બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

VTV / મનોરંજન / Elvish yadav: Snake venom case, police arrested 5 people from that rave party

બોલિવૂડ / એલ્વિશ યાદવ પર ગાળિયો કસાયો તે સાપના ઝેરની રેવ પાર્ટી હોય છે શું? આલ્કોહોલમાં એક ટીપું અને ખતરનાક નશો ખેલ શરૂ

Vaidehi

Last Updated: 07:11 PM, 3 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિગ બૉસ OTT 2નાં વિનર એલ્વિશ યાદવ પર આરોપ છે કે તે મિત્રોની સાથે નોઈડામાં રેવ પાર્ટી કરતાં હતાં અને પ્રતિબંધિત સાંપનાં ઝેરનો ઉપયોગ નશા માટે કરતાં હતાં.

  • બિગ બૉસ ott2 વિનર એલ્વિશ યાદવ પર આરોપ
  • નોઈડામાં મિત્રો સાથે રેવ પાર્ટીમાં સાંપનાં ઝેરનો ઉપયોગ કરતાં હોવાનો આરોપ
  • પોલીસે 5 લોકોની ધરપકડ કરી સાથે જ આ સાંપને પણ જપ્ત કર્યાં

બિગ બૉસ ઓટીટીનાં વિનર એલ્વિશ યાદવ પર આરોપ છે કે તે પોતાના સાથીમિત્રોની સાથે નોઈડામાં રેવ પાર્ટી કરતાં હતાં. પાર્ટીમાં પ્રતિબંધિત સાંપનાં ઝેરનો ઉપયોગ પણ કરતાં હતાં. સાંપોની સાથે વીડિયો શૂટ કરતાં હતાં. એલ્વિશ યાદવ પર આ આરોપ પીપલ ફોર એનિમલ સંસ્થાનાં ગૌરવ ગુપ્તાએ લગાડ્યો છે. આ મામલામાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. તેમણે પોતે એલ્વિશ યાદવ સાથે સંકળાયેલા હોવાની વાત કબૂલ કરી છે. પોલીસને તેમની પાસેથી કોબરા સહિત અલગ- અલગ પ્રજાતિનાં 9 સાંપ અને તેમના ઝેર મળી આવ્યાં છે.

રેવ પાર્ટીમાં સાંપનાં ઝેરનું શું કામ?
નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનની રિપોર્ટ અનુસાર દુનિયાભારમાં એવા કેટલાક ડ્રગ્સનું ચલણ વધી રહ્યું છે જે આલ્કોહોલ એડિક્શનને વધારે છે. સાંપનું ઝેર પણ આ કેટેગરીમાં આવે છે. તેમને સાયકોએક્ટિવ કહેવામાં આવે છે. ગામડાથી લઈને શહેર સુધી તેનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક વર્ષો પહેલાં ભારતમાં પણ આવો એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં 28 વર્ષીય એક યુવકે સાંપનું ઝેર પી લીધું હતું. તેની શરૂઆત આલ્કોહોલમાં સાંપનું ઝેર ભેળવવાથી થઈ હતી. પહેલા તેણે દારુ અને ઝેરને મિક્સ કરીને પીવાનું શરૂ કર્યું અને પછી એડિક્શન એટલું વધી ગયું કે તેણે ઝેર જ પી લીધું.

ખાસ સાંપની પ્રજાતિ
જર્નલની રિપોર્ટ અનુસાર આ માટે સાંપની ખાસ પ્રજાતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં નાઝા-નાઝા (કોબરા), ઑફિયોડ્રાયસ વર્નેલિસ ગ્રીન સ્નેક અને બંગેકરસ કેરિલિયુસ ક્રોમન ક્રેત શામેલ છે. મુંબઈ  અને મેંગલૂરુ સહિત દેશનાં અનેક શહેરોમાં સાંપનાં ઝેરનાં એડિક્શનનાં મામલા સામે આવી ગયાં છે.

પોલીસને આરોપીઓ પાસેથી મળ્યાં સાંપ
એલ્વિ યાદવ મામલામાં પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી પણ ખાસ પ્રકારનાં સાંપ મળી આવ્યાં છે. તેમાં 5 કોબરા, એક અજગર, 2 ડબલ સાંપ અને એક રેટ સ્નેક મળી આવ્યાં છે. આ સિવાય 25 ml સાંપનું ઝેર પણ મળી આવ્યું છે. રિપોર્ટ અનુસાર આ ઝેરનો ઉપયોગ રેવ પાર્ટીમાં કરવામાં આવતો હતો.

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ શું હોય છે આ ઝેરમાં ?
સાયન્સ ડાયરેક્ટ રિપોર્ટ અનુસાર સાંપનાં ઝેરમાં એવા કેમિકલ્સ હોય છે જે ખાસ પ્રકારનાં આનંદનો અનુભવ કરાવે છે. શરીરમાં એવી એનર્જી ભરે છે જેની સીધી અસર મગજ પર થાય છે. નશા બાદ ઘણાં કલાકો સુધી તેની અસર રહે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ