બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Dirty water in closed Mineral Water Bottle

જાણવા જેવું / સાવધાન! બંધ પાણીની બોટલમાં પાણી ગંદુ તો નથી ને? આ 5 ડિઝિટમાં છે અસલી નકલીનો ખેલ, આવી રીતે જાણો

Pooja Khunti

Last Updated: 07:55 AM, 1 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bottled Water Market: દેશની અંદર સૌથી વધુ વેચાતું પાણી મિનરલ વોટર છે. તે રેગ્યુલર પાણીથી અલગ હોય છે. તેની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ સલ્ફેર, પોટેશિયમ અને સોડિયમ સલ્ફેર વધુ માત્રામાં હોય છે.

  • સામાન્ય પાણીથી અલગ પેકિંગ વોટર
  • નકલી મિનરલ પેકિંગ વોટર બોટલ 
  • ISI માર્કની ઉપર આપેલ કોડથી ઓળખો 

Mineral Water Bottle: જીવવા માટે જરૂરી પાણી આજ આવકનો મોટો સ્ત્રોત બની ગયું છે.  બોટલમાં વેચાતા પાણીનો વ્યવસાય દિવસે ને દિવસે વધી રહ્યો છે.  બિસલેરી [Bisleri], કિનલી [Kinley] સહીત કઈ કેટલીય કંપનીઓ બોટલમાં વેચાતા પાણીના વ્યવસાયમાં જોડાયેલી છે.  પણ શું તમે જાણો છો નામી અને રજીસ્ટર કંપનીઓ સિવાય પણ અન્ય લોકો અને કંપનીઓ પણ આ વ્યવસાયમાં જોડાયેલા છે.  જે Packaged Drinking Water ના નામે લોકોના ખિસ્સા સાથે જ નહિ પણ તેમના જીવન સાથે પણ રમી રહ્યા છે. 

ISI માર્કની ઉપર આપેલ કોડથી ઓળખો 
જો તમે આવી  20 રૂપિયા વાળી પાણીની બોટલની ખરીદી કરતા હોય તો, તેની સાચી ખાતરી ચોક્કસ રીતે કરો કે તે મીનરલયુક્ત અને પીવા લાયક છે કે નહીં.  પાણીના સ્વાદ પરથી તેની ઓળખ કરવી મુશ્કેલ છે.  પણ તમને એક રીત જણાવવા જઇ રહ્યા છીએ, જેના માધ્યમથી તમે પાણીની બોટલ વગર ખોલયે જાણી જશો કે આ પીવાલાયક પાણી છે કે નહિ.  જ્યારે તમે કોઈ પણ જગ્યાએથી આવી પાણીની બોટલ ખરીદો ત્યારે ચેક કરવું કે બોટલ પર આપેલ ISI માર્ક ઉપર એક કોડ લખેલો હોય છે. આ કોડ હોય છે IS- 14543,  તે જોઈને તમે જાણી જશો કે આ બોટલનું પાણી પીવા યોગ્ય છે કે નહિ.     

કોડ કોપી થવાનો ડર તો બીજો ઉપાય શું? 
હવે આ એક પ્રશ્ન થાય છે કે જો માત્ર કોડથી જ પાણીની ઓળખ થઈ શકે એમ હોય તો છેતરપિંડી કરવાવાળા લોકો આ કોડની નકલ કરી જ શકે છે અને તેમના પેકિંગમાં વાપરી બજારમાં વેચી જ શકે છે.  તમારા પ્રશ્નનો ઉકેલ એ છે કે તમારે તમારા ફોનમાં BIS Care નામની એમ ડાઉનલૉડ કરવાની રહેશે. 

Mineral Water Bottle

ફોનના માધ્યમથી પણ ઓળખી શકાય 
ફોનમાં BIS Care નામની એપ ડાઉનલૉડ કર્યા બાદ, તેને તમારા ફોનમાં ખોલો.  એપને ખોલ્યા બાદ તેમાં તમને અમુક આઇકન જોવા મળશે.  તેમાં એક ISI, જેના ઉપર લખ્યું હશેકે વેરીફાઈ લાઇસેન્સ ડિટેલ... તેના પર ક્લિક કરો અને તમારી સામે CM/L- 10 ડિજિટનો કોડ માંગવામાં આવશે.  આ કોડને તમારે ખરીદેલી બોટલનાં પેકિંગ સાથે કોપી કરવાનો થશે. 

સામે આવશે કંપનીની માહિતી 
આ કોડ તમારી પાણીની બોટલનાં પેકિંગ પર આપેલાં ISI માર્કની એકદમ નીચે લખેલો જોવા મળશે.  હવે તમે માગેલી જગ્યાએ આ 10 આંકડાનો કોડ નાખી, ગો ઓપ્શન પર ક્લિક કરતા જ તમારી સામે કંપનીને લગતી બધી જ માહિતી તમારી સામે આવી જશે.  જેથી તમને ખબર પડી જશે કે આ પાણી પીવા લાયક છે કે નહિ તેમાં મિનરલ્સ છે કે નહિ. આ એક નાની સાવધાનીથી તમે તમારા સ્વાસ્થ્ય અને પૈસા આમ બંને ને બચાવી શકશો. કારણકે આ પાણી પીવાથી તમે બીમાર પડી શકો છો.  

સામાન્ય પાણીથી અલગ પેકિંગ પાણી 
બિસલેરી[Bisleri], કિનલી[Kinley], એક્વાફિના[Aquafina] અને રેલ નીર[Rail Neer]...  ભારતમાં બોટલબંધ પાણીનું મોટું માર્કેટ છે.  દેશમાં સૌથી વધુ વેચાતું પાણી મિનરલ વોટર છે.   તે રેગ્યુલર પાણીથી અલગ હોય છે.  તેની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ સલ્ફેર, પોટેશિયમ અને સોડિયમ સલ્ફેર વધુ માત્રામાં હોય છે.  ભારતમાં બોટલબંધ પાણીના વ્યવસાયમાં સૌથી મોટી કંપની બિસલેરી[Bisleri] છે.  તેની પાણીની બોટલ એરપોર્ટથી લઈને શેરીની નાની દુકાન સુધી વેચાતી જોવા મળે છે. 

20 હજાર કરોડથી વધુનો ધંધો 
ભારતમાં બોટલબંધ પાણીનું માર્કેટ 2021 માં લગભગ 20 હજાર કરોડ રૂપીયાનું હતું. તેમાં સૌથી મોટી ભાગેદારી બિસલેરી[Bisleri]ની લગભગ 4 થી 5 હજાર કરોડ રૂપિયાની હતી. બિસલેરી[Bisleri] સંગઠિત માર્કેટની ભાગેદારીમાં 32 ટકા હિસ્સો ધરાવે છે. કિનલી [Kinley] અને એક્વાફિના [Aquafina] જેવી કંપનીઓ આમાં ઘણી પાછળ છે.  ભારતમાં આ મિનરલ વોટર 4 અલગ-અલગ સાઇઝની બોટલમાં વેચવામાં આવે છે. 1 લિટરની બોટલ, 2 લિટરની બોટલ, 500 મિલીલીટરની બોટલ અને 250  મિલીલીટરની બોટલ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ