narmda news : સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે, 2 લાખ 61 હજાર ક્યૂસેક પાણીની આવક થતાં ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે
નર્મદાના સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો
પાણીની આવકને લઈ નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ
વડોદરા, ભરૂચ અને નર્મદાના કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Narmada News : મધ્યપ્રદેશ સહિત ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નર્મદાના સરદાર સરોવર ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જો કે, ડેમમાં પાણીની આવક વધતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ કરાયા છે. વડોદરા, ભરૂચ અને નર્મદાના કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા છે.
ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા
સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે. 2 લાખ 61 હજાર ક્યૂસેક પાણીની આવક નોંધાઈ છે. નર્મદા ડેમની જળ સપાટી 137.96 મીટરે પહોંચી છે. અત્રે જણાવીએ કે, પાણીની આવકને લઈ ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. પાણીની આવક સામે ડેમમાંથી 2 લાખ 60 હજાર ક્યૂસેક પાણીની જાવક નોંધાઈ છે. સરદાર સરોવર ડેમમાં હાલ RBPH અને CHPHના પાવર હાઉસ ચાલુ કરાયા છે.
અગાઉ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતુ
અગાઉ ડેમમાંથી પાણી છોડવામાં આવતા પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતુ. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદાનાં નીચાણવાળા વિસ્તારનાં અનેક ગામોમાં પાણી ફરી વળ્યા હતા. ત્યારે લોકોએ મંદિરનાં ધાબા પર આશરો લીધો હતો તો કેટલાક લોકોનું રેસ્ક્યું કરવા એરફોર્સની મદદ લેવાઈ હતી. અનેક જગ્યાએ રોડ પર પાણી ફરી વળ્યા હતા.