બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Drinking water in plastic bottles is harmful to health

હેલ્થ એલર્ટ! / તમારા ફ્રિજમાં પણ પ્લાસ્ટિકની બોટલમાં પાણી હોય તો ફેંકી દેજો! નહીંતર પાછળથી પસ્તાશો

Pooja Khunti

Last Updated: 12:26 PM, 10 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Water In Plastic Bottle: પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ વારંવાર ન કરવો જોઈએ. તેની જગ્યાએ રિસાયકલ કરી શકાય તેવી અથવા સ્ટીલની બોટલનો ઉપયોગ કરવો જોઈએ.

  • પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક
  • નેનોપ્લાસ્ટિક્સથી થતી સમસ્યાઓ
  • ઘરમાં રહેલા સ્વચ્છ પાણીને પીવાનું પ્રાધાન્ય આપો 

પ્લાસ્ટિકની બોટલોમાં પાણી પીવાવાળા લોકો માટે એક ચોંકાવનારા સમાચાર છે. કોલંબિયા યુનિવર્સિટી અને રુટગર્સ યુનિવર્સિટીના સંશોધકોએ એક નવા અભ્યાસમાં ખુલાસો કર્યો છે કે એક લિટર બોટલના પાણીમાં સરેરાશ 240,000 જેટલા નાના પ્લાસ્ટિકના ટુકડા જોવા મળે છે. આ સંખ્યા અગાઉના અંદાજ કરતાં 10 થી 100 ગણી વધુ છે. જે ચિંતાનું સૌથી મોટું કારણ છે. પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. 

અભ્યાસ  
આ પહેલા કરવામાં આવેલ અભ્યાસો મુખ્યત્વે મોટા કદના માઇક્રોપ્લાસ્ટિક્સ પર આધારિત હતા, પરંતુ આ નવો અભ્યાસ નેનોપ્લાસ્ટિક્સ પર આધારિત છે. નેનોપ્લાસ્ટિક્સ વાળના વ્યાસ જેટલું નાનું હોય છે અને માઇક્રોપ્લાસ્ટિક્સના ભંગાણથી બને છે. સંશોધકોનું કહેવું એવું છે કે તેમણે તેમના અભ્યાસમાં પહેલા થયેલા અભ્યાસ કરતાં પણ બે થી ત્રણ ગણા વધુ નેનોપ્લાસ્ટિક્સ શોધ્યા છે.

નેનોપ્લાસ્ટિક્સથી થતી સમસ્યાઓ
આટલા નાના કદના નેનોપ્લાસ્ટિક સરળતાથી માણસનાં શરીરમાં જઈ લોહીના પ્રવાહમાં પ્રવેશી શકે છે. જેના કારણે બળતરા, ઓક્સિડેટીવ તણાવ, કોષ અને શરીરનાં અંગોને નુકસાન સહિત અનેક સ્વાસ્થ્યનાં જોખમો વધી જાય છે. નેનોપ્લાસ્ટિક્સ હાનિકારક રસાયણો પણ વહન કરી શકે છે. જે આરોગ્યના જોખમોને વધારી શકે છે.

વાંચવા જેવું: આ લાલ શાકના જ્યુસથી વધશે ચહેરાની ચમક, પેટ રહેશે સાફ અને પથરીનો ખતરો થશે ઓછો

નેનોપ્લાસ્ટિકનું સ્તર ખૂબ ઊંચું છે
સંશોધકોએ અમેરિકામાં પ્લાસ્ટિકની બોટલમાં પાણી વેચતી ત્રણ લોકપ્રિય બ્રાન્ડ્સનું પરીક્ષણ કર્યું (તેઓએ બ્રાન્ડ્સના નામ જાહેર કર્યા નથી) હતું. આ સાથે 100 નેનોમીટર કદ સુધીના પ્લાસ્ટિકના કણોનું વિશ્લેષણ પણ કર્યું હતું. અભ્યાસમાં જાણવા મળ્યું કે આ બોટલોમાં નેનોપ્લાસ્ટિકનું સ્તર ઘણું ઊંચું હોય છે. આ અભ્યાસ પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાથી થતાં જોખમો વિશેની તમારી સમજણમાં વધારો કરશે. આ સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો કેટલો મહત્વપૂર્ણ છે તેના પર પણ ભાર મૂકે છે.

શું કરવું અને શું ન કરવું?
શ્રેષ્ઠ વિકલ્પ એ છે કે પ્લાસ્ટિકની બોટલના પાણીને બદલે ઘરમાં રહેલા સ્વચ્છ પાણીને પીવાનું પ્રાધાન્ય આપવું જોઈએ. આ સાથે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ વારંવાર ન કરવો જોઈએ. તેની જગ્યાએ રિસાયકલ કરી શકાય તેવી અથવા સ્ટીલની બોટલનો ઉપયોગ કરવો જોઈએ. પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાથી સ્વાસ્થ્યનાં રક્ષણ સાથે પર્યાવરણનું રક્ષણ પણ થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ