બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / The juice of this red vegetable will increase the glow of the face
Last Updated: 05:18 PM, 9 January 2024
ADVERTISEMENT
બીટ એક એવું શાકભાજી છે જેનું તમે જ્યુસ, શાક, પરોઠા અને સલાડ બનાવી સેવન કરી શકો છો. બીટમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ અને ફાયબર જેવા પોષક તત્વો હોય છે. આ શાકભાજી વિટામિન અને મિનરલ્સથી ભરપૂર હોય છે.

ADVERTISEMENT
કિડની સ્ટોન
બીટનાં સેવનથી કિડની સ્ટોનનું જોખમ ઓછું થાય છે. આ સાથે તે પાચન શક્તિ માટે પણ સારું છે. તમને પેટથી લગતી કોઈ સમસ્યા હોય તો શિયાળામાં બીટ જ્યુસનું સેવન શરૂ કરી દેવું જોઈએ.

ADVERTISEMENT
વજન ઘટાડવામાં ફાયદાકારક
બીટની અંદર વજન ઘટાડવા માટે અનુકૂળ ફાઇબર્સ હોય છે. જેમાં ખૂબ જ ઓછી કેલરી હોય છે. શિયાળામાં વજન ઘટાડવા માટે બીટ જ્યુસનું સેવન કરવું જોઈએ.
.jpg)
ADVERTISEMENT
વાંચવા જેવું: શિયાળામાં વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, કસરત કરતાં સમયે ક્યારેય ન કરવી જોઈએ આવી ભૂલો
ત્વચા માટે ફાયદાકારક
બીટને બ્યુટી ફૂડ તરીકે ઓળખવામાં આવે છે. તેને ખાવાથી ચહેરા પર અદભૂત ગ્લો આવે છે. તેમાં રહેલા પોષક તત્વો શરીરમાં જમા થયેલા ઝેરી તત્વોને બહાર કાઢીને તમારી ત્વચાને અંદર અને બહારથી નિખારવાનું કામ કરે છે.
ADVERTISEMENT
વાળ માટે ગુણકારી
બીટનાં સેવનથી વાળની ચમક વધે છે. તેની અંદર રહેલા વિટામિન A, મિનરલ્સ અને કેલ્શિયમ તમારા વાળનાં ગ્રોથને સુધારવામાં મદદરૂપ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.