બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dwarka Kalyanpur rescued an innocent angel trapped in a borewell.

BREAKING / નવા વર્ષે દુ:ખદ સમાચાર! બોરમાંથી બહાર કાઢવામાં આવેલી એન્જલને તબીબે મૃત જાહેર કરી, 9 કલાક ચાલ્યું રેસ્ક્યૂ

Dinesh

Last Updated: 11:27 PM, 1 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

dwarka news: દ્વારકાના કલ્યાણપુરમાં રાણ ગામે બોરવેલમાં ફસાયેલી માસૂમ એન્જલને બહાર કઢાઇ, બહાર કાઢવામાં આવેલી એન્જલને તબીબે મૃત જાહેર કરી

  • બોરમાંથી બહાર કાઢવામાં આવેલી એન્જલને તબીબે મૃત જાહેર  કરી
  • 9 કલાકના રેસ્ક્યૂ બાદ એન્જલને બહાર કાઢવામાં આવી હતી
  • બોરવેલમાં ફસાયેલી એન્જલને બહાર કાઢતા લાગ્યો હતો 9 કલાકનો સમય

બોરમાંથી બહાર કાઢવામાં આવેલી એન્જલને તબીબે મૃત જાહેર કરી છે. ખંભાળિયા હોસ્પિટલ ખાતે બાળકીને મૃત જાહેર કરવામાં આવી છે. અત્રે જણાવીએ કે, 9 કલાકના રેસ્ક્યૂ બાદ એન્જલને બહાર કાઢવામાં આવી હતી. NDRF,SDRF તેમજ ફાયર ફાઇટર સહિત પોલીસ અને ડૉક્ટરની ટીમ ખડેપગે રહી રેસ્કૂય ઓપરેશન હાથ ધર્યું હતું. 9 કલાકના જંગ બાદ એન્જલ જિંદગીનો જંગ હારી છે.
 

એન્જલને બહાર કઢાઇ 
કલ્યાણપુરના રાણ ગામમાં બોરવેલમાં ફસાયેલી માસૂમ એન્જલને બહાર કઢાઇ હતી. વડોદરાથી NDRFની ટીમ ઘટના સ્થળ પહોંચીને રેસ્કૂય ઓપરેશન હાથ ધર્યું હતું. બોરવેલ પાસે હિટાચી મશીન મારફતે ખોદકામ કરવામાં આવ્યું હતું. ઘટના સ્થળ પર 108ની ટીમ તૈનાથ કરાઈ હતી. સાથે જ આર્મીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી. 

વાંચવા જેવું: સરકારી પરીક્ષાની તૈયારી કરનારા ઉમેદવારો આનંદો! ગૌણ સેવાએ ભરતી કરી જાહેર, આ તારીખ સુધી કરી શકશો અરજી

ધારાસભ્ય પબુભા માણેક ઘટના સ્થળે પહોંચ્યા હતા
બાળકીને બહાર કાઢવા માટે JCB મશીન મારફતે બોરવેલની નજીક બીજો ખાડો ખોદવામા આવ્યું હતું. સ્થળ પર ધારાસભ્ય પબુભા માણેક, કલેક્ટર અશોક શર્મા, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય સહિત ઉચ્ચ અધિકારીઓ અને નિષ્ણાતોની ટીમો હાજર રહી હતી. 

બોરવેલથી મોત ઘટના

  • 2018માં ગુજરાતમાં 15 બાળકોના મોત
  • 2019માં ગુજરાતમાં 10 બાળકોના મોત
  • 2020માં ગુજરાતમાં 5 બાળકોના મોત
  • 2021માં ગુજરાતમાં એક પણ બનાવ બન્યો નથી
  • 2023માં તાજેતરમાં જામનગરમાં બનાવ બન્યો હતો તેમાં 1નું મોત

જાણીએ સુપ્રિમ કોર્ટની ગાઈડલાઇન
બોરવેલ અકસ્માતને રોકવા માટે સુપ્રિમ કોર્ટની ગાઈડલાઇન જાણીએ તો બોરવેલની બનાવવાનો હોય ત્યારે તે સબંધિત કચેરીમાં નોંધણી કરાવવી જોઈએ. બોરવેલ ખોદવામાં આવી રહ્યો છે ત્યાં સાઈન બોર્ડ લગાવવું જરૂરી છે.  સાઈન બોર્ડ પર ટ્યુબવેલ ખોદતી અથવા પુનઃસ્થાપિત કરતી એજન્સીનું સંપૂર્ણ સરનામું અને બોરવેલના માલિક અથવા તેનો ઉપયોગ કરતી એજન્સીની વિગતો હોવી જોઈએ. બોરવેલના બનાવ્યા બાદ તેના કેસીંગ પાઇપની આસપાસ સિમેન્ટ/કોંક્રીટનું પ્લેટફોર્મ બનાવવામાં આવે છે. જ્યાં ઊંચાઈ 0.30 મીટર હોવી જોઈએ. પ્લેટફોર્મ જમીનમાં 0.30 મીટર ઊંડું બનાવવાનું રહેશે. કેસીંગ પાઈપના મુખ પર સ્ટીલ પ્લેટને વેલ્ડિંગ કરવી જોઈએ અથવા તેને નટ-બોલ્ટ વડે ફીટ કરવું. આ વ્યવસ્થાનો હેતુ બાળકોને ટ્યુબવેલના ખુલ્લા મોંને કારણે પડી જવાના જોખમથી બચાવવાનો છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ