બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ભારત / Easy to say One Nation One election but the process is not easy, know all questions answer in one click

One Nation One election / 'એક દેશ, એક ચૂંટણી' બોલવું સરળ, પરંતુ પ્રક્રિયા કંઇ આસાન નથી, જાણો તમામ પ્રશ્નોનો જવાબ એક ક્લિકમાં

Megha

Last Updated: 12:17 PM, 29 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષે વન નેશન વન ઈલેક્શનના મુદ્દાની તપાસ માટે રચાયેલી સમિતિ સમક્ષ પોતાનું સૂચન રજૂ કર્યું છે અને કહ્યું છે કે આ માટે બંધારણમાં સુધારો કરવો જરૂરી બનશે.

  • દેશમાં વન નેશન, વન ઇલેક્શન થવું કેટલું સરળ અને કેટલું મુશ્કેલ છે?
  • બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ સમિતિ સમક્ષ પોતાનું સૂચન રજૂ કર્યું છે. 
  • BCIનું કહેવું છે કે આ માટે બંધારણમાં સુધારો કરવામાં આવે તે જરૂરી છે.

વન નેશન, વન ઇલેક્શન એટલે કે એક દેશ, એક ચૂંટણીનો અર્થ એ છે કે દેશમાં અલગ અલગ સમયે નહીં પરંતુ તમામ ચૂંટણીઓ એક સાથે થવી જોઈએ. હાલ તેના પર કાયદા પંચની તૈયારીઓ ચાલી રહી છે. આ એક એવો પ્રસ્તાવ છે જેમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવવાનું સૂચન કરવામાં આવ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે અનેકવાર એક દેશ, એક ચૂંટણી તરફ બોલતા જોવા મળ્યા છે.  

Preparations for 'One Nation One Election' started in the country

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષે વન નેશન વન ઈલેક્શનના મુદ્દાની તપાસ કરવા અને તેના પર ભલામણો કરવા માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિ સમક્ષ પોતાનું સૂચન રજૂ કર્યું છે અને કહ્યું છે કે આ માટે બંધારણમાં સુધારો કરવો જરૂરી બનશે. BCI એટલે કે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ મનન કુમાર મિશ્રાએ વન નેશન વન ઈલેક્શન માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિને વિગતવાર ભલામણો મોકલી છે. એવું કહેવામાં આવ્યું છે કે આ માટે બંધારણમાં સુધારો કરવામાં આવે તે જરૂરી છે.

હવે જો આ પ્રસ્તાવનો અમલ થશે તો દેશભરમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી દર પાંચ વર્ષે માત્ર એક જ વાર યોજાશે. પણ સવાલ એ થાય છે કે આ બધું કેવી રીતે થશે? આવું થવું કેટલું સરળ અને કેટલું મુશ્કેલ છે?

કેટલા EVM મશીનોની જરૂર પડશે?
2024 અને 2029માં એકસાથે ચૂંટણી યોજાય તો ચૂંટણી પંચે કાયદા પંચને મશીનોની સંખ્યા અંગે જાણ કરી છે. અંહિયા મહત્વનું છે કે વોટિંગ મશીનમાં ત્રણ ભાગો હોય છે, જેમાં કંટ્રોલ યુનિટ, બેલેટ યુનિટ અને VVPATનો સમાવેશ થાય છે. 2024 સુધીમાં વધુ 11.49 લાખ કંટ્રોલ યુનિટ, 15.97 લાખ બેલેટ યુનિટ અને 12.37 લાખ VVPATની જરૂર પડશે અને આ બધા માટે 5200 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ સાથે જ વન નેશન વન ઈલેક્શન  માટે 2029માં ECIને 53.76 લાખ બેલેટ યુનિટ, 38.67 લાખ કંટ્રોલ યુનિટ અને 41.65 લાખ VVPATની જરૂર પડશે. તેનું મુખ્ય કારણ મતદાન મથકો અને મતદારોની વધતી સંખ્યા છે.

For the Election Commission, 'one nation one election' in 2024 is challenging, demanding more time

આ માટે બંધારણમાં સુધારો કરવો જરૂરી બનશે
એવું કહેવામાં આવ્યું છે કે આ માટે વિધાનસભાનો કાર્યકાળ લોકસભાના કાર્યકાળની સમકક્ષ નક્કી કરવો પડશે. આ માટે કલમ 83, 85, 172, 174 અને 356માં ફેરફાર કરવા પડશે. ચૂંટણી પંચની સત્તા વધારવી પડશે. આ ઉપરાંત જનપ્રતિનિધિત્વ કાયદામાં પણ ફેરફાર કરવો પડશે. આ માટે સમાન મતદાન સમયપત્રક, એકસમાન પ્રચારનો સમયગાળો અને ખર્ચ મર્યાદા નક્કી કરવાની રહેશે.

આ સાથે જ વન નેશન, વન ઇલેક્શન એટલે વધુ જાગૃતિ, વધુ મતદાન અને મજબૂત લોકશાહી. તેથી, જનતાને જણાવવું પડશે કે આ પરિવર્તન શા માટે જરૂરી છે અને તેનાથી તેમને કેટલો ફાયદો થશે. ઉપરાંત ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજવા માટે રાજકીય ભંડોળ અને ચૂંટણી નાણા કાયદામાં મોટા સુધારાની જરૂર છે. રાજકીય ભંડોળ અને ખર્ચને અંકુશમાં રાખવા માટે પારદર્શક પ્રણાલી લાગુ કરવી પડશે.

Why should all the elections in the country be held at once? Where in the world is the rule of one country one election...

ચૂંટણી પંચ શેનાથી ચિંતિત છે
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચ વૈશ્વિક સ્તરે સેમિકન્ડક્ટર અને ચિપ્સની અછતથી ચિંતિત છે. સાથે જ કાયદા પંચ સાથેની બેઠકમાં ECIએ પણ આ મુદ્દો ઉઠાવ્યો છે. મુખ્યત્વે EVM અને VVPAT એટલે કે વેરીફાઈબલ, પેપર ઓડિટ ટ્રેઈલ મશીનોમાં વપરાય છે. હવે ખાસ વાત એ છે કે 2024માં થનારીલોકસભા ચૂંટણીમાટે ECને લગભગ 4 લાખ મશીનની જરૂર છે. મશીનોની વર્તમાન જરૂરિયાતમાં વિધાનસભાની ચૂંટણીનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

આ પહેલા પણ ચૂંટણી પંચે સંસદની સ્થાયી સમિતિ સમક્ષ સેમિકન્ડક્ટરની અછતનો ઉલ્લેખ કર્યો છે. અહેવાલ મુજબ, ECI ઉત્પાદન વધારવા માટે ખાનગી ઉત્પાદકો પાસે મશીનો બનાવવાની વિરુદ્ધ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પંચને આશંકા છે કે લોકોનો વિશ્વાસ અને ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા પર નોંધપાત્ર અસર થશે.

વધુ વાંચો: અંતે છેલ્લાં 20 વર્ષથી ચાલતો વિવાદ પર પૂર્ણ! 2024ની ચૂંટણી પહેલાં ભાજપની કઇ રણનીતિ અહીં કામ કરી ગઇ?

શું છે વન નેશન-વન ઈલેક્શન
વન નેશન-વન ઈલેક્શન એટલે દેશમાં લોકસભા અને વિધાનસભા, રાજ્યસભાની ચૂંટણીઓ એકીસાથે યોજવી, હાલમાં પાંચ વર્ષ પૂરા થયા બાદ લોકસભા અને  વિધાનસભાની ચૂંટણીઓ કરાય છે પરંતુ એક જ સમયે આખા દેશમાં ચૂંટણીઓ થાય તો ઘણો બધો ખર્ચ બચી જાય તેથી સરકાર વિશેષ સત્રમાં વન નેશન, વન ઈલેક્શનની વેતરણમાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ