બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / રાજકોટ / Dhirendra Shastri received posters asking questions

રાજકોટ / VIDEO: 35 હજાર ગાય ક્યાં ગુમ ગઈ? રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને સવાલ કરતા પોસ્ટર લાગ્યા, જાણો કેમ કરાયો આવો સવાલ

Dinesh

Last Updated: 04:46 PM, 31 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરવાડ સમાજના અગ્રણી રણજીત મુંધવાના નામે રાજકોટમાં બાબા બાગેશ્વરને સવાલ કરતા પોસ્ટર લાગ્યા છે, 35 હજાર ગાય ક્યાં ગઈ તેવો સવાલ કરતા પોસ્ટર

  • ધીરેન્દ્ર શાસ્ત્રીને સવાલ કરતા પોસ્ટર લાગ્યા
  • રાજકોટના અલગ-અલગ વિસ્તારમાં લાગ્યા પોસ્ટર
  • પોસ્ટરમાં 35 હજાર ગાય ક્યાં ગઈ તેવો સવાલ પૂછાયો


બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતના પ્રવાસે છે. હાલનો માહોલ જોઈએ તો બાબા બાગેશ્વર દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રચારની કવાયત શરૂ કરાઇ હોય તેમ પહેલા દક્ષિણ ગુજરાતમાં સુરતમાં દિવ્ય દરબાર યોજાયો હતો. જે બાદમાં મધ્યગુજરાતમાં અમદાવાદ અને બાદમાં સૌરાષ્ટ્રમાં રાજકોટ પ્રવાસે છે. આ બધાની વચ્ચે રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને સવાલ કરતા પોસ્ટર લાગ્યા છે. 

'35 હજાર ગાય ક્યાં ગઈ'
ભરવાડ સમાજના અગ્રણી રણજીત મુંધવાના નામે રાજકોટમાં બાબા બાગેશ્વરને સવાલ કરતા પોસ્ટર લાગ્યા છે. રાજકોટના અલગ-અલગ વિસ્તારમાં પોસ્ટર લાગ્યા છે જે પોસ્ટરમાં મનપાના ઢોર ડબ્બામાંથી ગાયો ગુમ થઈ હોવાનો ઉલ્લેખ કરાયો છે. 35 હજાર ગાય ક્યાં ગઈ તેવો સવાલ કરતા પોસ્ટર લાગ્યા છે. પોસ્ટરમાં અન્ય સવાલો પણ પૂછવામાં આવ્યા છે. 

રાજકોટમાં દિવ્ય દરબાર
રાજકોટ ખાતે પણ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાશે. રાજકોટમાં આજે 1 અને આવતીકાલે 2 જૂનના રોજ રેસકોર્સ મેદાન ખાતે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. બાગેશ્વર ધામ સેવા સમિતિ, રાજકોટ તરફથી આ દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં ગઈકાલે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાયો
અમદાવાદમાં ગઈકાલે બાબા બાગેશ્વર તરીકે ઓળખાતા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરાયું હતું. અમદાવાદના વટવા ખાતે આવેલા શ્રી રામ મેદાનમાં બાબાના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી રામ મેદાનમાં ગઈકાલે સાંજે 5:00થી 7:00 વાગ્યા સુધી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય ભરાયો હતો. મહત્વનું છે કે, અમદાવાદના ઓગણજ ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો 29 મેના રોજ દરબાર યોજવાનો હતો, જે વરસાદના કારણે સમગ્ર કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ