ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / વિશ્વ / Donald Trump Said Pm Narendra Modi Like American Rock Star Elvis Presley

VIRAL / ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદીની સરખામણી કરી આ રોકસ્ટાર સાથે , જાણો કોણ છે એલ્વિસ પ્રેસ્લી

Published By: Juhi

Last Updated: 01:00 PM, 25 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસ છે. યૂએસ પ્રવાસ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકબીજાને ખૂબ જ વખાણ કર્યા. આ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી મોદીને 'ફાધર ઑફ ધ ઇન્ડિયા' ગણાવ્યા અને એલ્વિસ  પ્રેસ્લી નામના એક વ્યકિત સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરખામણી કરી.

ADVERTISEMENT

  • ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદીને કહ્યા, 'ફાધર ઑફ ધ ઇન્ડિયા'
  • ડોનાલ્ડ ટ્રમ્પે એલ્વિસ પ્રેસ્લી સાથે PM નરેન્દ્ર મોદીની કરી સરખામણી

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એલ્વિસ પ્રેસ્લીની સરખામણી કરતા ભારતના લોકોને જાણવા માટે ઉત્સુક્ત છે કે કોણ છે એલ્વિસ  પ્રેસ્લી, જેમની સાથે PM નરેન્દ્ર મોદીની સરખામણી કરવામાં આવી. 

કોણ છે એલ્વિસ પ્રેસ્લી? 

એલ્વિસ પ્રેસ્લી અમેરિકાના ફેમસ રોકસ્ટાર હતા. તેમના માત્ર અમેરિકામાં જ નહી પરંતુ અમેરિકાના બહારના દેશોમાં પણ ફેન્સ હતા. પ્રેસ્લી પૉપ સિંગિંગના બાદશાહમાંથી એક રહ્યા, જેમણે સાંભળવા અને જોવા માટે લોકોની ભીડ રહેતી, તેમના ફેમસ સોંગ્સમાં Mystery Train, Kentucky Rain, An American Trilogy, Suspicious Minds અને  If I Can Dream શામેલ છે.

એલ્વિસ પ્રેસ્લી પોતાની પર્સનલ લાઇફને લઇને પણ સતત ચર્ચામાં રહ્યા, જેમા તેમની પત્ની સાથેના સંબંધો પણ શામેલ છે. ઘણી વખત નશાની સ્થિતિમાં રહી તેઓ ચર્ચામાં આવ્યા હતા. 42 વર્ષની ઉંમરમાં એલ્વિસ પ્રેસ્લીનું 16 ઓગ્સ્ટ 1977માં નિધન થયું હતુ. 

 

ઉલ્લેખનીય છે કે સ્ટાર એક્ટર શમ્મી કપૂરને હિંદી સિનેમના એલ્વિસ પ્રેસ્લીના નામે ઓળખવામાં આવે છે. વર્ષ 1968માં ફિલ્મ 'ઝુક ગયા આસમાન' નું ગીત 'કૌન હૈ જો સપનો' મે આવ્યા તે પૉપ્યુલર હતુ. આ ગીતની ધૂન એલ્વિસ પ્રેસ્લીના પૉપ્યુલર સોંગ 'હૂ મેક્સ માઇ હાર્ટબીટ લાઇફ થંડર' નું કૉપી હતુ. આ સોંગને સ્ક્રીન પર રાજેન્દ્ર કુમાર પર ફિલ્માવવામાં આવ્યુ હતુ, જ્યારે મોહમ્મદ રફીએ ગાયું હતુ. 

અમેરિકન રાષ્ટ્રપતિએ શું કહ્યુ?

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કહ્યુ કે, ''મને તે ભારત યાદ છે જે  અસ્થિર હતુ. ત્યાં ઘણા મતભેદ-લડાઇ હતી, પરંતુ PM મોદી સાથે લઇને આવ્યા. જેવી રીતે એક પિતા તમામને સાથે લાવે છે. કદાચ તેઓ ભારતના પિતા છે. અમે તેમણે 'ફાધર ઑફ ઇન્ડિયા' બોલાવીશું. PM મોદી ભારતમાં અમેરિકાના રોકસ્ટાર એલ્વિસ પ્રેસ્લીની જેમ લોકપ્રિય છે. હું PM મોદી અને ભારતને પસંદ કરું છું.''

સંકળાયેલા મુદ્દાઓ

Donald Trump Entertainment Narendra Modi world એલ્વિસ પ્રેસ્લી Viral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ