Driving license Renewal will online registration process from1st december
સુવિધા /
ડ્રાઈવિંગ લાઈસન્સ રિન્યૂ કરવાં માટે હવે RTOના ધક્કા પૂરા, આ તારીખ બાદ ઓનલાઈન થશે પ્રક્રિયા
Team VTV06:02 PM, 19 Nov 19
| Updated: 09:11 PM, 19 Nov 19
'ફેસલેસ' સેવા અંતર્ગત ડ્રાઈવિંગ લાઇસન્સ અને આરસી બુક માટે ૧ ડિસેમ્બરથી હવે લોકોએ એપોઇન્ટમેન્ટ લેવી નહીં પડે કે અરજદારે કચેરીનો ધક્કો પણ નહીં ખાવો પડે. અરજદારે માત્ર ઓનલાઈન પ્રક્રિયા કરવી પડશે, જેમાં ડ્રાઈવિંગ લાઇસન્સ રિન્યુઅલ અને આરસી બુક સહિતના ડોક્યુમેન્ટ પોસ્ટ મારફત ઘેરબેઠાં જ મળી જશે.
અત્યારે ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહન સંબંધિત કામ માટે લોકોને RTO ની ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. આરટીઓ ગયા બાદ સર્વર ડાઉન સમસ્યાના કારણે લોકોને ફરી ધક્કો કે લાંબા સમય સુધી બેસી રહેવું પડે છે, પરંતુ હવે લોકોને આ સેવાઓ માટે ૧ ડિસેમ્બરથી આરટીઓના ધક્કામાંથી છુટકારો મળે તેવી શક્યતા છે. ઉપરાંત ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ, ડ્રાઇવિંગ લાઇસન્સ અંગેની માહિતી, રિપ્લેસમેન્ટ ઓફ ડ્રાઇવિંગ લાઇસન્સ જેવી સેવા ઓનલાઇન મેળવી શકાશે.
અરજદારોએ આ માટે parivahan.gov.in પર અરજી કર્યા બાદ OTP જનરેટ થશે. ત્યારબાદ સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક કે જનસંપર્ક અધિકારી વેરિફિકેશનની કાર્યવાહી કરશે. આ અંગે એ આરટીઓ એસ.એ. મોજણીદારે જણાવ્યું હતું કે ૧ ડિસેમ્બર આસપાસ ઓનલાઇન સેવાઓ શરૂ થઈ જવાની શક્યતા છે.