બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Consumption of garlic is beneficial for heart and brain

સ્વાસ્થ્ય / મોટી મોટી બીમારીઓને છૂમંતર કરી નાંખશે લસણની બે કળી, જાણો કઈ રીતે કરવું જોઈએ સેવન

Pooja Khunti

Last Updated: 03:51 PM, 11 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Garlic Benefits: લસણ સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે. તેના સેવનથી ફ્લૂ, શરદી, ઉધરસ અને કફ જેવી સમસ્યાઓથી રાહત મળે છે. દરરોજ લસણનું સેવન હ્રદય અને મગજ માટે પણ ફાયદાકારક છે.

  • લસણનું સેવન હ્રદય અને મગજ માટે પણ ફાયદાકારક
  • શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે
  • શિયાળામાં લસણની ચટણી બનાવીને તેનું સેવન કરી શકો

શિયાળામાં બીમારીઓનું જોખમ વધી જાય છે. તેનાથી બચવા માટે દરરોજ લસણની 2 કળીનું સેવન કરવું જોઈએ. લસણ સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે. દરરોજ લસણનું સેવન હ્રદય, મગજ અને સ્નાયુઓનાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. જેના કારણે હ્રદય રોગનું જોખમ ઘટી જાય છે અને ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે. જાણો લસણ ખાવાની રીત વિશે. 

શરીરને ગરમ રાખે 
લસણ તાસીરમાં ગરમ હોય છે. શિયાળામાં તેના સેવનથી શરીર ગરમ રહે છે. લસણમાં ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન અને કોપર જેવા પોષક તત્વો હોય છે. આ સાથે તેમાં વિટામિન C અને B6 પણ હોય છે. લસણ શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. લસણમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે. જેનાથી ઓક્સિડેટિવ તણાવ ઓછું થાય છે.  શિયાળામાં લસણની ચટણી બનાવીને તેનું સેવન કરી શકો. 

હ્રદય રોગ દૂર થશે 
એક શોધ મુજબ કાચું લસણ હ્રદયનાં સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. કાચું લસણ ખાવાથી ધમનીઓમાં અવરોધ દૂર થાય છે. તેમાં એલિસિક જોવા મળે છે.  જે લોહીને પાતળું કરે છે. જેના કારણે હૃદયમાંથી લોહી સરળતાથી વહે છે. લસણનાં સેવનથી કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રહે છે. સવારે ખાલી પેટ એક ગ્લાસ પાણી સાથે કાચા લસણનું સેવન કરવું જોઈએ.  

લસણવાળી ચા 
કાચું લસણ ખાવામાં સમસ્યા થતી હોય તો લસણની ચા બનાવી તેનું સેવન કરી શકાય. તેના માટે એક કપ પાણી લો અને તેમાં એક કળી લસણ છીણીને ઉમેરો. ત્યારબાદ અલધી ચમચી તજ પાવડર ઉમેરો. હવે તેને 2 થી 3 મિનિટ સુધી ઉકળવા દો. તેમાં એક નાની ચમચી મધ અને અળધી ચમચી લીંબુ પાણી ઉમેરી તેનું સેવન કરી શકો. 

વાંચવા જેવું: તમારા ફ્રિજમાં પણ પ્લાસ્ટિકની બોટલમાં પાણી હોય તો ફેંકી દેજો! નહીંતર પાછળથી પસ્તાશો

લસણની ચટણી 
લસણની ચટણી ખુબજ સ્વાદિષ્ટ હોય છે. તેના સેવનથી ફ્લૂ, શરદી, ઉધરસ અને કફ જેવી સમસ્યાઓથી રાહત મળે છે. લસણની ચટણી બનાવવા માટે લાલ મરચું, લસણ, નમક, ધાણાભાજી અને  દહીં એક સાથે પીસી લો. હવે એક કઢાઈમાં રાઈનું તેલ ઉમેરી તેને ગરમ થવા દો. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં જીરું ઉમેરી ચટણી મિક્સ કરી લો. હવે તેને સરખી રીતે પાકવા દો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ