બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dhrangadhra Malwan highway accident 3 youths die tragically

દુર્ઘટના / ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ટ્રકને પાછળથી કાર અથડાતા ગમખ્વાર અકસ્માત, 3 યુવાનોના કરૂણ મોત

Ajit Jadeja

Last Updated: 01:19 PM, 18 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરમાં ટ્રક પાછળ કાર ઘૂસી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે યુવકના ઘટના સ્થળે જ મોત, એકનું સારવાર દરમિયાન મોત

Surendranagar accident: સુરેન્દ્રનગરમાં ટ્રક પાછળ કાર ઘૂસીજતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવકોના જીવ ગયા છે. ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ગમખ્વાર અકસ્માત મામલે પોલીસે ગુનો નોધી વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માતમાં કારની આગળની બોડી સંપુર્ણ ડેમેજ થઇ ગઇ હતી. અકસ્માત એટલો ભયાનક હતો જેમાં બે યુવકોના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. આસપાસના લોકોને જાણ થતા અહી આવી પહોચ્યા હતા અને કારમાં ફસાયેલા યુવકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અહીથી પસાર થતા વાહન ચાલકો પણ બચાવ કામગીરીમાં જોડાયા હતા.

સ્થળ પર બે યુવકોના જીવ ગયા

ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર ગમખ્વાર અકસ્માતની વિગત જોઇએ તો માલવણ સીએનજી પંપ નજીક કાર લઇને પસાર થઇ રહેલા ચાલકે અચાનક કાબુ ગુમાવ્યો હતો અને કાર આગળ જઇ રહેલી ટ્રક પાછળ ઘુસી ગઇ હતી. આ અકસ્માતમાં ત્રણ યુવકોના મોત નીપજતા ગમગીની છવાઇ છે. બે યુવકોના સ્થળ પર જ પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું. બે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખસેડ્યા છે. જ્યારે એક યુવાનને સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ લઇ જતા મોત નીપજ્યું છે. અકસ્માતની ઘટનાની જાણ થતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. 

 

વધુ વાંચોઃ આખરે કેમ અટકી પડી વિસાવદર બેઠકની પેટાચૂંટણી? સામે આવ્યું મહત્વનું કારણ, જાણો વિગત

ડીસેમ્બરમાં પણ ગોઝારો અકસ્માત થયો હતો

ડીસેમ્બર 2023માં સુરેન્દ્રનગરમાં અકસ્માતની ઘટનામાં એકસાતે ચાર લોકોના મોત થયા હતા.  ધ્રાંગધ્રા બાયપાસ પાસે પસાર થતી કાર પલટી મારી ડીવાઈડરની બીજી સાઈડ જતી ટ્રક સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા હતા જ્યારે 2 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો બધો ગમખ્વાર હતો કે, ઘટના સ્થળે જ 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ