બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Employees banned from using mobile phones in Civil Cancer Hospital

જવાબદારી ભૂલ્યા.. / અમદાવાદ કેન્સર હોસ્પિટલનો કડક નિર્ણય, એક હજારથી વધુ કર્મચારીઓ મોબાઈલ નહીં વાપરી શકે, જાણો કેમ

Dinesh

Last Updated: 07:50 PM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાઉસકીપિંગ અને સર્વન્ટ સહિતના વર્ગ-4ના કર્મચારી સતત મોબાઈલ પર વળગેલા રહેતા હોવાથી હોસ્પિટલના ડાયરેક્ટરે આખરે કડક આદેશ જારી કરવા પડ્યા

  • સિવિલ કેન્સર હોસ્પિટલમાં કર્મચારીઓને મોબાઈલ વાપરવા પર પ્રતિબંધ
  • સિવિલ કેન્સર હોસ્પિટલમાં એક હજારથી વધુ કર્મચારીઓ મોબાઈલ નહીં વાપરી શકે
  • 'મોબાઇલ ફોનના ઉપયોગથી કર્મચારી પોતાનું કામ સરખું રીતે કરતા નથી'

 

અમદાવાદમાં સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી આવેલી ધી ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (એમ.પી. શાહ કેન્સર હોસ્પિટલ)ના વર્ગ ચારના તમામ કર્મચારીના મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલમાં કામના સમય દરમિયાન હાઉસકીપિંગ અને સર્વન્ટ મોબાઇલ ફોન ઉપયોગ કરી નહીં શકે તેવો મહત્વપૂર્ણ નિર્ણય ડાયરેક્ટર શશાંક પંડ્યાએ લીધો છે. કર્મચારી  મોબાઇલ ફોનમાં સતત એક્ટિવ હોવાના કારણે તે પોતાનાં કામ પર ઘ્યાન આપી શકતા નથી. જેના કારણે દર્દીને હેરાનગતિ ઊભી થાય છે.  સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કેન્સર હોસ્પિટલ આવેલી છે. જેમાં રાજદીપ એન્ટરપ્રાઇઝ નામની કંપનીને આઉટ સોર્સિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. હોસ્પિટલમાં પીઆરઓથી લઇને હાઉસકીપિંગના એક હજારથી વધુ કર્મચારી રાજદીપ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં નોકરી કરે છે. દર્દીને તમામ પ્રકારની સુવિધા તેમજ તેમનું ઘ્યાન રાખવાની જવાબદારી રાજદીપ એન્ટરપ્રાઇઝના કર્મચારીની હોય છે. કેન્સર હોસ્પિટલમાં વર્ગ ચારના કર્મચારી પોતાનું કામ સરખી રીતે ન કરતા હોવાના અનેક આરોપ ઊઠ્યા છે. હોસ્પિટલમાં નોકરીના સમય દરમિયાન હાઉસકીપિંગના કર્મચારી તેમજ સર્વન્ટ સતત મોબાઇલ ફોન ઉપર વ્યસ્ત રહેતા હોય છે. જેના કારણે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્સર હોસ્પિટલમાં રાજદીપ એન્ટરપ્રાઇઝ કંપનીના નેજા હેઠળ કામ કરતા અંદાજે એક હજારથી વધુ કર્મચારીના મોબાઇલ ફોનના ઉપયોગ પર રોક લગાવી દેવાઇ છે. ડાયરેક્ટરે શશાંક પંડ્યાએ આ આદેશ માત્ર વર્ગ ચારના કર્મચારી માટે જ આપ્યો છે. 

ફોન સ્વિચ ઓફ રાખવાનો નિર્ણય
કેન્સર હોસ્પિટલમાં જ્યારે કર્મચારી નોકરી પર આવે ત્યારે તેમને પોતાનો ફોન સ્વિચ ઓફ કરી દેવાનો રહેશે અથવા તો તેમના ઘરે કે મિત્ર વર્તુળમાં મોબાઇલ આપી દેવાનો રહેશે. જો કોઇ કર્મચારી ચોરી છૂપીથી મોબાઇલ ફોનનો ઉપયોગ કરતો પણ ઝડપાઇ જશે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. હોસ્પિટલમાં અલગ અલગ શિફ્ટમાં કર્મચારી નોકરી પર આવતા હોય છે. જેમાં કેટલાક કર્મચારી પોતાનું કામ સરખી રીતે કરતા નથી. જેના કારણે દર્દીને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. મોબાઈલ પર વાત કરતાં કરતાં કામ કરવાની રાજાશાહીઃ હોસ્પિટલને ક્લીન રાખવાની જવાબદારી પણ રાજદીપ એન્ટરપ્રાઇઝના કર્મચારીઓના શિરે હોય છે. જ્યારે હોસ્પિટલમાં કચરા પોતાં થતાં હોય ત્યારે પણ કર્મચારી મોબાઇલ ફોનમાં વ્યસ્ત હોય છે. મોબાઇલ ફોનના ઉપયોગથી કર્મચારી પોતાનું કામ સરખી રીતે કરતા નથી. જેના કારણે મોબાઇલ ઉપર પ્રતિબંધ મૂકી દેવાયો છે. 

સિવિલ કેમ્પસની તમામ હોસ્પિટલના કર્મચારી મોબાઈલમાં વ્યસ્ત હોય છે
સિવિલ કેમ્પસમાં કેન્સર હોસ્પિટલ સિવાય યુએન મહેતા હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ, ૧૨૦૦ બેડ હોસ્પિટલ, કિડની હોસ્પિટલ સહિતની હોસ્પિટલ આવેલી છે. જેમાં મોટાભાગમાં રાજદીપ એન્ટરપ્રાઇઝનો આઉટ સોર્સિંગનો કોન્ટ્રાક્ટ ચાલે છે. તમામ હોસ્પિટલમાં અંદાજે પાંચ હજારથી વધુ કર્મચારી કામ કરે છે. જે પોતાની ફરજ દરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. જ્યારે પણ સિવિલ કેમ્પસની કોઇ પણ હોસ્પિટલમાં જાઓ ત્યારે કર્મચારી મોબાઇલ ફોનનો ઉપયોગ બેફામ કરે છે. મોબાઇલ ફોનના ઉપયોગ પર રોક લગાવવાની જવાબદારી રાજદીપ એન્ટરપ્રાઇઝના માલિકની હોય છે પરંતુ તે મૂક પ્રેક્ષક બનીને જોતા હોય છે. આ સિવાય વર્ગ ચારના કર્મચારીના ઉપરી સુપરવાઇઝર પણ હોય છે તે પણ મોબાઇલ ઉપયોગ મામલે રોક લગાવી શકતા નથી.

સગાંવહાલાં સ્ટ્રેચરમાં દર્દીને લઈ જતાં હોય ત્યારે કર્મચારી મોબાઈલ પર વળગેલા હોય છે
દર્દીને એક વોર્ડથી બીજા વોર્ડમાં લઇ જવા માટે અથવા તો રિપોર્ટ કે પછી કોઇ પણ મેડિકલ ટ્રીટમેન્ટ કરાવવા માટે સ્ટ્રેચર તમામ હોસ્પિટલમાં હોય છે.   સગાં વહાલાં દર્દીને એક જગ્યાથી બીજી જગ્યા પર સ્ટ્રેચરમાં લઇ જતા હોય છે જેના કારણે દર્દીને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. દર્દીને સ્ટ્રેચર પર લઇ જવાનું કામ કર્મચારીનું હોય છે પરંતુ તે તેમનું કામ સરખી રીતે ન કરતાં સગાં વહાલાંને તે કામ કરવું પડે છે. સગાં વહાલાં સ્ટ્રેચરમાં દર્દીને લઇ જતા હોય છે ત્યારે કર્મચારી બિનધાસ્ત મોબાઇલ ફોન પર વાત કરતા હોય છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ