બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ફેશન અને સૌંદર્ય / effective home remedies to get rid of a dark neck

બ્યુટી કેર / શું તમે પણ કાળી ગરદનથી પરેશાન છો? તો અપનાવો આ નુસ્ખા, સૌ કોઇ કરશે વખાણ

Bijal Vyas

Last Updated: 06:40 PM, 7 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા લોકો એવા છે જેમણે કાળી ગરદનની સમસ્યાનો સામનો કરવો પડે છે, જેના કારણે શરીરનો એક ભાગ અન્ય ભાગ કરતા અલગ જ પડે છે.

  • મધ દ્વારા પણ કરી શકો છો ગરદન ચોખ્ખી
  • આ રીતે ઘરે જ બનાવો લેમન બ્લીચ 
  • ખીરા અને પપૈયા પણ  કાળાશ દૂર કરવામાં કારગર છે

Effective home remedies: દરેક મહિલાને સુંદર દેખાવુ ગમે છે તેમાં પણ જો કોઇ શરીરનો ભાગ કાળો હોય તો તેના લીધે ખૂબ સંકોચ અનુભવે છે. વિવિધ પ્રકારના કોસ્મેટિકનો ઉપયોગ પણ કરે છે. તેમ છંતા કાળાશ દૂર થતી નથી. ખાસ કરીને ગરદન પરની કાળાશ. આ કાળાશને દૂર કરવા માટે પૈસા ખર્ચવાની જરુર નથી. તમે ઘરમાં રહેલી વસ્તુઓની મદદથી જ આ સમસ્યાનો ઉકેલ કરાવી શકો છો. 

કાળી ગરદનથી છુટકારો કેવી રીતે મેળવી શકાય
ગરદનની કાળાશ જોવામાં ખૂબ જ અજીબ લાગે છે અને ઘણી વખત લોકો તેના કારણે શરમ પણ અનુભવે છે. તેવામાં આજે આપણે તે કાળાશ દૂર કરવાના વિશે વાત કરીએ જેનાથી ગરદન પરની કાળાશ બિલકુલ દૂર થઇ જશે...

1. લેમન બ્લીચ
તમે લેમન બ્લીચ ઘરે જ તૈયાર કરી શકો છે. તે માટે અડધી ચમચી લીંબુનો રસ લો તેમાં એક ચમચી ગુલાબજળ મિક્સ કરીને આખી રાત ગળા પર લગાવીને છોડી દો અને સવારે સારી રીતે ગરદન ધોઇ લો. 

કાળી ગરદનથી પરેશાન છો તો અજમાવો આ ઉપાય, ઝટથી જોવા મળશે અસર | Effective Home  Remedies To Get Rid Of A Dark Neck

2. મધ
બે ચમચી લીંબુનો રસ મધમાં મિક્સ કરી પેસ્ટ બનાવી લો, તેને લગભગ અડધા કલાક માટે ગરદન પર લગાવી રાખો. ત્યાર બાદ ભીના હાથ વડે ગરદન પર મસાજ કરો, પછી તેને પાણીથી ધોઇ લો. ગરદન પરની કાળાશ દૂર થતી જણાશે. 

3.ઓટ

ઓટ સ્ક્રબનો કમાલ જે રીતે ચહેરા પર દેખાય છે. તે જ રીતે ગરદન પર જોવા મળશે, તે માટે 3થી 4 ચમચી ઓટ લો તેને સારી રીતે ક્રશ કરી લો અને સારા રીઝલ્ટ માટે તેમાં બે ટામેટાની પેસ્ટ મિક્સ કરો. હવે આ પેસ્ટને સારી રીતે મિક્સ કરીને ગરદન પર લગાવો. 

4. બેકિંગ સોડા
બેકિંગ સોડાને સાદા પાણીમાં મિક્સ કરીને ગરદન પર લગાવો. 15 મિનિટ સુધી તેને લગાવી રાખ્યા બાદ તેને સાફ કરી લો. આમ કરવાથી પેચી સ્કિન અને હાઇપર પિગ્મેન્ટેશન દૂર થશે. 

5. ખીરા
ખારા કાકળીને છીણી લો, તેમાં ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને 10 મિનિટ સુઘી ગરદન પર લગાવી રાખો. પાણીથી સાફ કરતા પહેલા ગરદન પર મસાજ કરો.  

ખાંડનો આવી રીતનો ઉપયોગ તમારી કાળી ગરદનને ચપટીઓમાં કરી દેશે દૂર । best home  remedy to get rid of dark neck with sugar

6. દહીં
દહીં સ્કિનનો નિખારે અમુક નેચરલ પદ્ધતિઓમાંથી એક છે. એક મોટી ચમચી દહીંમા થોડાથી હળદર મિક્સ પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ બનાવી લો. આ પેસ્ટથી ગરદન પર મસાજ કરો. 

7. કાચા પપૈયા
થોડુ કાચુ પપૈયાના છીણ લો, તેમાં પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ગરદનની કાળા ભાગમાં 20 મિનિટ સુધી મિશ્રણ રાખો, ત્યાર બાદ તેને સાદા પાણીથી ધોઇ લો. 

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ