બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dr. There is a lot of anger in Lohana society regarding the suicide of Atul Chag

વેરાવળ / ડો.અતુલ ચગના આપઘાતનું રહસ્ય ચગડોળે ચડ્યું, લોહાણા સમાજે ન્યાય માટે અપનાવ્યો આ રસ્તો, સુસાઇડ નોટના બે ગુમનામ ક્યાં?

Dinesh

Last Updated: 09:53 PM, 14 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર સોમનાથના વેરાવળમાં જાણીત ડોક્ટર અતુલ ચગની આત્મહત્યાને લઈ લોહાણા સમાજ દ્વારા ભારે રોષ સાથે ડે. કલેકટરને આવેદન પત્ર પાઠવી ઝડપી ન્યાયની માગ કરી છે

  • ડો. અતુલ ચગની આત્મહત્યા મામલે લોહાણા સમાજમાં ભારે રોષ
  • વેરાવળ ડે. કલેકટરને આવેદનપત્ર પાઠવી ઝડપી ન્યાય આપવાની માગ
  • ઝડપી ન્યાય મળે અને તટસ્થ તપાસ કરવાની માગ કરવામાં આવી


વેરાવળના જાણીતા ડોક્ટર અતુલ ચગની આત્મહત્યા મામલે લોહાણા સમાજ દ્વારા ભારે રોષ સાથે ડે. કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું તેમજ ઝડપી ન્યાય મળે અને તટસ્થ તપાસ કરવાની માગ કરવામાં આવી છે.

ડે. કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

લોહાણા સમાજમાં ભારે રોષ
રવિવારે વેરાવળના જાણીતા ડોક્ટર અતુલ ચગે પોતાની જ હોસ્પિટલમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. એટલું જ નહિ પોલીસને મૃતદેહ પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી આ સમગ્ર મામલે હવે ભારે ઉહાપોહ જોવા મળી રહ્યો છે આજે લોહાણા સમાજ દ્વારા વેરાવળ ડે.કલેકટરને આવેદન પત્ર પાઠવી તટસ્થ ન્યાય અને ઝડપી તપાસ થાય તેમાં માટે તેમજ કસુરવાર પર કાર્યવાહી કરવાની માગ કરી છે.

સમગ્ર ઘટનાને લઈ રહસ્ય ઘૂંટાયેલું
વેરાવળના ડો.અતુલ ચગની લાસ પાસેથી મળી આવેલી સુસાઈટ નોટને લઈ રહસ્ય વધુ ઘૂટાયેલું બન્યું છે આ સુસાઈટ નોટ ટૂંકા લખાણ વાળી અને બે વ્યક્તિના નામ હોવાનું મનાય છે હવે આ સમગ્ર મામલે જેના નામ છે એના સામે કાર્યવાહીની માગ કરવામાં આવી રહી છે. જો કે, આ આખી ઘટનામા મહત્વની બાબત એ રહી કે મૃતક ડો ચગના દીકરા જે હિતાર્થ છે તે મીડિયા પ્રક્રિયામાં સુસાઇડ નોટમાં લખેલા નામ બાબતે બોલવાનું ટાળતા હોઈ તેવું લાગી રહ્યું છે એટલું જ નહીં ફરિયાદ કરવાની વાતમા પણ સ્પષ્ટતાથી વાત ન કરતા હોવાનું જણાઈ રહ્યું છે.

હિતાર્થ ચગ

હાલ તો ડો ચગની આત્મહત્યાનું રહસ્ય સુલજવાના બદલે વધુ ઘેરાઈ રહ્યું છે ત્યારે સવાલોએ ઉભા થયા છે કે શું ખરેખર જેમના પર આરોપ છે તે આટલા માથાભારે છે જેનાથી આ લોકો બોલતા બીવે છે કે, પછી અન્ય કોઈ કારણ છે. હાલ તો આ સમગ મામલે કોઈ પણ મગનું નામ મરી પાડવા તૈયાર નથી ત્યારે હવે જોવું એ રહ્યું કે, પોલીસ કંઈ ખુલાસા કરે છે કે પછી ડો ચગની મોતનું કારણ ગુમનામ બની રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ