બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / dry fruit can control diabetes cholesterol in winters know benefits

Winter Care / ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવાની સાથે હાર્ટને પણ હેલ્ધી રાખશે આ ડ્રાયફ્રૂટ: શિયાળામાં ખાસ કરો સેવન

Manisha Jogi

Last Updated: 09:02 PM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિયાળામાં ડ્રાયફ્રૂટને હેલ્ધી માનવામાં આવે છે. ડ્રાયફ્રૂટમાં ભરપૂર માત્રમાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે, જેથી શરીરમાં ગરમાવો રહે છે અને બિમારીઓ સામે રક્ષણ કરે છે. ડ્રાયફ્રૂટનું નામ લેતા સૌથી પહેલા કાજૂ, બદામ, કિશમિશ અને અખરોટનું નામ મોઢા પર આવે છે.

  • શિયાળામાં ડ્રાયફ્રૂટને હેલ્ધી માનવામાં આવે છે
  • હેલ્ધી હાર્ટ માટે શિયાળામાં આ ડ્રાયફ્રૂટનું કરો સેવન
  • ડાયાબિટીસની સાથે વજન ઓછું કરવામાં પણ અસરકારક

 શિયાળામાં ડ્રાયફ્રૂટને હેલ્ધી માનવામાં આવે છે. ડ્રાયફ્રૂટમાં ભરપૂર માત્રમાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે, જેથી શરીરમાં ગરમાવો રહે છે અને બિમારીઓ સામે રક્ષણ કરે છે. ડ્રાયફ્રૂટનું નામ લેતા સૌથી પહેલા કાજૂ, બદામ, કિશમિશ અને અખરોટનું નામ મોઢા પર આવે છે. આ સિવાય અન્ય એક ડ્રાયફ્રૂટ પણ છે, જે સ્વાદિષ્ટ હોવાની સાથે શરીર માટે લાભકારી છે. અહીંયા ચિલગોજા ડ્રાયફ્રૂટની વાત કરવામાં આવી રહી છે. જેમાં વિટામીન એ, વિટામીન બી, વિટામીન ઈ, વિટામીન સી, કોપર મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયર્ન, ઝિંક તથા અન્ય પોષકતત્ત્વો રહેલા છે. 

ચિલગોજાના ફાયદા
શરીરમાં ગરમાવો રહે છે

ચિલગોજાની તાસીર ગરમ હોય છે. શિયાળામાં આ ડ્રાયફ્રૂટનું સેવન કરવાથી શરીરમાં ગરમાવો રહે છે અને શરીર મજબૂત બને છે. નિયમિત રૂપે ચિલગોજાનું સેવન કરવાથી સર્દી, ખાંસી અને કફની સમસ્યાથી રાહત મળે છે. 

‘વા’ના રોગથી આરામ મળે છે
શિયાળામાં ‘વા’નો રોગ થાય છે. ચિલગોજાનું સેવન કરવાથી ‘વા’નો દુખાવો અને સોજાથી રાહત મળી શકે છે. ચિલગોજામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે અને નબળાઈ દૂર થાય છે. 

ડાયાબિટીસ માટે લાભદાયી
ડાયાબિટીસના દર્દીઓ માટે ચિલગોજા ફાયદાકારક સાબિત થાય છે. જેથી શરીરમાં ઈન્સ્યુલિન એક્ટીવ થાય છે અને બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. 

કોલસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે
ચિલગોજાનું સેવન કરવું તે આરોગ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ચિલગોજામાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ્સ અને અનસેચ્યુરેટેડ ફેટ હોય છે. જેથી ખરાબ કોલસ્ટ્રોલનું સ્તર ઓછું થાય છે અને ટ્રાઈગ્લિસરાઈડ્સ પણ દૂર થાય છે. હ્રદયની બિમારીઓ થવાનું જોખમ ઓછું રહે છે. 

વજન ઓછું કરવામાં ફાયદાકારક
વજન ઓછુ કરવાનું વિચારી રહ્યા છો, તો ડાયટમાં ચિલગોજા જરૂરથી શામેલ કરવું. ચિલગોજામાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને ફાઈબર હોય છે. જેથી પેટ લાંબા સમય સુધી ભરેલુ રહે છે. ચિલગોજાનું એક દિવસમાં 10 ગ્રામથી વધુ સેવન ના કરવું, નહીંતર વજન વધી શકે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ