બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / Emotional moment father meet missing daughter

પુનઃમિલન / એક વર્ષ પહેલા ગુમ થયેલી દીકરી જ્યારે પિતાને મળી તો સર્જાયા હૃદયદ્રાવક દ્રશ્યો

Hiren

Last Updated: 10:23 PM, 14 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે ઘરનું કોઈ સભ્ય અચાનક ગુમ થઈ જાય છે ત્યારે પરિવારજનો પર શું વીતે છે તે કોઈ એમને પૂછો જેમની આઘાતમાં સરી પડેલી પુત્રી એક વર્ષથી ગુમ હતી. પરંતુ જ્યારે પોલીસ અને સેવાભાવી સંસ્થાના પ્રયાસથી એક યુવતીનું પોતાના પરિવાર સાથે મિલન થાય છે ત્યારે તેની ખુશી પરિવાર કરતાં મદદગારને વધારે થતી હશે. આવી જ એક હૃદયસ્પર્શી ઘટનાનું સાક્ષી અમદાવાદનું શાહીબાગ પોલીસ સ્ટેશન બની ગયું છે કે જ્યાં એક પિતા અને પુત્રીનું એક વર્ષે પુનઃમિલન થયું તો સૌની આંખો ભીની થઈ ગઈ.

રેન બસેરાના સંચાલકોએ તેમની મનોદશા-આરોગ્ય સુધાર્યું

આજથી અઢી માસ પહેલા સુશીલા શહેરના મણિનગર વિસ્તારની ફૂટપાથ પર અસ્થિર માનસિક હાલતમાં ભીખ માગતી મળી આવી હતી. સુશીલાને આ હાલતમાં જોઈને રેન બસેરાના સંચાલકો તેને રેન બસેરાના આશ્રયગૃહમાં લઈ આવ્યા હતા. જ્યાં તેમણે સુશીલાને ભોજન અને આરોગ્યની કાળજી લીધી. રેન બસેરાના સંચાલક જિગિષાબેન વ્યાસ અને મેનેજર જગદિશભાઈ મિસ્ત્રીએ સુશીલાને તમામ પ્રકારની મદદ કરીને તેની મનોદશા અને આરોગ્ય સુધારવા જહેમત ઉઠાવી હતી.

છુટાછેડા બાદ આવી ગઇ હતી ડિપ્રેશનમાં અને ઘરેથી નીકળી ગઇ...

સુશીલા મધ્યપ્રદેશના સોહાગપુરની રહેવાસી હતી. તેની ચાર વર્ષની દિકરી પણ છે. એક વર્ષ પહેલા પતિએ છુટાછેડા આપી દીધા હતા આથી સુશીલા ડિપ્રેશનમા આવી ગઈ હતી. તેણી ઘરેથી નીકળી ગઈ હતી. જો કે, તેના પરિવારે પોલીસ સ્ટેશનમા ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ એક વર્ષ સુધી પરિવારજનો કે પોલીસને સુશીલાનો કોઈ પતો મળ્યો ન હતો. આથી પરિવારજનોએ સુશીલા પરત ફરશે તેની આશા છોડી દીધી હતી. પરંતુ આ તરફ સુશીલાની પરિસ્થતીને જોતા શાહીબાગ પોલીસ અને રેન બસેરાના સંચાલકોએ તેની ઓળખ માટે તપાસ શરૂ કરી હતી. તેની બિહારી ભાષાને સમજવા પોલીસે એક બિહારી યુવકનો સંપર્ક કર્યો હતો. તે પછી સુશીલાના પરિવારજનોની ભાળ મળી.

એક વર્ષ બાદ પિતા સાથે પુત્રીનું મિલન થતા સર્જાયા હૃદયદ્રાવક દ્રશ્યો

આ તરફ સુશીલા પરત ફરવાની પરિવારજનોએ આશા છોડી દીધી હતી. પરંતુ એક દિવસ પોલીસનો ફોન આવ્યો કે તેમની પુત્રી જીવિત છે. સમાચાર સાંભળી સુશીલાના પરિવારજનોમાં ખુશી છવાઈ ગઈ. સુશીલના પિતા અને તેના સંબંધી સુશીલાને લેવા માટે અમદાવાદ શાહીબાગ પોલીસ સ્ટેશને લેવા માટે આવ્યા હતા. જ્યાં પોલીસ અને રેનબસેરાના સંચાલકોએ સુશીલાને તેના પરિવારજનોને વિધિવત રીતે સોંપી દીધી. એક વર્ષ બાદ પિતા સાથે તેમની પુત્રીનું મિલન થયું તો હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા. સુશીલાના પિતાને  આનંદની લાગણી વ્યક્ત કરવા શબ્દો મળતા ન હતા. તેઓ મૌન રહીને અંતરથી પોલીસનો આભાર માની રહ્યા હતા. જો કે, સુશીલાના અન્ય એક પરિવારજન પોલીસ અને રેનબસેરાના સંચાલકોનો આભાર માનવાનું રોકી ન શક્યા.

સેવાભાવી સંસ્થા અને પોલીસે કરાવ્યું દીકરીનું મિલન

સેવાભાવી સંસ્થાઓની યોગ્ય સમયની મદદ અને પોલીસના માનવતાવાદી અભિગમના કારણે આજે એક દીકરીનું તેના પરિવાર સાથે મિલન થયું છે. જેટલો આનંદ સુશીલાના પરિવારજનોમાં છે તે કરતાં વિશેષ આનંદ અને સંતોષનો ભાવ અમદાવાદ પોલીસ અને સંસ્થાના હૈયે છલકાઈ રહ્યો છે. એટલે જ તો કહેવાય છે માનવતા એ જીવનનું બીજું નામ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Maninagar ahmedabad gujarat missing daughter daughter found
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ