બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Double benefits of taking two health insurance policies at once? Learn how to claim

તમારા કામનું / એક સાથે બે હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી લેવાથી મલે છે ડબલ ફાયદો? જાણો ક્લેમ કરવાની રીત

Megha

Last Updated: 03:21 PM, 9 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોસ્પિટલમાં દાખલ થવાના વધતા ખર્ચને કારણે ઘણી વખત લોકો એક કરતાં વધુ સ્વાસ્થ્ય વીમા પોલિસી ખરીદે છે પણ દાવાની માહિતીના અભાવે લોકો તેનો લાભ લઈ શકતા નથી.

  • હોસ્પિટલના બિલનો બોજો ન ઉપાડવા માટે લોકો હેલ્થ ઈન્શ્યોરન્સ લે છે
  • એક કરતા વધુ પોલિસીમાં ક્લેમ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા શું છે
  • કોઈ પણ ઈન્સ્યોરન્સને ક્લેમ કરી શકો છો 

આજના સમયમાં હેલ્થ ઈન્શ્યોરન્સ હોવું ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે આજકાલને દરેક લોકોની લાફસ્ટાઇલ અને ખાવાપીવાની આદત લોકોને વધુને વધુ બીમારી બનાવી રહી છે. ઘણી વખત તેને કારણે લોકોની તબિયત બગડે છે અને હોસ્પિટલમાં દાખલ થવું પડે છે એવા સમયે ત્યાંનું બિલ એટલું આવી જતું હોય છે કે તેને જોઈને માણસ પાછું બીમારી પડી જાય. એવા બિલનો બોજો ન ઉપાડવા માટે લોકો હેલ્થ ઈન્શ્યોરન્સ લે છે. એવામાં હોસ્પિટલમાં દાખલ થવાના વધતા ખર્ચને કારણે ઘણી વખત લોકો એક કરતાં વધુ સ્વાસ્થ્ય વીમા પોલિસી ખરીદે છે પણ દાવાની માહિતીના અભાવે લોકો તેનો લાભ લઈ શકતા નથી. 

ચાલો જાણીએ કે એક કરતા વધુ પોલિસીમાં ક્લેમ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા શું છે.

પોલિસી વિશે જાણકારી આપો 
જે લોકો એક કરતાં વધુ સ્વાસ્થ્ય વીમા લેવાનું વિચારી રહ્યા છે એમને નવી પોલિસી ખરીદતી વખતે હાલની પોલિસીની માહિતી આપવી જરૂરી છે. આ સાથે જ પોલિસીની રકમ પણ જાહેર કરવી જોઈએ. જણાવી દઈએ કે એમ ન કરવાને શરતોનો ભંગ ગણવામાં આવે છે અને એવી સ્થિતિમાં વીમા કંપની દ્વારા આપવામાં આવેલી વીમાની રકમ મર્યાદિત રહે છે અને બાકીની રકમનું નુકસાન પૉલિસી ધારકને સહન કરવું પડશે. 

એટલા માટે જો તમારી પાસે પહેલાથી જ સ્વાસ્થ્ય વીમો છે તો તેની સાથે સંબંધિત માહિતી શેર કરો. 

ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ 
જો પોલિસીધારક પાસે એક કરતાં વધુ પોલિસી હોય તો વિમાધારક પોલિસી હેઠળ સમાન રીતે દાવો શેર કરી શકે છે. એટલે કે જો કોઈ વ્યક્તિ પાસે 2 લાખ અને 4 લાખ રૂપિયાની બે વીમા પૉલિસી છે અને તે 1 લાખ રૂપિયાની રકમનો દાવો કરે છે. આ સ્થિતિમાં પહેલી વીમા કંપની રૂ. 33,333 ચૂકવશે અને બીજી વીમા કંપની રૂ. 66,666 ચૂકવશે. આ પછી પોલિસી ધારકે તમામ જરૂરી દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે. 

કોઈ પણ ઈન્શ્યોરન્સને ક્લેમ કરી શકો છો 
પહેલાના સમયમાં પોલિસી હોલ્ડરે તેના તમામ વીમા કંપનીઓને જાણ કરવી પડતી હતી જેઓ પોલિસીના આધારે દાવાની રકમ નક્કી કરતા હતા. હવે પોલિસી હોલ્ડર કોઈપણ વીમા કંપની પાસે જઈને દાવો કરી શકે છે. જો પૉલિસીના દાવાની રકમ વીમા રકમ કરતાં વધી જાય, તો પૉલિસી ધારક તેની પસંદગીના કોઈપણ વીમાદાતા પાસે જઈ શકે છે.

ક્લેમની પ્રક્રિયા અને સમય 
કોઈપણ પ્રકારનો વીમા દાવો એક મહિનાથી 45 દિવસમાં કરવાં આવે છે. એકઠી વધુ પોલિસીઓના કિસ્સામાં જો કોઈ વ્યક્તિ કેશલેસ ક્લેમ કરતી હોય તો પહેલા વીમાદાતા કેશલેસ સેટલમેન્ટ કરશે. જ્યારે પહેલા વીમાદાતા ચૂકવવાની રકમની ગણતરી કરે છે, ત્યારે તે કપાતપાત્ર અને પેટા-મર્યાદાનો સમાવેશ કર્યા પછી દાવાની રકમ આપે છે. બાકીની રકમ પછી આપવામાં આવે છે. 

જો કોઈની પાસે ગ્રુપ કવર અને વ્યક્તિગત કવર બંને હોય તો નિષ્ણાતોના મતે સૌથી પહેલા ગ્રુપ કવર પસંદ કરવું જોઈએ. આ એટલા માટે છે કારણ કે ગ્રુપ પોલિસીમાં ઝીરો વેઇટિંગ પિરિયડ હોય છે અને તે પોલિસીની શરૂઆતથી પહેલા થયેલ રોગોને પણ આવરી લે છે. ગ્રૂપ પોલિસીમાં કરાયેલા દાવાની સંખ્યા ભવિષ્યમાં પ્રીમિયમને અસર કરતી નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ