બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / આરોગ્ય / Do you want to live a healthy life So follow this simple remedy of Ayurveda from today

સ્વાસ્થ્ય ટિપ્સ / શું તમારે પણ  જીવવું છે હેલ્ધી જીવન? તો આજથી જ ફૉલો કરો આયુર્વેદના આ સરળ ઉપાય

Megha

Last Updated: 04:46 PM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આયુર્વેદના ખૂબ સરળ એવા કેટલાક ઉપયોગી નિયમો અપનાવીને આપણે ખૂબ સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ. આ જ ક્રમમાં કેટલીક અન્ય અગત્યની વાતો જાણીએ અને સમજીએ...

  • સ્વસ્થ જીવન જીવવા આયુર્વેદ શું સલાહ આપે છે?
  • આયુર્વેદના સરળ નિયમો અપનાવીને સ્વસ્થ જીવન જીવી શકીએ

આંખે અંજન કરવાના છે અનેક ફાયદા
આયુર્વેદમાં હંમેશાં દાંત પછી આંખનો વારો હોય છે. રોજ આંખમાં સુરમો આંજવાથી આંખ સ્વસ્થ, સુંદર થાય છે અને દૃષ્ટિ તેજ બને છે. નેત્રપ્રભા, દારૂહરિદ્રા અથવા મધ પણ આંજી શકાય. એનાથી પાંપણ મૃદુ થાય છે અને ઘેરી બને છે. આંખમાં રૂક્ષતા હોય તો ગાયનાં ઘી અથવા કોપરેલથી પાંપણ પર મસાજ કરી શકાય. આંખમાં બળતરા થતી હોય તો માત્ર ગુલાબજળનાં ટીપાંનો છંટકાવ કરવો.

આંખ, મોં, કાનના વિકારમાં નસ્ય ઉત્તમ ઉપાય
નાક માથાનું દ્વાર ગણાય છે. મગજ, આંખ, મોં અને કાનના વિકારમાં નસ્ય ઉત્તમ ગણાય છે. સીધા સૂઈ સહેજ હૂંફાળું અણુ તેલ અથવા ગાયનું ઘી પાંચ-પાંચ ટીપાં બંને નસકોરાંમાં નાખી પંદર મિનિટ એ જ રીતે સૂઈ રહેવું. એનાથી ચહેરાની ત્વચા સારી અને સ્વર મૃદુ થાય છે, બુદ્ધિ વધે છે, વાળ અકાળે સફેદ થતા તેમજ ખરતા અટકે છે અને મોઢા પર કરચલી ઓછી પડે છે. જો રોજ નસ્ય શક્ય ન હોય તો અઠવાડિયામાં બે વાર નિયમિત કરવું.

અનેક સમસ્યાનો એકમાત્ર ઉપાય ગંડુષ
ગંડુષનો મતલબ છે, પ્રવાહી મોઢામાં ભરી રાખવું પણ ગળવું નહીં. કફ થયો હોય તો નવશેકું પાણી ગલોફામાં પંદર મિનિટ ભરી રાખવું. વાયુ વધેલો હોય, પેઢાંમાંથી લોહી નીકળતું હોય અથવા તો રૂક્ષતા વધી ગઈ હોય તો ગલોફામાં તલનું તેલ ભરી રાખવું. દાંતની અન્ય તકલીફ હોય તો તલના તેલનો કોગળો મોંમાં ભરી રાખવો.

પાચનશક્તિ વધારશે નિયમિત વ્યાયામ
સવારે કંઈ પણ ખાધા વિના વ્યાયામ કરવાનું અગત્યનું ગણાય છે. એનાથી શરીરબળ અને પાચનશક્તિ વધે છે, પાચન સુધરે છે, શરીર હળવું બને છે અને સક્રિયતા વધે છે. શરીરબળ વધારવા માટે તાડાસન, સાઇક્લિંગ, ગોળાકાર પથ પર ચાલવું એ બેસ્ટ એક્સર્સાઇઝ ગણાય છે.   

ઉબટન અને સ્નાન પણ છે ખૂબ મહત્ત્વના
વ્યાયામ કરવાથી પરસેવો થાય છે અને ચામડીનાં છિદ્ર ખૂલે છે. વ્યાયામ પછી પરસેવો લૂછી ત્વચા પર ઉબટન લગાવવું.   આનાથી શુષ્કતા દૂર થઈ ત્વચા કાન્તિમય બનશે. એ પછી નાહવાથી એનર્જી મળે છે, થાક દૂર થાય છે તથા શરીરમાં રક્તનું ભ્રમણ સુધરે છે. નાહવા માટે હૂંફાળું પાણી વાપરવું, પરંતુ ગળાથી ઉપરના ભાગ માટે એટલે કે મોઢું અને માથાના વાળ માટે હંમેશાં ઠંડાં પાણીનો ઉપયોગ કરવો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ