બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Eating too much broccoli can be harmful to health

આરોગ્ય / ફિટ રહેવા માટે શું તમે પણ ડાયટમાં ખાઇ રહ્યાં છો આ શાકભાજી? તો સાવધાન, થઇ શકે છે નુકસાન

Pooja Khunti

Last Updated: 11:17 AM, 12 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Side Effects Of Eating Broccoli: વજન ઘટાડવાથી લઈને બોડી ડિટોક્સ અને અન્ય ફાયદાઓ માટે બ્રોકોલીનું સેવન કરવાનું કહેવામાં આવે છે. પરતું શું તમે બ્રોકોલીનાં સેવનથી થતાં નુકસાન વિશે જાણો છો.

  • બ્રોકોલીનાં સેવનથી થાઈરોઈડની સમસ્યા થઈ શકે 
  • લોહી પાતળું થઈ શકે છે 
  • બ્રોકોલીનાં સેવનથી આંતરડાની સમસ્યા થઈ શકે 

આજે વજન ઘટાડવા માટે, બોડી ડિટોક્સ કરવા માટે, જરૂરી પોષક તત્વો મેળવવા માટે અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે બ્રોકોલીનું સેવન કરવામાં આવે છે. કેટલાક લોકોનાં ઘરમાં બ્રોકોલીનું સૂપ, સલાડ વગેરે ખાવામાં આવે છે. દરરોજ સ્વસ્થ રહેવા માટે તમે બ્રોકોલીનું સેવન કરતાં હોય તો તેનાથી થતાં નુકસાન વિશે જાણી લો. બ્રોકોલીનાં સતત સેવનથી હોર્મોન્સનાં કાર્ય પર અસર પડે છે. જેના કારણે અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. 

બ્રોકોલીનાં સેવનથી થાઈરોઈડની સમસ્યા થઈ શકે 
બ્રોકોલીનાં સતત સેવનથી થાઈરોઈડની ગ્રંથિ પર અસર પડે છે. બ્રોકોલીમાં ગોઈટ્રોજન નામનું રસાયણ હોય છે. જે થાઈરોઈડ ગ્રંથિની કામગીરીને અસર કરે છે. જેના કારણે શરીરમાં આયોડીનની ઉણપ થાય છે. તેથી થાઈરોઈડ ગ્રંથિ વધવા લાગે છે. 

હાઇપરથાઈરોઈડની સમસ્યા 
બ્રોકોલીમાં થિયોસાઈનેટ્સ હોય છે. જેના કારણે વજન વધવા લાગે છે. આ સાથે શરીરમાં નબળાઈ આવી જાય છે અને વાળ પણ ખરવા લાગે છે. 

ગેસની સમસ્યા 
બ્રોકોલી ખાવાથી ગેસ, પેટ ફૂલવું અને બ્લોટિંગ જેવી સમસ્યાઓ થાય છે. 

વાંચવા જેવું: મોટી મોટી બીમારીઓને છૂમંતર કરી નાંખશે લસણની બે કળી, જાણો કઈ રીતે કરવું જોઈએ સેવન

લોહી પાતળું થઈ શકે છે 
બ્રોકોલીમાં વિટામિન K ની માત્રા હોય છે. જે લોહીને પાતળું કરવામાં મદદ કરે છે. સતત બ્રોકોલીનાં સેવનથી રક્તસ્ત્રાવનું જોખમ વધી શકે છે. 

સ્ટ્રોકનું જોખમ 
કાચી બ્રોકોલીનાં વધુ પડતાં સેવનથી બ્રેઇન હેમરેજ અથવા સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. 

આંતરડાની સમસ્યા 
વધુ પડતાં બ્રોકોલીનાં સેવનથી આંતરડામાં સમસ્યા થઈ શકે છે. બ્રોકોલીમાં ફાયબરનું પ્રમાણ હોય છે. તેથી કબજિયાતની સમસ્યા પણ થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ