બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / Early morning earthquake tremors in Bageshwar, Uttarakhand

BIG NEWS / સવાર-સવારમાં ભૂકંપથી ઉત્તરાખંડના બાગેશ્વરની ધરા ધ્રુજી ઉઠી, રિક્ટર સ્કેલ નોંધાઇ 2.5ની તીવ્રતા

Priyakant

Last Updated: 07:35 AM, 20 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાના અનેક દેશોમાં ભૂકંપના આંચકા વચ્ચે આજે સવારે ઉત્તરાખંડના બાગેશ્વરમાં અનુભવાયા ભૂકંપના આંચકા

  • સોમવારની સવારે ઉત્તરાખંડના બાગેશ્વરમાં ભૂકંપના આંચકા 
  • વહેલી સવારે 4.49 કલાકે આવ્યો ભૂકંપ 
  • ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.5 હતી

સોમવારની સવારે ઉત્તરાખંડના બાગેશ્વરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ આ ભૂકંપ સવારે 4.49 કલાકે આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.5 હતી. આવી સ્થિતિમાં ભૂકંપના આંચકા ખૂબ જ ઓછી તીવ્રતાના હતા.

નોંધનીય છે કે, આ પહેલા 19 ફેબ્રુઆરીએ બપોરે 1 વાગ્યાની આસપાસ મધ્યપ્રદેશના ઈન્દોરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 3.0 હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર 10 કિલોમીટર અંદર હતું. અરુણાચલના તવાંગમાં 19 ફેબ્રુઆરીની મધરાતે 12 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ગઈકાલે ગુજરાતમાં પણ અનુભવાયા હતા ભૂકંપના આંચકા 
ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે, ત્યારે ગઈકાલે એટલે કે રવિવારે ફરી સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી હતી.  ગઈકાલે સવારે 11.54 કલાકે અમરેલી જિલ્લાની ધરા ધ્રુજી ઉઠી હતી. અમરેલી પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આજે સવારે આવેલા ભૂકંપ આંચકો મિતિયાળાની સાથે ખાંભા ગીર પંથકમાં પણ અનુભવાયો હતો. ખાંભા ગીરના ભાડ, નાનુંડી, નાના વિસાવદર, વાંકિયા ગામમાં ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. જોકે, ભૂકંપની તીવ્રતા વધુ ન હોવાથી કોઇ જાનહાની કે નુકસાન થવાની શક્યતા નથી.

તુર્કીયેમાં ગઈકાલે જ આવ્યો હતો ભૂકંપ 
તુર્કીયેની ધરતી ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકાથી ધ્રૂજી ઉઠી હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 માપવામાં આવી હતી. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC)ના જણાવ્યા મુજબ ભૂકંપનું કેન્દ્રબિન્દુ 10 કિલોમીટર (6.21 માઇલ)ની ઊંડાઈએ હતું. જોકે આ ભૂકંપના આંચકા પછી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. તુર્કીયે અને સીરિયામાં 6 ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. બંને દેશોમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 46 હજારને વટાવી ગયો છે.

ભારતમાં એવા સમયે ભૂકંપના આંચકા અનુભવાયા જ્યારે તુર્કીયે અને સીરિયામાં તબાહી ચાલી રહી છે. બંને દેશોમાં અત્યાર સુધીમાં 46000 લોકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, અત્યાર સુધીમાં 264,000 એપાર્ટમેન્ટ ધ્વસ્ત થઈ ચૂક્યા છે અને ઘણા લોકો હજુ પણ લાપતા છે. આવી સ્થિતિમાં મૃત્યુનો આ આંકડો વધુ વધવાની આશંકા છે.

તુર્કીયેના ડિઝાસ્ટર અને ઈમરજન્સી મેનેજમેન્ટ ઓથોરિટીના વડા યુનુસ સેઝરે જણાવ્યું કે, રવિવારે રાત્રે શોધ અને બચાવના પ્રયાસો મોટાભાગે પૂરા થઈ ગયા હતા. હવે લોકોને જીવતા શોધવાની શક્યતાઓ ઘણી ઓછી છે. ભૂકંપથી તુર્કીયેમાં મૃત્યુઆંક 40,402 છે, જ્યારે પડોશી સીરિયામાં 5,800 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ