બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / અજબ ગજબ / dog wedding performed musical dance uttar pradesh aligarh watch video

મજાનો વીડિયો / VIDEO : ગજબના લગ્ન ! કૂતરા-કૂતરીને પરણાવી દીધા, આખું ગામ બન્યું બારાતી, ક્યાં જશે 'દુલ્હન'

Hiralal

Last Updated: 07:35 PM, 16 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના અલીગઢમાં કૂતરા અને કૂતરીના લગ્ન ભારે ચર્ચાસ્પદ બન્યાં છે. લોકોએ ખૂબ ધામધૂમથી તેમના લગ્ન કરાવ્યાં હતા.

  • યુપીના અલીગઢમાં થયા ગજબના લગ્ન 
  • કૂતરા અને કૂતરીના લગ્ન થયા 
  • નર શ્વાન ટોમીની જાન પહોંચી માદા દુલ્હન જૈલીના ઘેર
  • માણસોની જેમ ફર્યાં સાત ફેરા
  • આખું ગામ બન્યું જાનૈયા, મહિલાઓ ઢોલના તાલે નાચી 

યુપીના અલગઢમાં લોકોએ એક કૂતરા અને કૂતરીના લગ્ન કરાવ્યાં છે. આ અનોખો લગ્નની ભારે ચર્ચા થઈ રહી છે.  અલીગઢમાં કૂતરા અને કૂતરાના અનોખા લગ્નમાં સમગ્ર ગામવાસીઓ બારાતી બની ગયા હતા. બંનેના લગ્નમાં ફિલ્મી ગીતો પર લોકોએ જોરદાર ડાન્સ કર્યો હતો. આ લગ્નની ઉજવણીનો પડઘો હવે આખા દેશમાં સંભળાયો હતો.

 પરણેલા ડોગ કપલનું નામ ટોમી અને જૈલી

ટોમીની જાન લઈને પરિવાર દુલ્હન જૈલીના ઘેર પહોંચ્યો હતો ત્યાં જાનનું ધામધૂમથી સ્વાગત થયું હતું. જૈલીના પરિવારજનોએ પણ બારાતનું શાનદાર રીતે સ્વાગત કર્યું હતું અને પછી માણસોના લગ્નની જેમ ટોમી અને જૈલીના સાત ફેરા પણ ફેરવાયા હતા. આ શુભ પ્રસંગે જૈલીના પરિવારજનોએ ચોખ્ખા ઘીનું જમણ પણ પીરસ્યું હતું. લોકોએ પણ આ પ્રસંગને મન મૂકીને વધાવ્યો હતો. 

કોણ છે કૂતરો અને કૂતરી 
ટોમી પ્રભાવશાળી પરિવારનો કૂતરો છે. તે સુખરાવાળી ગામના વડા દિનેશ ચૌધરીનો પાલતુ કૂતરો છે, જ્યારે જેલી અત્રૌલીના ટીકરીમાં રહેતા ડો.રામપ્રકાશ સિંહનો કૂતરો છે. આ લગ્ન 14 જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતિના દિવસે થયા હતા. 

ટોમ અને જેલીના લગ્નનો વીડિયો જુઓ
ટોમ અને જેલીએ પૂરા ધાર્મિક રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા. બંનેના લગ્નમાં અનોખી માળાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.  આખું ગામ બારાતી થઈ ગયું અને કૂતરાના લગ્ન થઈ ગયા. જેલીના પરિવારના લોકોએ પણ ટોમીને તિલક લગાવ્યું હતું. ત્યાર બાદ ટોમીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. મહિલાઓ પણ આ પ્રસંગે મન મૂકીને ઢોલના તાલે નાચી ઉઠી હતી. 

ક્યાં રહેશે માદા શ્વાન
માદા શ્વાન હવે તેના પતિ ટોમીના ઘેર રહેશે. ટોમીના માલિકે હવે માદા શ્વાનની સંભાળ લેવી પડશે. તેને નિયમિત ખાવાનું આપવાથી માંડીને દરેક રીતે તેની સંભાળ લેવી પડશે. એમ સમજો કે દુલ્હન પરણિને સાસરીયે આવે છે તેવી રીતે માદા શ્વાનને પણ વિદાય અપાઈ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ