બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ધર્મ / Do not do these 4 things even by mistake after sunset, otherwise poverty will come in the house, Mother Lakshmi will be angry.

માન્યતા / સૂર્યાસ્ત બાદ ભૂલથી પણ ન કરતા આ 4 કાર્યો, નહીં તો ઘરમાં આવશે દરિદ્રતા, માતા લક્ષ્મીથી થશે નારાજ

Megha

Last Updated: 10:07 AM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂર્યાસ્ત કે અંધારું થયા પછી ખાસ કરીને અમુક ન કરવા જોઈએ નહીં તો મા લક્ષ્મી નારાજ જાય છે. આજે અમે તમને એવા 4 કામો વિશે જણાવશું જેને સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરવા જોઈએ.

  • સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ 
  • નહીં તો ઘરમાં દરિદ્રતા આવશે
  • શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓ વધવા લાગે છે

આપણે બધા એ ઘરના વડીલો પાસેથી ઘણી વાર સાંભળ્યું હશે કે સૂર્યાસ્ત પછી કોઈ આવું કે પેલું કામ ન કરવું જોઈએ અને એ સમયે આપણે દરેક લોકોએ તેને અંધશ્રદ્ધા ગણીને અવગણ્યું હશે. પણ  ખરેખર રીતે એ દરેક બાબતો પાછળ એક ઊંડો અર્થ છુપાયેલો છે અને એ વાત ન માનવા પર આપણે જ નુકશાન વેઠવું પડે છે. સૂર્યાસ્ત કે અંધારું થયા પછી ખાસ કરીને અમુક આવા કામ કરવાથી ઘણા હસતાં હસતાં પરિવારો બરબાદ થઈ જાય છે. આજે અમે તમને એવા 4 કામો વિશે જણાવશું જેને સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરવા જોઈએ. 

એવું માનવામાં આવે છે કે સાંજના સમયે ભગવાન શિવ પોતાના ગણો સાથે પૃથ્વી પર આવે છે અને પોતાના કાર્યોનું ફળ આપે છે. જો કોઈ વ્યક્તિ સાંજના સમયે નિષેધ કામ કરે છે, તો મા લક્ષ્મી તે ઘરમાંથી પાછળની તરફ પાછા ફરે છે. આ પછી ઘરમાં કુલક્ષ્મીની હાજરીને કારણે શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓ વધવા લાગે છે. 

ઉંબરા પર બેસવાનું ટાળો:
વાસ્તુશાસ્ત્રમાં સાંજના સમયે ઉંબરા પર બેસવું અત્યંત અશુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં કોઈપણ વ્યક્તિએ સાંજના સમયે ઉંબરા પર બેસવાનું ટાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે સાંજે ઘરની ઉંબરા પર બેસીને દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ નથી કરતી, જેના કારણે ઘરમાં અલક્ષ્મીનો વાસ રહે છે. જેના કારણે ઘરમાં આર્થિક સંકટ વધે છે.

સાંજના સમયે સૂવું ન જોઈએ:
સૂર્યાસ્તના નિયમો સૂર્ય આથમતો હોય ત્યારે ભૂલથી પણ સૂવું ન જોઈએ. શાસ્ત્રો અનુસાર સૂરજ આથમે એ સમયે સવાર અને સાંજ નું મિલન થતું હોય છે અને એ સાંજના સમયગાળા દરમિયાન જાગીને ભગવાનનું સ્મરણ કરવાથી શુભ ફળ મળે છે. પણ સાંજના સમયે જેઓ સૂતા હોય છે તેઓ આ પુણ્યથી વંચિત રહે છે આ સિવાય વૈજ્ઞાનિક રીતે વાત કરી તો સાંજે સૂવાને કારણે રાત્રે ઊંઘ નથી આવતી જેના કારણે માણસો બીમાર પડે છે. 

સૂર્યાસ્ત સમયે કોઈને ઉધાર ન આપો:
જીવનમાં વસ્તુઓની અને પૈસાની લેવડદેવડ અને ઉધારી ચાલતી રહે છે પણ ખાસ કરીને સૂર્યાસ્ત પછી કોઈની વસ્તુ ઉધાર ન આપવી જોઈએ કે ન લેવી જોઈએ. એવું માનવામાં આવે છે કે પૈસા કે વસ્તુની ઉધાર લેવડદેવડને કારણે મા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને એ કારણે ઘરમાં દરિદ્રતા આવવા લાગે છે. 

ઘરની સફાઈ ન કરો: 
ઘરની સફાઈ ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ સાંજે ઝાડુ મારવાનું કે મોપિંગ કરવાનું ટાળવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર મા લક્ષ્મી સાંજે ઝાડુ લગાવીને ઘરની બહાર નીકળે છે. આ પછી પરિવારના સભ્યોના ખરાબ દિવસો આવવા લાગે છે. ઘર અનેક સંકટમાંથી પસાર થવા લાગે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ