બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ભારત / Politics / Elections will be held today on 15 Rajya Sabha seats

Rajya sabha Election 2024 / રાજ્યસભાની 15 બેઠકો પર આજે યોજાશે ચૂંટણી, યુપી-કર્ણાટકમાં કોંગ્રેસને ક્રોસ વોટિંગની શંકા, હિમાચલમાં કોંગ્રેસની જીત નક્કી!

Vishal Khamar

Last Updated: 09:51 AM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં રાજ્યસભાની ચૂંટણી માટે રસપ્રદ મુકાબલો જોવા મળશે. કારણ કે અહીં દરેક સીટ પર સમસ્યા હોવાનું જણાય છે. યુપીમાં 10 સીટો માટે 11 અને કર્ણાટકમાં 4 સીટો માટે 5 ઉમેદવારો મેદાનમાં છે. હિમાચલમાં પણ એક સીટ પર બે ઉમેદવારો છે, પરંતુ અહીં કોંગ્રેસ પાસે સંખ્યાત્મક તાકાત છે. આવી સ્થિતિમાં અહીં સ્પર્ધા કઠિન બને તેવી આશા નથી.

દેશના ત્રણ રાજ્યોમાં રાજ્યસભાની 15 બેઠકો માટે મંગળવારે ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં જે રાજ્યોમાં મતદાન થવાનું છે તેમાં ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 4 અને હિમાચલ પ્રદેશની એક બેઠકનો સમાવેશ થાય છે. યુપી અને કર્ણાટકમાં ક્રોસ વોટિંગની શંકા છે, જ્યારે હિમાચલમાં કોંગ્રેસના ઉમેદવારની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે.

15 રાજ્યોમાં રાજ્યસભાની 56 બેઠકો ખાલી છે. તેમાંથી 12 રાજ્યોની 41 રાજ્યસભા બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન સવારે 9 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. આ પછી સાંજે 5 વાગ્યાથી મતગણતરી શરૂ થશે, જ્યારે રાત્રે પરિણામ આવવાની આશા છે.

ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં રાજ્યસભાની ચૂંટણી માટે રસપ્રદ મુકાબલો જોવા મળશે. કારણ કે અહીં દરેક સીટ પર સમસ્યા હોવાનું જણાય છે. યુપીમાં 10 સીટો માટે 11 અને કર્ણાટકમાં 4 સીટો માટે 5 ઉમેદવારો મેદાનમાં છે. હિમાચલમાં પણ એક સીટ પર બે ઉમેદવારો છે, પરંતુ અહીં કોંગ્રેસ પાસે સંખ્યાત્મક તાકાત છે. આવી સ્થિતિમાં અહીં સ્પર્ધા કઠિન બને તેવી આશા નથી.

File Photo

ક્યાંથી કયા ઉમેદવારો મેદાનમાં છે?

ઉત્તર પ્રદેશ-  આ રાજ્યમાં કુલ 11 ઉમેદવારો છે. ભાજપ તરફથી સુધાંશુ ત્રિવેદી, આરપીએન સિંહ, અમરપાલ મૌર્ય, તેજપાલ સિંહ, નવીન જૈન, સાધના સિંહ, સંગીતા બળવંત અને સંજય સેઠ છે. જ્યારે સમાજવાદી પાર્ટીએ જયા બચ્ચન, આલોક રંજન અને રામજી લાલ સુમનને મેદાનમાં ઉતાર્યા છે.

કર્ણાટક- કર્ણાટકમાં કુલ પાંચ ઉમેદવારો છે. કોંગ્રેસ તરફથી અજય માકન, સૈયદ નાસિર હુસૈન અને જીસી ચંદ્રશેખર મેદાનમાં છે. ભાજપે નારાયણ સા ભાંડગેને જ્યારે જેડીએસે કુપેન્દ્ર રેડ્ડીને મેદાનમાં ઉતાર્યા છે.

હિમાચલ પ્રદેશ- અહીં કુલ 2 ઉમેદવારો છે. કોંગ્રેસે અભિષેક મનુ સિંઘવીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે ભાજપે હર્ષ મહાજનને મેદાનમાં ઉતાર્યા છે.

File Photo

કોને કેટલી બેઠકો મળશે તેનો અંદાજ ક્યાં છે?

યુપીની રાજ્યસભાની 10માંથી 7 બેઠકો પર વિજય લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. અહીં એક ઉમેદવારને જીતવા માટે 37 વોટની જરૂર છે. ભાજપ અને તેના સહયોગી દળો પાસે 288 ધારાસભ્યો છે. આવી સ્થિતિમાં 7 ઉમેદવારો સરળતાથી જીતી શકે છે. આ સાથે જ સમાજવાદી પાર્ટીના 3માંથી 2 ઉમેદવારોની જીત નિશ્ચિત છે. સપાને 108 મતોનું સમર્થન છે. જેમાં કોંગ્રેસના 2 ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે. બીજેપીને તેના 8મા ઉમેદવારની જીત માટે ઓછા વોટ મળી રહ્યા છે અને સપાને તેના ત્રીજા ઉમેદવારને. ત્રીજા ઉમેદવારને જીતાડવા માટે ભાજપને 8 વોટ ઓછા પડી રહ્યા છે. 

કર્ણાટક- કોંગ્રેસ 2 સીટો જીતી શકે છે

224-સીટોવાળી કર્ણાટક વિધાનસભામાં, દરેક ઉમેદવારને 45 પ્રથમ પસંદગીના મતોની જરૂર છે. કોંગ્રેસ પાસે વિધાનસભામાં 134 ધારાસભ્યો છે. આ સિવાય કોંગ્રેસે બે અપક્ષ સહિત વધુ ત્રણ ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. જ્યારે ભાજપ પાસે 66 અને જેડીએસ પાસે 19 ધારાસભ્યો છે. કોંગ્રેસને ત્રણ બેઠકો જીતવાની આશા છે. ચોથી બેઠક માટે રસપ્રદ હરીફાઈ છે. સંખ્યાની દૃષ્ટિએ જોવામાં આવે તો ચોથી બેઠક પર ભાજપને આસાન જીત મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે જેડીએસ ક્રોસ વોટિંગની અપેક્ષા રાખે છે.

હિમાચલ પ્રદેશ- કોંગ્રેસને જીતની પૂરી આશા છે

હિમાચલ પ્રદેશમાં 68 ધારાસભ્યો છે. કોંગ્રેસ પાસે 40 અને ભાજપ પાસે 25 ધારાસભ્યો છે. ચૂંટણી જીતવા માટે, દરેક ઉમેદવારને 35 પ્રથમ પસંદગીના મતોની જરૂર છે. આવી સ્થિતિમાં કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવીની જીતની પૂરી આશા છે. ભાજપે હર્ષ મહાજનને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપને તેના ઉમેદવારને જીતવા માટે વધુ 10 વોટની જરૂર છે. આવી સ્થિતિમાં જો કોંગ્રેસના 10 ધારાસભ્યો ક્રોસ વોટ કરે તો ભાજપના ઉમેદવાર જીતી શકે છે. જો કે કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને વ્હીપ જાહેર કર્યો છે.

File Photo

રાજ્યસભામાં મતદાન કેવી રીતે થાય છે?

રાજ્યસભાની ચૂંટણીમાં તમામ રાજ્યોની વિધાનસભાના ધારાસભ્યો ભાગ લે છે. આમાં વિધાન પરિષદના સભ્યો મતદાન કરતા નથી. રાજ્યસભાની ચૂંટણીમાં મતદાનની એક ફોર્મ્યુલા છે. રાજ્યમાં રાજ્યસભાની ખાલી બેઠકોની સંખ્યામાં 1 ઉમેરવામાં આવે છે. પછી તેને વિધાનસભા બેઠકોની કુલ સંખ્યા વડે ભાગવામાં આવે છે. આમાંથી જે નંબર આવે છે તે પછી તેમાં ઉમેરવામાં આવે છે.

આ રીતે સમજીએ તો યુપીમાં રાજ્યસભાની 10 બેઠકો માટે મતદાન થવાનું છે. જો આમાં 1 ઉમેરવામાં આવે તો તે 11 થાય છે. જો કે યુપીમાં વિધાનસભા સીટોની સંખ્યા 403 છે, પરંતુ હાલમાં 4 સીટો ખાલી છે, તેથી 399 ધારાસભ્યો છે. હવે જો 399 ને 11 વડે ભાગવામાં આવે તો સંખ્યા 36.272 થશે, જે 36 ગણાશે. હવે જો તેમાં 1 ઉમેરવામાં આવે તો સંખ્યા 37 થશે. આ રીતે રાજ્યસભામાં એક સીટ જીતવા માટે 37 ધારાસભ્યોના વોટની જરૂર પડશે.

રાજ્યસભાની ચૂંટણી માટે તમામ ધારાસભ્યો તમામ ઉમેદવારોને મત આપતા નથી. ધારાસભ્ય માત્ર એક જ વાર મતદાન કરી શકે છે. તેઓએ જણાવવું પડશે કે પ્રથમ પસંદગી કોણ છે અને બીજી પસંદગી કોણ છે.

વધુ વાંચોઃ ના EVM, ના ગુપ્ત વોટિંગ... તો કેવી ફોર્મ્યુલાના આધારે યોજાય છે રાજ્યસભાની ચૂંટણી, સમજો અટપટું ગણિત

41માંથી કોને કેટલી બેઠકો મળી?
મતદાન પહેલા જ ચૂંટણી પંચે 41 ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા. જેમાં ભાજપના 20 અને કોંગ્રેસના 6 ઉમેદવારો છે. TMCએ 4 બેઠકો, YSR કોંગ્રેસે 3, RJD અને બીજુ જનતા દળને 2-2 જ્યારે JDU, શિવસેના, NCP અને BRSએ 1-1 બેઠક જીતી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ