બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / Double gift to Kerala PM Modi give green signal to Vande Bharat and Water Metro today

પ્રોજેક્ટ / કેરળને એકસાથે ડબલ ગિફ્ટ: વંદે ભારત અને વૉટર મેટ્રોને આજે PM મોદી આપશે લીલી ઝંડી

Megha

Last Updated: 11:37 AM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM નરેન્દ્ર મોદી આજે કેરળને વંદે ભારતની ભેટ આપવા જઈ રહ્યા છે આ સાથે જ કોચી જિલ્લામાં પહેલી વોટર મેટ્રોને લીલી ઝંડી બતાવશે.

  • કેરળ રાજ્યને વંદે ભારતની ભેટ આપશે 
  • કોચીમાં દેશની પ્રથમ વોટર મેટ્રોનું લોકાર્પણ કરશે
  • કોચી વોટર મેટ્રો વિશે 10 ખાસ વાતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેરળમાં અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પીએમ મોદી આજે કોચીમાં દેશની પ્રથમ વોટર મેટ્રોનું લોકાર્પણ કરશે. PM મોદી લગભગ 10.30 વાગ્યે તિરુવનંતપુરમ સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. 

વધુ એક રાજ્યને વંદે ભારતની ભેટ 
ભારતીય રેલવે વંદે ભારતનું નેટવર્ક વધારવા માટે સતત કામ કરી રહી છે. હવે વધુ એક રાજ્યને વંદે ભારતની ભેટ મળવા જઈ રહી છે. PM નરેન્દ્ર મોદી આજે એટલે કે 25મી એપ્રિલે એટલે કે આજે કેરળને વંદે ભારતની ભેટ આપવા જઈ રહ્યા છે. 16મી વંદે ભારત દેશમાં પાટા પર દોડવા માટે તૈયાર છે. આ વંદે ભારત તિરુવનંતપુરમથી કાસરગોડ વચ્ચે ચાલશે.આ વંદે ભારતથી કેરળ તિરુવનંતપુરમથી કાસરગોડ સુધી 530 કિલોમીટરનું અંતર કાપશે. વંદે ભારત ટ્રેન આ રૂટ પર લગભગ 11 સ્ટેશનો પર ઉભી રહેશે. તે જ સમયે, આ સમગ્ર યોજના માટે 64,000 રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. વંદે ભારત એક્સપ્રેસ એ ભારતની હાઇ સ્પીડ ટ્રેન છે.

પીએમ મોદી વોટર મેટ્રોને લીલી ઝંડી બતાવશે
આ સાથે જ ભારતને તેની પહેલી વોટર મેટ્રો આજે એટલે કે 25મી એપ્રિલે મળશે અને એ વોટર મેટ્રો કેરળના કોચી જિલ્લામાં શરૂ કરવામાં આવશે. આ સાથે જ મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વોટર મેટ્રોને લીલી ઝંડી બતાવશે. આ વિશે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે કોચી વોટર મેટ્રો રાજ્યના જળ પરિવહન ક્ષેત્રમાં મોટી ક્રાંતિ લાવશે અને રાજ્યના પ્રવાસનને પ્રોત્સાહન આપશે.

કોચી વોટર મેટ્રો વિશે 10 ખાસ વાતો
- કોચી શિપયાર્ડ લિમિટેડ દ્વારા નિર્મિત આ મેટ્રો પ્રોજેક્ટ 8 ઇલેક્ટ્રિક હાઇબ્રિડ બોટ સાથે શરૂ થશે.
- કોચી વોટર મેટ્રો પોર્ટ શહેર અને તેની આસપાસના 10 ટાપુઓને જોડશે.
- આ ડ્રીમ પ્રોજેક્ટ કેરળ સરકાર અને જર્મન ફર્મ KfW દ્વારા ફંડ કરવામાં આવ્યો છે. 
- કોચી વોટર મેટ્રો પ્રોજેક્ટમાં કુલ 78 ઇલેક્ટ્રિક બોટ અને 38 ટર્મિનલનો સમાવેશ થાય છે.
- પહેલા તબક્કામાં કોચી વોટર મેટ્રો સેવા હાઇકોર્ટ-વાયપિન ટર્મિનલ અને વ્યાટિલા-કક્કનાડ ટર્મિનલથી શરૂ થશે અને કેરળના સીએમ અનુસાર મુસાફરો ટ્રાફિકમાં ફસાયા વિના 20 મિનિટથી ઓછા સમયમાં હાઈકોર્ટ ટર્મિનલથી વાઈપિન ટર્મિનલ સુધી પહોંચી શકશે. વ્યાટિલાથી વોટર મેટ્રો દ્વારા 25 મિનિટમાં કક્કનાડ પહોંચી શકાય છે.
- કોચી વોટર મેટ્રો ટિકિટની વાત કરીએ તો બોટની મુસાફરી માટે લઘુત્તમ ભાડું 20 રૂપિયા છે. નિયમિત મુસાફરો માટે વિકલી અને મંથલી પાસ ઉપલબ્ધ છે. કોચી વન કાર્ડનો ઉપયોગ કરીને કોચી મેટ્રો ટ્રેન અને કોચી વોટર મેટ્રોમાં મુસાફરી કરી શકો છો. આ સાથે જ કોચી વન એપ દ્વારા ડિજિટલ રીતે ટિકિટ બુક કરી શકાય છે.
- કોચી વોટર મેટ્રો લિથિયમ ટાઇટેનેટ સ્પિનલ બેટરી પર ચાલશે.
- વોટર મેટ્રો ઇકો-ફ્રેન્ડલી છે અને વિકલાંગ લોકો માટે પણ સલામત માનવામાં આવે છે.
- બોટ ACહશે અને વિશાળ બારીઓ પણ હશે.
- કોચી વોટર મેટ્રો પ્રોજેક્ટનો કુલ ખર્ચ 1,137 કરોડ રૂપિયા છે.

આ પછી, સવારે 11 વાગ્યે, વડા પ્રધાન તિરુવનંતપુરમના સેન્ટ્રલ સ્ટેડિયમમાં 3200 કરોડ રૂપિયાથી વધુની વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે અને તેને રાષ્ટ્રને સમર્પિત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 4 વાગ્યે નમો ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચની મુલાકાત લેશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ