સૌથી વધારે 6 વિકેટ ઝડપીને ઈંગ્લેન્ડના ક્રિકેટરોને ચાલવા દીધા નહોતા . આથી ઈંગ્લેન્ડની ટીમે 25 ઓવરમાં ફક્ત 110 રન જ બનાવી શકી હતી. 

રોહિત શર્માએ અડધી સદી, શિખર ધવનના 31 રન
111 રનનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડીયાની ઓપનિંગ જોડીએ પણ તરખાટ મચાવ્યો હતો. કેપ્ટન રોહિત શર્માએ શાનદાર રમત રમીને અડધી સદી ફટકારી હતી અને શિખર ધવને પણ 31 રન ફટકાર્યાં હતા. 

ઈંગ્લેન્ડના ચાર ક્રિકેટર ખાતુ પણ ખોલાવી ન શક્યા 
ભારતીય બોલરો સામે ઈંગ્લેન્ડના 4 ખેલાડીઓને ખાતું ખોલવાનો પણ મોકો આપવામાં ન આવ્યો હતો તેમાં Jason Roy, Joe Root, Liam Livingstone અને Ben Stokes ના દિગ્ગજ ખેલાડીઓના નામ સામેલ છે, સૌથી વધુ રન ઈંગ્લેન્ડના કેપ્ટન Jos Buttler કર્યા હતા, તેને 32 બોલમાં 30 રન કર્યા હતા. 

ભારતીય બોલરોએ તરખાટ મચાવ્યો
જસપ્રિત બુમરાહે આ મેચમાં તબાહી મચાવી હતી, તેણે માત્ર 19 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. જે વન ડે ક્રિકેટમાં તેનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન છે. જસપ્રિત બુમરાહ ઉપરાંત મોહમ્મદ શમીએ 3 અને પ્રસિધ કૃષ્ણાએ એક વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયાની બોલિંગ કેટલી ખતરનાક રહી તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, ઈંગ્લેન્ડના ચાર બેટ્સમેનો ખાતુ ખોલાવી શક્યા નહતા. તે સિવાય ઇંગ્લેન્ડે શરૂઆતની ત્રણ વિકેટ માત્ર 7 રનમાં અને 26ના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.

ટીમ ઈન્ડિયાની બોલિંગ

મોહમ્મદ શમી - 7 ઓવર, 31 રન, 3 વિકેટ
જસપ્રિત બુમરાહ - 7.2 ઓવર, 19 રન, 6 વિકેટ
પ્રસિધ કૃષ્ણા - 5 ઓવર, 26 રન, 1 વિકેટ

બુમરાહના નામે વધુ એક ઉપલબ્ધિ 
ભારત સામેની વન ડેમાં ઈંગ્લેન્ડનો લોએસ્ટ સ્કોર રહ્યો છે. આ પહેલા 2006માં જયપુરમાં રમાયેલી વન ડે મેચમાં ઇંગ્લેન્ડની ટીમ 125ના સ્કોર પર ભારતીય બોલરોના હાથે ઓલ આઉટ થઇ ગઇ હતી. એટલું જ નહીં જસપ્રિત બુમરાહે પણ પોતાના નામે એક ખાસ ઉપલબ્ધિ મેળવી, વનડેમાં તેણે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. બુમરાહે મેચમાં માત્ર 19 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. આ સાથે બુમરાહ ભારત તરફથી વન ડેમાં શ્રેષ્ઠ દેખાવ કરનારો ત્રીજો બોલર બની ગયો છે. આ યાદીમાં સ્ટુઅર્ટ બિન્ની ટોપ પર છે, જેણે મીરપુરમાં બાંગ્લાદેશ સામે માત્ર 4 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. તે જ સમયે, દિગ્ગજ સ્પિનર અને ભૂતપૂર્વ કોચ અનિલ કુંબલેએ વર્ષ 1993 માં કોલકાતામાં વેસ્ટ ઇન્ડીઝ સામે 6 વિકેટ લીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ